________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૨૪
૧૮: શ્રી અરનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં કુરદેશમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ભવભ્રમણમાંથી મુકિત અપાવનાર તીર્થંકરના પિતાનું નામ સુદર્શન રાજા અને તેમને મહાદેવીનામની પટરાણી માતા હતાં. ફાગણ સુદ ૨ના, રેવતી નક્ષત્રમાં ધનપતિ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી મહાદેવીની કુક્ષિમાં અવતર્યો. શ્રી અરનાથ પ્રભુના ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં માગસર સુદ ૧૦ના રેવતી નક્ષત્રમાં મહાદેવીએ નંદાવર્તના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ અર (ચક્રના આરા) જોયા હતા. તેથી પ્રભુનું અરનાથ નામ પડ્યું. યુવાન થયા ત્યારે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યા. તેમના જન્મથી ૨૧,૦૦૦ વર્ષ વીત્યા બાદ મહારાજા સુદર્શનજીએ બધો રાજકારભાર રાજકુમાર અરનાથને આપી દીધો. માંડલિક રાજાના પદ પર તેમણે ઘણી સારી રીતે રાજ્યવહીવટ સંભાળ્યો.
પ્રભુના આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ચક્રને અનુસરતા અરનાથ રાજા દિગ્વિજય માટે પ્રસ્થાન કર્યું. ૪૦૦ વર્ષભરત ક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી પુન: હસ્તિનાપુરમાં આવ્યા. દેવોએ ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. આ ભરતક્ષેત્રમાં તેઓ સાતમા ચક્રવર્તીપણે પ્રસિદ્ધ થયા. તેઓએ ૨૧૦૦૦ વર્ષ પર્યત સંપૂર્ણ ભરતક્ષેત્ર પર રાજ્ય ભોગવ્યું.
પ્રભુની દીક્ષા: માગસર સુદ એકાદશીના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે સર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ત્યાં ખીરથી પ્રભુનું પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ 3 વર્ષ પર્યત સાધના કરતા ગ્રામાનુગ્રામ
વિચરતાં વિચરતાં પુન: દીક્ષાવનમાં તેઓ પધાર્યા. આમવૃક્ષ કર નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા, કારતક સુદ ૧૨ના રેવતી નક્ષત્રમાં
છઠ્ઠ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવરચિત સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર 4th
બિરાજમાન થઈને પ્રભુએ “રામ- દ્વેષ- મોહ- વિજય’ વિશે Proof
પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી બોધ પામી કુંભ પ્રમુખ
૩૩ ગણધર થયા. પ્રથમ શિષ્યા રક્ષિત સાધ્વી પ્રવતિની થયાં. 34 પ્રભુના શાસનમાં શંખના વાહનવાળો પમુખ અથવા યક્ષેન્દ્ર
નામનો યક્ષ શાસનદેવ બન્યો અને કમળાસીન ‘ધારિણી' નામની શાસનદેવી બની.
પદ્મિની ખંડ નામના નગરના ઉધાનમાં પ્રભુ સમવસર્યા. પ્રભુની દેશના પૂર્ણ થતાં ગણધરે દેશના આપી. સાગરદત્ત નામના શેઠના પ્રશ્નોના સચોટ ઉત્તરો-સમાધાન કુંભ ગણધરે કર્યું. આ સમયે સુવતા સાધ્વીજીએ દર્શાવ્યું કે સુપાત્રદાનના પ્રભાવથી જ વિપુલ ભોગ તથા સુખ પ્રાપ્ત થાય છે. આ સમયે વીરભદ્રની શંકાનું પ્રભુએ ઉત્તમ પ્રકારે સમાધાન કરી તેના ભૂત-ભવિષ્યનું કથન કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.