________________
દર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુનું નિર્વાણ: પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતા રહ્યા. પરંતુ નિર્વાણ સમય નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી. માગસર સુદ ૧૦ના નિર્વાણ પામ્યા. સર્વ મળી ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. તેઓ સાતમા ચક્રવર્તી અને અઢારમાં તીર્થકર થયા.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના ફાગણ સુદ ૨ ૮મા સૈવેયકથી ફાગણ સુદ ૨
હસ્તિનાપુર માગસર સુદ ૧૦હસ્તિનાપુર માગસર સુદ ૧૦ દીક્ષા માગસર સુદ ૧૧હસ્તિનાપુર માગસર સુદ ૧૧ કેવળજ્ઞાન કારતક સુદ ૧૨ હસ્તિનાપુર કાર્તિક સુદ ૧૨ નિર્વાણ માગસર સુદ ૧૦સમેતશિખર
ભગવાન અરનાથનો પરિવારઃ ગણધર ૩૩; કેવળજ્ઞાની ૨,૮૦૦; મન:પર્યવજ્ઞાની ૨,૫૫૧; અવધિજ્ઞાની ૨,૬૦૦; વૈક્રિય. લબ્ધિધારી ૭,૩૦૦; ચતુર્દશપૂર્વી ૭૧૦; ચર્ચાવાદી ૧,૬૦૦; સાધુ ૫૦,૦૦૦; સાધ્વી ૬૦,૦૦૦; શ્રાવક ૧,૮૪,૦૦૦; શ્રાવિકા ૩,૭૨,૦૦૦ પ્રભુનો આ વિશાળ પરિવાર હતો.
જન્મ
4th
૧૯: શ્રી મલ્લિનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આ ભરતક્ષેત્રના વિદેહ દેશની મિથિલા નામે નગરીમાં કુંભ રાજા અને તેમની પ્રભાવતી નામે પટ્ટરાણી હતાં. મહાબલ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, ફાગણ સુદ ૪ના અશ્વિની નક્ષત્રમાં, પ્રભાવતી દેવીની કુક્ષિમાં અવતર્યો.
ગર્ભકાળ દરમિયાન માતાને (માલ્ય) પુષ્પની શય્યામાં સૂવાનો ૨૪
દોહદ થયો અને એ દોહદ, દેવતાઓએ પૂર્ણ કર્યો. મલ્લિનાથ ર્થિકર ભગવાનના પણ ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં પ્રભાવતીદેવીએ, માગસર સુદ ૧૧ના, કુંભના લાંછનવાળી, નીલવર્ણા એક કન્યાને જન્મ
આપ્યો. પૂર્વભવમાં માયાથી સ્ત્રીવેદ બાંધ્યું હતું. તેથી તીર્થકર Proof
હોવા છતાં સ્ત્રીપણે જમ્યા. 35
મોહાદિ મલ્લોને જીતનાર હોવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાને પુષ્પમાળાની શય્યામાં સૂવાનો દોહદ થવાથી પ્રભનું ‘મલ્લિ' નામ રાખ્યું. મલ્લિકુમારીના રૂપ અને યૌવનનીલાવણ્યની સર્વત્ર પ્રશંસા થવા લાગી. બધા તીર્થકરો પુરુષ હોય છે, કોઈ જીવ સ્ત્રી શરીરે તીર્થંકર થતો નથી. આ નિયમ છે, પરંતુ મલ્લિનાથ સ્ત્રી શરીરે જમ્યા તે એક આશ્ચર્યકારક ઘટના છે.
આ આશ્ચર્યકારક ઘટનાની, થોડી પ્રથમ ભવની વિગતો જોઈએ. પૂર્વ-પ્રથમ ભવના મહાબલ નામના રાજકુમારના બચપણથી જ અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને