SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર જ સાત્ત્વિક સહચિંતન અંદરની વિકારી વૃત્તિને તોડવા માટે જ આપણે તપ કરવાનું છે. જરા રૂપ જોઉં કે અંજાઈ જાઉં, વિકારી શબ્દો સાંભળું, વિકારી દૃશ્યો જોઉં ને વિકારી વૃત્તિઓ ઉછાળા મારવા માંડે - બહુ સતાવે. ઉપવાસ દ્વારા આત્માની નજીક પાસ કરીને મારા અવિકારી સ્વરૂપમાં વાસ કરી વૃત્તિને અંતરથી નિહાળી, તેની સાથે યુદ્ધ કરીને હરાવવી છે. જો તપસ્વીની ચિંતનધારા આ રીતે ચાલે તો વૃત્તિઓ કેટલે અંશે નિર્બળ બની તે પણ અનુભવી શકાય. આમ ક્રોધની સામે ક્ષમા, માયાપ્રપંચ સામે સરળતા, લોભ સામે સંતોષની વૃત્તિમાં, જો તપ-ત્યાગ કર્યા પહેલાંની સ્થિતિ અને પછીની સ્થિતિમાં સુધારો થતો હોય, વિભાવનાં નિમિત્તો આવે છતાં જીવ નિભાવરૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતો હોય તો સમજી લેવું કે તપથી કર્મોની નિર્જરા થઈ છે. આ જ કર્મનિર્જરાનો માપદંડ છે. જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું, તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે. અન્યથા ગ્રહ્યું વ્રત અભિમાન. આપણે વ્રતને ગણાવ્યા કરીએ છીએ કે હું આટલા ઉપવાસ કરું, આટલા આયંબિલ કરું, મારો આટલામું વર્ષીતપ છે અને બીજા સાથે સરખામણી કરીએ તો આપણું અભિમાન પોષાય છે. જેનાથી કષાયો મંદ કરવાના હતા, તેનાથી જ કષાયો વધુ ઉગ્ર બને. આમ લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહિ પરમાર્થને. પરમાર્થ એટલે મોક્ષસાધક જેટલાં સાધનો. સદ્ગરનાં મોક્ષ સાધનાનાં વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ, ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ, પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે. શ્રીમજીનાં સાહિત્યનાં આધ્યાત્મિક મૂલ્યો શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યસર્જનમાં આધ્યાત્મિક મૂલ્યોની વાત કરીએ ત્યારે એમના વ્યક્તિત્વની એક વંદનીય છબી આપણી સામે આવે અને આપણને અનુભૂતિ થાય કે શ્રીમદ્રના સમગ્ર વ્યક્તિત્વમાંથી સતત અધ્યાત્મ પ્રગટ થાય છે. જાણે અધ્યાત્મ અને શ્રીમદ્ એકબીજાના પર્યાય છે, માટે તેમના જીવનકવનના આધ્યાત્મિક મૂલ્યાંકનની વિવેચના ના થઈ શકે, પરંતુ આપણી આકંઠ સરસ્વતીને પાવન કરવા તેમના સર્જનની પરિકમ્મા અભિવંદના જ કરી શકાય. તેમના સર્જનમાં ઘણું જ વૈવિધ્ય છે જેમાં મુખ્યત્વે, તેમનું એક વિપુલ કાવ્યસર્જન, બીજું મુમુક્ષ પર લખાયેલા પત્રો, ત્રીજે ઉપદેશ નોંધ, હાથ નોંધ વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો, મોક્ષમાળા સહિત ઉપરાંત અન્ય સર્જનોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે શ્રીમદ્જીના સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે તેમની સાહિત્ય અંગેની એક નાનકડી નોંધ તપાસીએ. તેમણે નોંધ્યું છે કે, “કાવ્ય સાહિત્ય કે સંગીત આદિકલા એ આત્મશ્રેયાર્થે ન હોય તો કલ્પિત એટલે કે નિરર્થક, સાર્થક નહીં. જીવનની કલ્પના માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય કે આત્માર્થ ન હોય તો બધું જ કલ્પિત. શ્રીમજીએ આ એક વાક્યમાં ખૂબ જ ગહન વાત કહી છે. ગાગરમાં સાગર જેવા આ મહત્ત્વના એક વાક્ય પર ચિંતન કરીએ તો, કલા અને સાહિત્યસર્જનની વિચારણાને એક નવી દિશા મળશે. ૩૯ : ૪૦.
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy