SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર ૧૭ ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આસ્રવ છે જોકે સાત્ત્વિક સહચિંતન શિબિર હે મહામાનવ ! પ્રથમ સ્વપ્નમાં તમે જે તાલપિશાચને હણ્યો તે મહામોહનીય કર્મક્ષયનું સૂચક છે. મોહરૂપ પિશાચ તમારે હાથે નષ્ટપ્રાય થશે. બીજે સ્વપ્ન તમે શ્વેત રંગનો કોકિલ જોયો. તે દિવ્ય પુરુષ આર્ત અને રૌદ્રધ્યાનથી આપ મુક્ત છો. ધર્મધ્યાનથી પારંગત થયેલા હે પરમ પુરષાર્થી! આપને શુક્લધ્યાન પ્રાપ્ત થનાર છે. ત્રીજે સ્વપ્ન તમે જે રંગબેરંગી કોકિલ જોયો તે હે પ્રજ્ઞાવંત મહામનીષી ! આપના નિમિત્તે થનારી વિવિધ શાસ્ત્રરચનાઓનું અને અનેકાન્તદર્શનના પ્રતિપાદનનું સૂચન કરે છે. પાંચમે સ્વપ્ન તમારી સેવામાં ઉપસ્થિત ગોપાલકવર્ગ જોયો, તે ચતુર્વિધ સંઘથી થનારી તમારી સેવાનું સૂચક છે. છઠે સ્વપ્ન તમે પધ-કમળોથી ભરેલું જે સરોવર જોયું તે દેવોનો સમૂહ તમારી સેવા માટે ઉત્સુક થશે તે બીનાનું સૂચક છે. સાતમે સ્વપ્ન તમે જે સમુદ્ર તરી ગયા તે આ ભવસાગરને તમે તરવાના છો તેનો સંકેત કરે છે. આઠમે સ્વપ્ન તમે જે સૂર્ય જોયો તે તમને ઉત્પન્ન થનાર દેદીપ્યમાન કેવળજ્ઞાનનું સુચક છે. નવમે સ્વને પોતાના આંતરાળમાંથી વીંટળાયેલ મનુષ્યલોકને જદો પાડનાર મનુષ્યતર (માનુષોતર) પર્વત તમે જોયો તે તમારાં યશ, આભા અને પ્રતાપથી વ્યાપ્ત થનાર ત્રિલોકનો સંકેત કરે છે. દશમે સ્વપ્ન તમે મેરુ પર્વતના શિખર પર આરુઢ થયેલા જોયા, તે ધર્મસિંહાસન પર બેસીને તમે ઉપદેશ આપવાના છો. ધર્મની ઉચ્ચતમ પ્રસ્થાપના કરવાના છો તેનું સૂચન કરે છે. - સ્વપ્નશાસ્ત્રીએ દસમાંથી નવ સ્વપ્નાંનાં ફળ જણાવીને કહ્યું કે, ચોથા સ્વપ્નામાં તમે જે બાળાઓ જોઈ તેનું ફળ હું જાણતો નથી. ભગવાન મહાવીરે કહ્યું કે, હું ગૃહસ્થનો તેમ જ સાધુનો એટલે આગાર અને અણગારધર્મનો પ્રેરક બનીશ તેનું એ સ્વપ્નસૂચક છે. આ દસ સ્વપ્નોના સંકેત સ્વ-પર બન્નેનું કલ્યાણ ભગવાન મહાવીર દ્વારા થશે તેનાં સૂચક છે. પ્રભુના આત્માની વધતી વિશુદ્ધતાનાં પરિણામો, ઉચ્ચ પરાકાષ્ઠાનાં આત્મિક ફળ આપવા સમર્થ છે. વળી, સધર્મનું પ્રવર્તન કરવા માટે ચરમ તીર્થંકર પ્રભુની નિકારણ કરુણાના ફળસ્વરૂપ સંઘને શું ઉપલબ્ધ થશે તેનો સંકેત કરે છે. જ્ઞાનીઓની સૂક્ષ્મ દૃષ્ટિ જીવાત્માને તળાવરૂપે અને ઝરણાંને આસવરૂપે નિહાળે છે. જેવી રીતે ચારેબાજુથી વેગથી વહેતાં ઝરણાં તળાવને પૂર્ણરૂપે ભરી દે છે એ જ રીતે જીવાત્મા અનેક પ્રકારના આસવોથી ઊભરાઈ જાય છે. આકુળવ્યાકુળ, અસ્થિર અને મલિન બની જાય છે. થોડોક પુરૂષાર્થ કરીને જલદી જલદીથી કેટલાંક કર્મો દૂર કરીએ છીએ એટલામાં તો આસવરૂપ શત્રુ હુમલો કરીને પ્રતિક્ષણ - પ્રતિપળ કર્મોથી આત્માને ભરી દે છે. - આ આસવોને રોકવા કેવી રીતે ? મહામનિષી પુરષોએ આસવોનું પૃથક્કરણ કરી અને તેને રોકવાના ઉપાયો બતાવ્યા છે. ચિત્તવૃત્તિના સંયોગનું પરિણામ આસવ છે. આસવના પ્રવાહનું સાતત્ય આત્માને સતત કર્મોથી ભરતું રહે છે. આ સાતત્યની શૃંખલાને રોકવાનો પુરુષાર્થ કરવાનું ચિંતન આસવ ભાવનમાં કરવાનું છે. ભાવ આસવ અને દ્રવ્ય આસવ એ આસવના મુખ્ય બે પ્રકાર છે. શરીર આદિ સંયોગી પદાર્થોમાં એકત્વ-મમત્વ અને શરીર આદિ લક્ષથી આત્મામાં ઉત્પન્ન થતાં રાગદ્વેષરૂપી વિકલ્પ તરંગો ભાવ આસવ છે. આ ભાવ આસવના નિમિત્તથી કાશ્મણ વર્ગણાઓનું કર્મરૂપમાં પરિણમન થવું દ્રવ્ય આસવ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ ભેદ દ્વારા પણ આસવને વિભાજિત કરવામાં આવેલ છે.
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy