SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ . 2. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે 8. TE3પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 222 આપણી આ ધર્મભાવના લગભગ ૫૦૦૦ વર્ષથી સંસ્કૃતિ સાથે વારસામાં ઊતરી આવી છે. પાશ્ચાત્યના દેશોને હવે આ વિભાવના ગળે ઊતરવા માંડી છે અને નિસર્ગના બચાવ માટે પ્રયત્નો કરી રહ્યા છે. નિસર્ગમાં ઈશ્વરનું અવતરણ (Incarnation of God in Nature): આપણા મોટા ભાગનાં દેવસ્થાનો કે મંદિરો પર્વત કે ડુંગરોની ટોચે, નિસર્ગના સાંનિધ્યમાં રચાયાં છે. નદી કે સમુદ્રના કાંઠે પૂર્વાભિમુખ સૂર્યમંદિરોશિવમંદિરો કે અન્ય દેવ-દેવીઓનાં સ્થાનકો આખા ભારતમાં પથરાયેલાં છે. કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન અને સમુદ્રમાં શેષનાગની છત્રછાયામાં સૂતા વિષ્ણુ ભગવાન, કેવી અદ્ભુત નિસર્ગ સાથેની તાદાભ્યતા ! આ અદ્દભૂત નૈસર્ગિક સૌંદર્યના સાથમાં રહીને આપણા ઋષિ-મુનિઓએ ૫૦૦૦ વર્ષ પહેલાં ચાર વેદો, ઉપનિષદો, ગીતા, સંહિતા જેવા ગ્રંથો રચી સમૃદ્ધ સાહિત્ય દુનિયાને પ્રથમ અર્પણ કર્યું. ઋગવેદમાં ‘સિંહ શબ્દનો ઉપયોગ ૪૦ વખત થયો છે. અનેક પ્રાણી-પક્ષી, વનસ્પતિઓનું વર્ણન આપણા સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંના જૈન મુનિઓએ ‘કીટક-સૃષ્ટિ' અંગે જે વર્ણન અને વર્ગીકરણ આપ્યું છે તે અજોડ છે. એક શ્લોક કે જે મહાભારતકાળનો છે. તેમાં વાઘ અને સિંહ પર્યાવરણની જાળવણી માટે, વનના રક્ષણ માટે અને વનના નિવસન-તંત્રને ટકાવી રાખવા કેટલા ઉપયોગી છે, તેવો સૂર જોવા મળે છે. જૈન ધર્મ તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. હાલમાં પણ આપણી ધાર્મિક પરંપરા અને આદરભાવની વિભાવના એટલી મજબૂત છે કે જંગલો અને વૃક્ષો આડેધડ કપાતાં રહેતાં છતાં મદિર કે મસ્જિદ પાસે ઊગેલાં વૃક્ષોને કાપતાં નથી. પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્ન સંમેલનો ને પરિષદો વિશ્વસ્તરે ગ્લોબલ વૉર્મિંગના પ્રશ્ન ડિસે.-૨૦૦૭માં બાલી ઇન્ડોનેશિયામાં cop-13 સંમલેન યોજાયું. ૨૦૦૭-૦૮માં માનવવિકાસ રિપોર્ટમાં ગ્લોબલ વૉર્મિંગ પ્રશ્નને ઉજાગર કરવામાં આવ્યો. વર્ષે ૨૦૦૯માં કોપનહેગન ડેન્માર્કમાં, cop-15 સંમલેન, ૨૦૧૧માં કેનકુન મેક્સિકોમાં, cop-16 ડર્બન - સાઉથ આફ્રિકા, cop17 ૨૦૧૧માં દોહા (કતાર) ખાતે, cop-18 નવે.-ડિસે.માં ૨૦૧૩માં પૉલાન્ડમાં મળ્યું. અત્યાર સુધીમાં ૧૯૯૫થી ૨૦૧૩ સુધીના ગાળામાં ૧૯ મુખ્ય સંમેલનો મળી ગયાં. તે ઉપરાંત મુખ્ય સંમેલનની તૈયારી પહેલાં કેટલીક મિટિંગો કે સંમેલનો મળ્યાં. આ બધામાં વાતો ખૂબ થઈ પણ કોઈ નિર્ણયાત્મક પગલાં ભરાયાં નથી. ડિસે.-૨૦૦૯માં સમગ્ર વિશ્વને માનવસર્જિત આપત્તિમાંથી મુક્ત કરાવવા કોપનહેગનમાં ૧૯૨ દેશોમાંથી ૧૫૦૦૦થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. નિરીક્ષકોના મત પ્રમાણે અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રની કુટિલ રાજનીતિને કારણે કોપનહેગન ફ્લોપહેગન બની ગયું. જૂન-૨૦૦૯માં લંડનમાં મળેલ જી-૨૦ સંમેલન અંગે નિરીક્ષકોએ નોંધ્યું કે વાઘને પૂંછડીથી સાધવાની જાણે કોશિશ થઈ રહી છે અને આપણે જાણે ઊકળતી કડાઈમાંથી નીકળને ભઠ્ઠીમાં જઈ પડ્યા હોઈએ એવો ભાસ થાય છે. શ્રી રજની વે ‘ભૂમિપુત્ર'માં આ અંગે લે છે કે, વિશ્વમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત પહેલાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા ૨૭૫ ppm હતી. આ માત્રા વાતાવરણમાં ૪૫૦ pmથી વધવી ન જોઈએ. ૨૦૦૫માં coની માત્રા ૩૮૯ અને ૨૦૧૧માં ૩૯૭ ppm સુધી પહોંચી છે. અપેક્ષા એવી રાખવામાં આવી હતી કે વિકસિત દેશોએ કમસે કમ વર્ષ ૨૦૨૦માં આ માત્ર ૪૫% ગેસ વાતાવરણમાં છોડતા તેના કરતાં પ્રતિવર્ષ છોડવાનું ધોરણ અપનાવું જોઈએ. પછીનાં ૧૫૦ ૧૪૯ |
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy