SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ આમ આપણી સંસ્કૃતિ સાથે અભિન્ન બની ચૂકેલા વૃક્ષદેવતાનો જીર્ણોદ્ધાર કરીશું. આ જીર્ણોદ્ધાર તો ત્યારે જ થાય જ્યારે વૃક્ષ સાથે આપણી આત્મીયતા સિદ્ધ થાય. વાંચી છે ને જગદીશ વ્યાસની આ પંક્તિઓ ? ઝાડવાંએ છાંયડાની માંડી દુકાન... ધંધામાં રોકી છે પોતાની મૂડી બધી એટલે કે સઘળાંયે પાન... પોતાનો કારભાર ચલાવે છે ઝાડવું, કોણ જાણે કેવા કેવા માપે આવનાર માગે જો ચપટીભર છાંયડો તો ખોળાભર છાંયડો આપે એનાથી વેપલો શું થાય જેને હોય નહીં ત્રાજવા ને કાટલાનું ભાન ઝાડવાએ છાંયડાની માંડી દુકાન.... સૂરજ વિદાય થતાં લાગે સંકેલવા એ આમતેમ પાથર્યા પથારા માડે હિસાબ પડી એકલું તો વકરામાં કેટલાક હોય હાશકારા બાંધી લે ગાઠે ગણ્યા વિના એ પરચૂરણ સિક્કા જે પંખીના ગાન ઝાડવાએ છાંયડાની માંડી દુકાન.... કોઈને પણ થાય એને દેવાળું ફૂંકવાનો આવશે દિવસ આજકાલમાં આજ લગી તોય એનો વેપલો તો ચાલે છે સમજણની વ્હારની કમાલમાં એકલું એ ઝાડ નથી લૂંટાતું આમ એનું લૂંટાતું આખુંયે ખાનદાન. ૧૧૯ ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ એ માનવધર્મ છે ભૌતિક સમૃદ્ધિ મળી છે ખાવા-પીવા, પહેરવા, ઓઢવા અને ફરવા માટે. ભૌતિક સાધનો મળ્યાં છે તેનો બેફામ ઉપયોગ કરવો, અમર્યાદિત ભોગ ભોગવવા તેવા વિવેકહીન ઉપભોગની સંસ્કૃતિ (કે વિકૃતિ) ફૂલીફાલી રહી છે. કુદરતી સાધનોનો મનફાવે તેમ કહેવાતો ઉપયોગ હકીકતમાં દુરુપયોગ, અનીતિ અને અન્યાય છે જે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિષમતા સર્જી શકે. ૮૦ ટકા કુદરતી સાધનો (નેચરલ રિસોર્સીસ)ને માત્ર ૨૦ ટકા લોકો ભોગવે છે. ૮૦ ટકા લોકોને ભાગે માત્ર ૨૦ ટકા કુદરતી સાધનો આવે છે. પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકીની નથી. સમગ્ર જીવસૃષ્ટિની સહિયારી માલિકીની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવન છે. અનિયંત્રિત ભોગ-ઉપભોગોથી આ જીવોની વિરાધના કે હિંસા થશે. આશ્રમના એક અંતેવાસી જાજરૂ (શૌચક્રિયા) જઈ આવી સફાઈ માટે સાથે ખેતરમાંથી વધુ માટી લઈ આવ્યા ત્યારે ગાંધીજીએ એ માટીને ખેતરમાં પાછી મુકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ લીમડાની મોટી ડાળખી લઈ આવ્યા તો ગાંધીજીએ ચટણી માટે એ ડાળખી ચાર દિવસ ચલાવી. સ્નાન માટે પાણી પણ ખૂબ જ વિચારીને જરૂર પૂરતું જ વાપરે. એક દિવસ પાણીની આવી કરકસર જોઈ એક ભાઈએ બાપુને કહ્યું, “આટલી મોટી ખળખળ વહેતી સરિતા આપની પાસેથી વહી જાય છે તો પાણી વાપરવામાં આવી કંજૂસાઈ શાને કરો છો ?' બાપુએ કહ્યું, ‘ભાઈ, આ સાબરમતી મારા બાપાની નથી. આ નદીનાં જળ પર મારા દરેક રાષ્ટ્રબંધુઓનો અધિકાર છે. હું પાણીનો દુરુપયોગ કરું અને મારા દેશવાસી તરસ્યા રહી જાય ?' ૧૨૦
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy