SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્ત્વિક સહચિંતન સ્યાદ્વાદ એ સંશયવાદ નથી, પણ સર્વ સંશયોનો છેદ ઉડાડનાર નિશ્ચિતવાદ છે. જે અપેક્ષાએ જે વાક્ય કહેવાય તે અપેક્ષાએ તે વાક્ય તેમ જ છે એમ સ્યાદવાદ ‘જ’કારપૂર્વક કહે છે. દાખલા તરીકે સ્યાદ્વાદી દ્રવ્ય દૃષ્ટિએ આત્માને નિત્ય ‘જ’ માને છે અને પર્યાય દષ્ટિએ અનિત્ય જ માને છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, કે પર્યાય દષ્ટિએ અનિત્ય પણ છે અને નિત્ય પણ છે એમ સ્યાદવાદ્ કહેતા નથી. ‘જ’કારપૂર્વક કહેવા છતાં સ્યાત્પદનો પ્રયોગ તે એટલા માટે કરે છે કે આત્મા જેમ દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય ધર્મવાળો તેમ પર્યાય દષ્ટિએ અનિત્ય ધર્મવાળો પણ છે. એ વાતનું વિસ્મરણ થાય તો એકાંતવાદ આવી જાય અને એકાંતવાદથી તત્ત્વ પામી શકાય નહીં. આમ અનેકાંતવાદ પર્યાપ્ત નિર્ણય કરનારો નિશ્ચિતવાદ છે. વ્યવહારમાં ઘણા તેને સમન્વયવાદ તરીકે ઓળખાવે છે, પરંતુ એ બરાબર નથી. વસ્તુમાં રહેલા અનંત ધર્મોમાંથી એકની પણ ઉપેક્ષા (અપલાપ) કર્યા વિના વસ્તુના સર્વ ધર્મનો સમન્વય કરનાર તરીકે ઓળખાવીએ તે ઠીક છે, પરંતુ એકાંતવાદના પાયા પર રચાયેલા સર્વ ધર્મો કે સર્વ ધર્મમાર્ગો મુક્તિ અપાવનારા છે એમ કહેવું તે નિતાન્ત અસત્ય છે. વ્યવહારમાં સ્યાદ્વાદીનો સર્વ ધર્મ સમન્વયવાદ કે સર્વ ધર્મ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી અસત્યનો પરિહાર અને સત્યનો સ્વીકાર કરવામાં રહેલો છે. જૈન દર્શનમાં ‘સ્યાદ્વાદ’ તત્ત્વજ્ઞાનને સમજવા માટે જે પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે તેને ‘નય’ નામથી ઓળખવામાં આવે છે. ‘નય’ શબ્દનો અર્થ આપણે અપેક્ષાર્થે થતું વસ્તુનું જ્ઞાન Relative Knowledge એવો કરીશું. આ નયના મુખ્ય બે વિભાગ છે : (૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સંભવે તે (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તે સાત નય : ૧ : નૈગમ ૨ : સંગ્રહ ૩ : વ્યવહાર ૪ : ઋજુ સૂત્ર ૫ : શબ્દ ૬ : સમભિરૂઢ ૭ : એવંભૂત... ધર્મના આચરણ માટે જૈન દાર્શનિકોએ એને નિશ્ચય અને વ્યવહારનય એમ બે વિભાગમાં વહેંચ્યા છે. અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિદ્ધાંત ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. માટે વ્યવહારનયમાં એ સિદ્ધાંતની પૂર્તિ માટે વ્યવહારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પદ * સાત્ત્વિક સહચિંતન છે. મૂળ સિદ્ધાંતનો બાધક વિરોધી કે ઉન્મૂલક હોય એવા વ્યવહારનો આમ પણ એમાં સમાવેશ થતો નથી પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. આ અનેક ધર્માત્મક એટલે પ્રત્યેક વસ્તુને એક નહિ, પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખયાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે ‘કે' આ અનેક ધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે. ઝેર એક જ હોય છે. પ્રમાણ અને અવસ્થાભેદે તે માણસને મારે પણ છે અને જિવાડે પણ છે. મારતી વખતે એ ઝેર કહેવાય છે અને જિવાડતી વખતે એ ઔષધ અમૃત કહેવાય છે. એક જ વસ્તુનો આ પરસ્પરવિરોધી સ્વભાવ થયો. મૂળ વસ્તુ એકની એક હોવા છતાં તેના જુદાંજુદાં સ્વરૂપો જુદાં જુદાં નામથી ઓળખાય છે. આ જુદાંજુદાં સ્વરૂપો પાછાં પરસ્પરવિરોધી ગુણધર્મોવાળાં હોય છે. લોખંડ એક વસ્તુ છે. તેમાંથી બનાવવામાં આવતાં ઢાલ, તલવાર, ચાકુ, કાતર અને સોય વગેરેમાં લોખંડ હોવા છતાં તે બધાં જુદાંજુદાં નામે ઓળખાય છે અને વળી પરસ્પરવિરોધી કામ પણ કરે છે. તલવાર કાપે છે જ્યારે ઢાલ અને કાપવા દેતી નથી. કાતર ચીરા પાડી શકે છે જ્યારે સોય એ ચીરાને સાંધીને પાછા એક કરી દે છે. પિસ્તોલ આપણા હાથમાં હોય છે ત્યારે આપણું રક્ષણ કરે છે. પ્રતિપક્ષીના હાથમાં જાય તો એ જ પિસ્તોલ આપણું મોત નિપજાવે છે. અહીં પિસ્તોલનો ક્ષેત્રભેદ થયો. પેલા ઝેરમાં (પ્રમાણ) ભાવભેદ થયો હતો. ર માણસની પણ બચપણ, કિશોરાવસ્થા, યૌવન, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા જોઈએ છીએ. દેહ અને નામ એક જ હોવા છતાં કાળભેદે કાળની અપેક્ષાએ-કેટલાં સ્વરૂપો થયાં ? તેમાં પાછાં પરસ્પરવિરોધી. આ વિરોધી પણ માત્ર ષ્ટિ પૂરતાં જ, દેખાવ પૂરતાં જ નહિ. સ્વભાવ પણ પાછો પરસ્પરવિરોધી હોય છે. સંસ્કૃતમાં વિદ્વાન ‘તો’ જર્મન ભાષા માટે ‘ઢ’ કહી શકાય. આમ એક વ્યક્તિ વિદ્વાન પણ અને 'ઢ' પણ છે. સફેદ દીવાલવાળા રૂમમાં રાત્રે પીળા રંગની લાઈટ થાય ત્યારે દીવાલ પીળી લાગે. દિવસે જોનારને સફેદ લાગે. એક અપેક્ષાએ બન્ને સાચા છે અને બન્ને ખોટા પણ છે. ઘરમાલિક આનો ફોડ પાડી શકે. ૬૦
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy