SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જ નિવેદન પરમ ઉપકારી સંતોની અધ્યાત્મસભર સંતવાણી, સ્વાધ્યાય, પ્રવચન, આદિ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યાર પછી હૃદયમાં ઉઠેલા ભાવોને કલમ દ્વારા ચિંતન-મનનરૂપે રજૂ કરવાનો અવસર મળ્યો. કોઈ મર્મસ્પર્શી પ્રસંગ વાચવામાં આવ્યો અને પછીના વિચારમંથન દ્વારા કંઈક લખવાની પ્રેરણા મળી, આમ આ લખાણોની શૃંખલા રચાણી. આ બધાં લખાણો મારી સાધના કે વિદ્વત્તાભર્યા જ્ઞાનથી લખેલાં નથી. આ લખાણો સંતસમાગમ અને વિદ્વત્તવર્યોના સંબંધોની નીપજ છે. વિદ્વત્તજનો ને ગુરુભગવંતોનાં પ્રવચનો સાંભળીને અને સ્વાધ્યાય દ્વારા જે કંઈ જાણ્યું તેને મારી રીતે આ લેખો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મારાં નિજી સંવેદનોનું આલેખન થયેલું જણાશે. પ્રસ્તુત ગ્રંથમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયક મારા લેખો ગ્રંથસ્થ કર્યા છે, તે છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન લખાયેલા છે. આ બધાં લખાણો ‘મુંબઈ સમાચાર', ‘જન્મભૂમિ', “કાઠિયાવાડ જૈન’, ‘જૈન પ્રકાશ’, ‘જાગૃતિ સંદેશ’, ‘જૈન સૌરભ', ‘ધર્મધારા', ‘શાસન પ્રગતિ', ‘વડલો વિહાર', 'પ્રબદ્ધ જીવન', ‘દિવ્ય ધ્વનિ' વગેરે વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા છે. તેમના તંત્રી અને સંપાદક મહાશયોનો આભાર. આ લખાણોની પ્રેરણા માટે અનેક ગુરુભગવંતો અને સતીજીઓ મારાં ઉપકારી છે. ધર્મ અને શ્રુતાનુરાગી સુશ્રી પ્રતિમાબહેન અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જેમના, પ્રસન્ન દામ્પત્યસરિતાના મધુર સંગીતના સાતત્યની અભીપ્સા સાથે વિનમ્રભાવે...
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy