SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાત્ત્વિક સહચિંતન જો જો સાત્ત્વિક સહચિંતન સિક ૩૧ મુનિ શ્રી સંતબાલજીના જીવનમાં સેવાભાવનું દર્શન કાનદણ મુનિ શ્રી સંતબાલજીએ જૈન ધર્મના પરિઘમાં રહી સેવાભાવને ઉજાગર કર્યો. તેમણે ચીધલાં જનકલ્યાણ અને ધર્મમાર્ગ આજે પણ અનેક સંસ્થાઓ અને વ્યક્તિ માટે આદર્શ પ્રેરણારૂપ બની રહ્યાં છે. વિશ્વવાત્સલ્યના આરાધક મુનિ શ્રી સંતબાલજીનો ઈ.સ. ૧૯૩૬નો પૂરા એક વર્ષનો સમય નર્મદા નદીના કાંઠે મૌન એકાંતવાસસહ સાધનાકાળનો હતો. આ સમય દરમિયાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ ક્ય. વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સંતને સામાજિક બાબતો અંગે શું કરવું, લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યા. આ એકાંતમાં સત્યની અને સ્વની શોધમાં તેમને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવો સાંપડે છે. આ અંગે વધુમાં યશવંત શુકલે નોંધ્યું છે કે, “દિવ્યપ્રકાશની અનુભૂતિને તેઓ વિશિષ્ટ, અલૌકિક ચમત્કારરૂપે ધરાવતા નથી, પણ વિશ્વમાં વ્યાપ્ત સત્યની એક ઝલક તરીકે પ્રમાણે છે.” સંતબાલ નવા અવતારે આવે છે. એક વર્ષની આ મૌન તપશ્ચર્યા જગતના અન્ય વ્યાપક ધર્મોનાં તત્ત્વ સાથે સંધાન કરાવે છે, તો સત્ય એ જ બધા આચારોનું પ્રેરકતત્ત્વ બની રહેવું જોઈએ એ શ્રદ્ધામાં જઈને મન કરે છે. જે ગાંધીનો, ટૉસ્ટોયનો, રામકૃષ્ણ પરમહંસનો, સ્વામી વિવેકાનંદનો ધર્માનુભવ છે તેને મળતો પૂ. સંતબાલજીનો આ ધર્માનુભવ છે. સંતબાલજીને વ્યાપક ધર્મના આ પરિપ્રેક્ષ્યમાં જ ઓળખવા રહ્યા.' મૌનના અનુભવ પછી મહારાજશ્રીએ જે બાહ્યાચારો હતા તે છોડી દીધા. કોઈ પણ શાકાહારી મનુષ્યને ઘરેથી ભિક્ષા ગ્રહણ, મનુષ્યમાત્રની તાત્ત્વિક સમાનતા વિશે આગ્રહ, પ્રામાણિક પરિશ્રમ, સ્ત્રીઓ માટે આદર અને સમાજસેવા, સંતબાલજીના એક વર્ષના મૌનના આ ચિંતનફળ જીરવવાને રૂઢ ધર્મસમાજ તૈયાર નહોતો. ગુરુ નાનચંદ્રજી મહારાજનું એને આંતરિક અનુમોદન ખરું, પરંતુ એ વ્યવહારનિપુણ ધર્મપુરપ અદીઠ પરિવર્તનના ઉપાસક હતા એટલે સંતબાલજીના અરૂઢ નિશ્ચયોને જાહેરમાં તાળી આપવાને એ તૈયાર નહોતા. રોષે ભરાયેલા ધર્મસમાજને શાંત પાડવા ગુરુએ શિષ્યને શિષ્યત્વમાંથી જાહેર રીતે રદ કર્યો એ સંતબાલજીના જીવનની દારુણ અવસ્થાનો પ્રસંગ હતો. ગુરુ નાનચંદ્રજીએ બાહ્ય દૃષ્ટિએ અસ્વીકાર ભલે કર્યો હોય, પણ અંતરથી શિષ્યને એમની અનુમોદના છે અને શિષ્ય તો ગુર કર્યા તે ક્ય જ ! ગુને પાકી પ્રતીતિ થઈ કે શિષ્ય વિશ્વધર્મને માર્ગે છે, પણ એ લોકાચારના માર્ગે નથી, એટલે વ્યવહારદષ્ટિએ સંબંધના છેડા છોડવા પડે છે. માત્ર આટલેથી અટકી જવું એટલે અર્ધસત્યનું અનુમોદન કરવા જેવું થાય. અર્ધસત્ય વિકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ ઘટનાનું એકાંગી અર્થઘટન અસત્ય કરતાંય વધુ ખતરનાક છે, જે મહાન સંતની અશાતના કરે છે. અહીં ગુરનું પગલું માત્ર વ્યવહારધર્મ નિભાવની પ્રતિક્રિયારૂપ છે. ગુરજી પર દબાણ લાવવામાં આવતા, નાછૂટકે તેમને આ પગલું ભરવું પડે છે. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાનાં કાર્યોને લીધે તેઓ સંપ્રદાયથી અલગ થયા, પરંતુ સાધુવેશ ન છોડયો અને પોતાના ગુરુદેવ સાથે ભાવદષ્ટિએ સંબંધ રહ્યો એટલે જ અંતિમ સમય સુધી સંબંધ સાચવ્યો. પોતાના ગુરુની અંતિમ માંદગીમાં સંતબાલજી એમની સેવામાં છેલ્લા છએક માસ જેટલો સમય રહેલા. ગુરુની જન્મશતાબ્દી ઉજવણી પ્રસંગે મુંબઈના ધર્મપ્રેમીઓએ તેમના આ શિષ્યને આગ્રહ કરી ગુરુશતાબ્દી ઉજવણીમાં પધારવા વિનંતી કરેલ. સંતબાલજી પર ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની પણ એટલી કૃપાદૃષ્ટિ ઊતરી કે તેઓએ ભાલનળકાંઠા વિસ્તારમાં પોતાની વિહારયાત્રા ગોઠવી હતી. તેમણે સંતબાલજીની પ્રવૃત્તિ નજરે નિહાળી અને અંત સમયે પરમસંતોષ લઈને ગયા હતા. પોતાનો શિષ્ય જેન પરંપરાને આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવશે એવી પ્રતીતિ થઈ તેથી જ ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજે કહેલ કે ‘સંતબાલ જૈન સાધુ નહીં, જગતસાધુ છે.' ગુર કોઈ શિષ્ય માટે તે વિશ્વસંત છે, આવા ઉચ્ચારણ કરે તે શિષ્ય માટે ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ, પદવી કે સંપદા કરતાં ઓછું ન ગણાય. ૧૩૪ * ૧૩૩
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy