SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** # B ક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * જગ્યાએ વિકાસશીલ દેશોની ખેતીને લપેટમાં લેવાની પેરવી ચાલે છે. મહત્ત્વના ૬ GGHમાં મિથેન મહત્ત્વનો ગેસ છે. ડાંગરની ખેતીમાં તેમ જ પશુપાલનમાં આ ગેસ મોટા પાયે પેદા થાય છે. આ સંમેલનમાં ખેતીના આ પાસા અંગે, મિથેનને ઘટાડવા અંગે વાત કરવાનું વિચારતા કેટલાક દેશોના વિરોધના કારણે વાત આગળ ન વધી, પરંતુ આવતા વર્ષે તે અંગે વિચારાશે. આમ સંમેલનો અને પરિષદોની ફળશ્રુતિ રૂપે મસમોટો પ્રશ્નાર્થ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. હજુય સહિયારો પુરુષાર્થ કરીને રસ્તો કાઢવો જ રહ્યો. - • • જળ અને વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ૩૦ લાખ બાળકોનાં મોત થાય છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં એક ચોંકાવનારું નિવેદન કર્યું છે કે અસ્વચ્છ પાણી અને ઝેરી વાયુઓને કારણે વિશ્વનાં ૩૦ લાખ બાળકો દર વર્ષે મૃત્યુને શરણ થાય છે. ઇ.સ. ૨૦૦૮ની સાલમાં અશુદ્ધ પાણી પીવાને કારણે થતા અતિસારના રોગથી ત્રીજા વિશ્વનાં ૧૩ લાખ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં મોત થયાં હતાં. ત્રીજા વિશ્વના દેશોમાં હવા અને પાણીના પ્રદૂષણ માટે મુખ્યત્વે ઉદ્યોગો જ જવાબદાર હોવા છતાં આ દેશોની સરકારો ઉદ્યોગો સાથે હળવા હાથે કામ લઈ પોતાના નાગરિકોનાં જીવન જોખમમાં મૂકી દે છે. નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના એક હેવાલ મુજબ બાળકોના આરોગ્ય સામે જે પાંચ વસ્તુઓનો સૌથી મોટો ખતરો હોય તો તે સીસું, વાયુપ્રદૂષણ, જંતુનાશક દવાઓ, તંબાકુનો ધુમાડો અને પીવાના પાણીની અશુદ્ધિઓ છે. એક અંદાજ મુજબ ઔદ્યોગિકરણની દોડમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૭૫,૦૦૦ નવાં રસાયણો શોધાયાં છે. આ રસાયણો દ્વારા પર્યાવરણને અને માનવઆરોગ્યને કેટલું નુકસાન થાય છે તેની કોઈ જ નકી વિગતો ઉપલબ્ધ નથી. છેલ્લાં ૨૦ વર્ષમાં આ રસાયણોની હાનિકારક અસરને કારણે બાળકોને થતા અસ્થમાનું પ્રમાણ વધીને ત્રણ ગણું થઈ ગયું છે. પેટ્રોલના ધુમાડામાં સીસું હોય છે, તેનાથી શ્વાસ લેતાં બાળકના મગજનો વિકાસ રુંધાઈ જાય છે. ગર્ભવતી માતા-બહેનો ધુમાડો પોતાના શ્વાસમાં ગ્રહણ કરે તો તેને ધૂમ્રપાન કરવા જેટલું નુકસાન થઈ શકે છે. વિશ્વમાં વધતું વાયુ-પ્રદૂષણ બાળકોના આરોગ્યમાં ભયંકર હાનિ પહોંચાડે છે. પર્યાવરણ રક્ષા : માનવધર્મ પર્યાવરણની રક્ષા કરવી એ આપણો ધર્મ છે વીજળીની બચત : રૂમમાં ન જોઈએ ત્યારે લાઈટ, પંખા, Ac બંધ રાવખાં. ટયુબલાઈટ કે cLF બલ્બ વાપરવા. વૉશિંગ મશીન, ગિઝર, ગેસ, લિફ્ટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલની બચત : ડીઝલ-પેટ્રોલનો વેડફાટ ન કરવો. ગૃહિણીઓ ગેસ, સ્ટવ, સગડી વગેરેના ઉપયોગમાં જાગૃતિ અને વિવેક રાખી બળતણ બચતમાં યોગદાન આપી શકે. અમુક વિસ્તારના સૂર્ય કુકરનો ઉપયોગ પણ શક્ય છે. કાગળની શક્ય એટલી બચત કરવા ઈ- મેલ, ઈન્ટરનેટ વગેરેના ઉપયોગથી કાર્ય ચલાવવાથી કાગળની બચત થાય. શક્ય હોય ત્યાં પેપર મિંટને બદલે ઇ-મેપરથી કામ ચલાવી શકાય. ઑફિસમાં પેપરલેસ પ્રોસિજરને પ્રોત્સાહન આપવાથી કાગળની બચત થઈ શકે. ઘર, સંસ્થા, ઉદ્યોગ, સરકારી યંત્રણા, પાણીનો વેડફાટ ન થાય, જરૂર પૂરતો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખે તે હિતાવાહી. વૃક્ષારોપણની ઝુંબેશ, સ્મૃતિ વનની ઝુંબેશ અને સામાજિક વનીકરણ આ કાર્યને વેગ આપશે. વન્ય પ્રાણીઓ માટે અભ્યારણો અને ઉપવનોનું આયોજન. ઘર, વેપાર, ઉદ્યોગના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો. વૈશ્વિક તાપમાન પર્યાવણની જાળવણી અને કાર્બન ક્રેડિટ માટેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા કરારો અને સમતીને માન આપી યથાયોગ્ય અનુસરણ કરવું. હિમાલય વગેરે પર્વતો, ગંગા વિગેરે નદીઓને પર્યાવરણ પ્રદૂષણથી મુક્ત કરવા સહયોગ આપવો તે આ ધરાની સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારક છે અને માનવધર્મ છે. કરવું કે ૧૫૩ - ૧૫૪
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy