SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar દરેકની ફ્રજ છે. લોકમાતા તો આપણને સમૃદ્ધિની છોળો આપે જ જાય છે, પરંતુ આપણા નબળા હાથ તેને ઝીલી શકતા નથી. સ્વાર્થને બદલે પારમાર્થિક દષ્ટિ, સંકીર્ણતામાંથી વિશ્વ વાત્સલ્યભાવ અને પ્રમાદને બદલે જાગૃતિ આપણને સમૃદ્ધિ ઝીલવા સક્ષમ બનાવી શકે. આપણે પાણીનો વેડફાટ કરીશું નહિ તો લોકમાતાઓ માજા નહિ મૂકે, સંયમમાં રહેશે. આદર્શ પાણી યોજનાઓનું આચરણ કરીશું તો પૂરને ખાળી શકીશું ને મા ધરતી લીલીછમ ચાદર ઓઢી શકશે. ધર્મ અને પર્યાવરણ પર્યાવરણ સંહિતામાં પ્રાધ્યાપક આર. વાય. ગુખે પર્યાવરણના સંદર્ભે ધર્મ વિષયક વિચારની ચિંતનસભર વાત કહે છે. તેમના મતે નિસર્ગ પ્રત્યે પ્રેમ એટલે ધર્મનું આચરણનું પ્રથમ પગથિયું. ધર્મઆચરણ એ માત્ર બુદ્ધિ આધારિત પગલું નથી. અંતઃકરણ કે અંતરાત્મા તેમાં જોડાયેલો છે. ધર્મ-ઉપદેશ સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિની નીપજ છે. જેમ કે ત્રિકાળ સંધ્યા અને સ્નાન એ ગરમ અને ભેજવાળા ભૌગોલિક સ્થાનમાં વસેલા લોકો માટે આવશ્યક છે. અતિ શીત એવા ઠંડા મુલકમાં રહેતા, અગર પાણીની તીવ્ર અછત અનુભવતા પ્રદેશોમાં રહેતા લોકોને માટે અનુકૂળ નથી. આવી પાયાની જરૂરિયાતમાંથી પરંપરા ઘડાય છે અને તેમાંથી જે તે સ્થળે, જે તે સમયે સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે. નાઇલ સંસ્કૃતિ, બેબિલોનિયત સંસ્કૃતિ, સિંધુ (હિંદુ) સંસ્કૃતિ, ચીનની માંગસિક્યાંગ નદી ઉપરની સંસ્કૃતિ વગેરે વિવિધ ભૌગોલિક ભાગોમાં ઉદ્દભવી, વિકાસ પામી, ક્યાંક નટ પામી. આ વિવિધ સંસ્કૃતિઓ ભારત જેવા દેશમાં ‘સંસ્કૃતિ એ જ ધર્મરૂપે પરિણમી. અન્ય દેશોમાં સાંસ્કૃતિક પરંપરા તૂટતાં માનવસર્જિત સાંપ્રદાયિકતારૂપે ધર્મ સ્થાન લીધું. - પર્યાવરણ એટલે કે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ. માત્ર મનુષ્ય નહીં, પરંતુ સમગ્ર સજીવસૃષ્ટિનો વિકાસ, વૃદ્ધિ અને ઉત્ક્રાંતિ આ પર્યાવરણની નીપજ છે. માનવી અન્ય પ્રાણીઓ કરતાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે અન્યથી જુદો પડયો માટે જ તેનું શારલીયામ હોમોસોપિયન્સ' એટલે કે બુદ્ધિશાળી માનવપ્રાણી. માનવી અન્ય પ્રાણીઓ (primotas) કરતાં જુદી રીતે ઉત્ક્રાંતિ પામ્યો. બે પગ ઉપર ટટ્ટાર ચાલનારના શીર્ષમાં મસ્તિષ્ક, ખોપરી અને મગજનો વિકાસ વધુ સારી રીતે થયો. હાલમાં વૈજ્ઞાનિકો એવું માનતા થયા છે કે મનુષ્યનો આ વિકાસ જ્યાં થયો ત્યાં તેના પર્યાવરણમાં નૈસર્ગિક વૈવિધ્ય ખૂબ પ્રમાણમાં હતું. જીવશાસ્ત્રીની પરિભાષામાં કહીએ તો નિવસનતંત્રોની વિવિધતા મોટા પાયે ત્યાં ઉપલબ્ધ (Ecological Divesty) હતી. આનુવંશિક મૂળભૂત બૌદ્ધિક અંશ (trace) અને સ્થાનિક અનુકૂળ ૧૪૬ યયાતિએ પોતાના ઘડપણને બદલે પોતાના પુત્રનું યૌવન લઈ લીધું. આપણું કંઈક આવું જ છે. કુદરતી સંપત્તિનો આપણે બેફામ ભોગ-ઉપભોગ કરીએ છીએ અને પર્યાવરણને આપણે જે રીતે દૂષિત કરી રહ્યા છીએ તે નહીં અટકાવીએ તો આવતી પેઢીને અકાળે વૃદ્ધત્વ મળશે. ૧૫
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy