SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર સાત્ત્વિક સહચિંતન બાબત અંગેના ક્રાંતિકારી વિચારો ઉદ્ભવ્યા. મુનિશ્રીએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો ભાગ છે. જૈન સાધુઓએ સમાજસુધારણા કે સેવાકીય કામો ન કરવાં જોઈએ એવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી. મુનિશ્રીનું આ વિધાન ભગવાન મહાવીરના જીવન સંદર્ભે વિચારવું રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીરે પોતાના સંઘમાં શુદ્ર જાતિના લોકોમાંથી મેતાર્યમુનિ અને મુનિ હરિકેશીને દીક્ષિત કરી અસ્પૃશ્યતા નિવારણના વિચારને પુષ્ટિ આપી, પશુબલિ પ્રથાને બંધ કરાવી હિંસા રોકી, ચંદનબાળાને હાથે બાફળા વહોરાવી દાસી પ્રથાની નાબૂદી માટે પ્રેરણા આપી. - ભગવાને મોરાક ગામના તાંત્રિક અચ્છેદકના પાખંડને ખુલ્લું પાડી લોકોને અંધશ્રદ્ધા અને વહેમની બેડીમાથી મુક્ત કર્યો. કોશામ્બીની રાણી મૃગાવતીના રૂપ પર મોહિત રાજા ચંદ્રપ્રદ્યોત પાગલ બન્યો ત્યારે ચંદ્રપ્રદ્યોતને ધર્મદેશના સંભળાવી મૃગાવતીને મુક્તિ અપાવી. આ યુદ્ધભૂમિનું સ્થળ અશુચિ, રુધિર અને માંસથી ખરડાયેલું હોવા છતાં ભગવાન ઉગ્ર વિહાર કરી પધાર્યા તે વીરપ્રભુની પ્રબુદ્ધ કરુણા, સામાજિક ચેતનાના વિકાસરનું પ્રેરક બળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. ભગવાન મહાવીરના જીવનપ્રસંગોમાં જનહિત-સેવાભાવ અને લોકકલ્યાણની ભાવના અભિપ્રેત છે. મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત છલકાઈ રહ્યું છે. | મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું છે, 'સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નવ વિસ્મરીએ.' મુનિશ્રીની આ પંક્તિમાં સેવાભાવ સહિત બધી પ્રવૃત્તિ કરતાં પણ આત્મજાગૃતિમાં રહેવાની શીખ અભિપ્રેત છે. જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે. જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાશ્રય, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-કચેરી અને નાણાંના દુર્થયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે. દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે. દીક્ષા એટલે માનવસન્તપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. તપત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચરી રહ્યાં છે અને વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષા જીવનમાં સ્વ પર કલ્યાણાનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમ માર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ જ બને છે. ૧૧૮ ૧૧૭ :
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy