SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar બંધમાંનો એક ડિમેર ભાષા બંધ છે. એ નવાઈ પમાડે એવું છે કે બંધોના નિર્માણથી આપણા સમયની સૌથી વિકરાળ સમસ્યા જળસંકટ - જે ગ્લોબલ વૉર્મિંગના પરિણામ સામે આવી રહ્યું છે-ની દષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. કોંક્રિટના પહાડ-હિમાલય વિસ્તારમાં બંધ-નિર્માણ' (માઉન્ટેન ઑફ કોંક્ટિ-ડેમ બિલ્ડિંગ ઇન હિમાલયાઝ)ના લેખક શ્રીપાદ ધર્માધિકારીનું કહેવું છે કે આ વિસ્તારમાં જળવાયુના પરિવર્તનની અસરની ગણતરી હજી સુધી કોઈ ખાસ બંધ વિશે કે સામૂહિક રીતે બંધો વિશે કરવામાં આવી નથી. જળવાયુના પરિવર્તનથી અસર પામેલા હિમાલયના વિસ્તારમાં બંધોના નિર્માણમાં કરોડો ડૉલરનું રોકાણ અત્યાધિક જોખમવાળી સંપત્તિ તેમ જ અકાર્યશીલ મૂડીમાં રોકાણ જ કહેવાશે. ટિબેટી છાજલીઓનો અભ્યાસ કરી રહેલી ચીની ટુકડીના એક વરિષ્ઠ એન્જિનિયર યુઆન હોંગનું કહેવું છે કે 'હિમાલયના હિમખંડો ઓગળવાથી નદીઓમાં ટૂંકા ગાળામાં તો ભરપૂર પાણી આવી જશે, પરંતુ લાંબે ગાળે આ નદીઓ સુકાઈ જશે.' જળ-વિદ્યુત યોજનાઓ, જ્યારે નદીઓમાં ભરપૂર પાણી હશે અને પછી જ્યારે પાણીની તંગી હશે ત્યારે આ બંને સ્થિતિમાં સંકટગ્રસ્ત જ રહેશે. આ વિરોધાભાસ તરફ ઈશારો કરતાં ધર્માધિકારી કહે છે, “મોટા ભાગના બંધોની ડિઝાઈન નદીઓના ઐતિહાસિક પ્રવાહના આંકડા પર આધારિત છે, એટલું જ નહીં, પણ માની લેવામાં આવ્યું છે કે આ નદીઓનો જળપ્રવાહ પૂર્વવત જળવાઈ રહેશે. એ વાતની પૂરી સંભાવના છે કે ભવિષ્યમાં કાં તો એમાં અત્યાધિક જળપ્રવાહ હશે જેનાથી એના રક્ષણ માટે જોખમ પેદા થઈ શકે છે. એ ઉપરાંત પૂર અને ડૂબના વિસ્તારમાં વધારો થઈ શકે છે અથવા ન્યૂનતમ જળ-પ્રવાહને પરિણામે આટલા વિશાળ રોકાણને પ્રતિકૂળ અસર પડી શકે છે.' નેપાળમાં આવેલા આંતરરાષ્ટ્રીય સમેતિ પર્વ વિકાસ કેન્દ્ર (આઈસીઆઈએમડી) અને જળવાયુ પરિવર્તન માટે આંતર-સરકાર પૅનલે પણ સ્વીકાર કર્યો છે કે જળવાયુ પરિવર્તનથી પર્વતીય અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં અત્યાધિક તોફાન અને પૂરની સ્થિતિ ઊભી થશે, હિમાલયના હિમખંડો પરના પોતાના રિપોર્ટ માં ૧૦૯ - KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg આઈસીઆઈએમઓડીએ કહ્યું છે કે, સન ૨૧૦૦ સુધીમાં ભારતીય ઉપ-મહાદ્વીપના તાપમાનમાં ૩.૫ સેલ્સિયસથી લઈને ૪૪ સેલ્સિયસ સુધીની વૃદ્ધિની શક્યતા છે. તિબેટની છાજલીઓમાં તો તાપમાનમાં એથીય વધુ વધારાની આશંકા બતાવી છે. જળવાયુ પરિવર્તનથી સામાન્ય પરિવર્તન જ નહીં થાય, બલકે એનાથી વધારે પવિર્તન પણ થઈ શકે. જળવાયુ પરિવર્તન ન્યૂનતમ અને અધિકતમ બન્ને તાપમાનોને અસર કરશે જેના પરિણામે વરસાદ અને તોફાન બંને અધિક તીવ્રતાવાળાં હશે. આ ભારે તોફાનો અને પૂરથી માત્ર જળ-વિધુત યોજનાના આર્થિક લાભને અવળી અસર પડે એવું નથી, પરંતુ કોંક્રિટના આ પહાડોની સુરક્ષા પણ જોખમમાં આવી પડશે. હિમખંડોથી બનેલાં આ સરોવરોનું એકાએક ફાટવું એ પણ સૂચિત બંધો અને અંતત: હિમાલયની નદીઓ અને રહેવાસીઓ માટે મોટું જોખમ છે. હિમખંડોનાં સરોવરોનું ફાટવું એ એક નવી સ્થિતિ છે. હિમાલયના અત્યાધિક ઊંચાઈવાળા વિસ્તારના હિમખંડો પીગળ્યા પછી બરફ અને શિલાઓના આ અસ્થાયી બંધોની પાછળ મોટાં સરોવરો બની જશે. બરફના બનેલા આ બંધો ધસી પડવાથી લાખો લિટર પાણી એકાએક છૂટશે જેનાથી મોટા પ્રમાણમાં પૂરની સંભાવના પેદા થશે. ૧૯૮૫માં નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પાસે આવેલા ‘ધ ડિગ તોશો' હિમસરોવરના ધસવાથી પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ થઈ ગયાં હતાં. એ ઉપરાંત એક જળવિદ્યુત કેન્દ્ર, હજારો એકર ફળદ્રુપ જમીન અને ૧૪ પુલ નાશ પામ્યાં હતાં. ભૂતાનના ભૂ-વિજ્ઞાન અને ખનન વિભાગના યેશી દોરજીના મતે જાન્યુઆરી, ૨૦૦૯માં ભૂતાન સરકારે ૨,૬૦૦ હિમ-સરોવરોની નોંધ કરી છે. એમાંનાં ૨૫ ખતરનાક રીતે ધસી પડવાના આરે છે. હિમ-સરોવરોના જોખમ વિશે જાગૃત ભૂતાન સરકાર પોતાની પૂર્વચેતવણીની પદ્ધતિમાં સુધારો પણ કરી રહી છે. જ્યારે બીજી બાજુ આ દેશ હાલમાં ભારત સાથે મળીને આ વિસ્તારમાં સૌથી મોટા બંધોમાંનો એક ૯૦ મીટર ઊંચો તાલા યોજના બંધનું નિર્માણ વાંગચુ નદી પર કરી રહ્યા છે. - દક્ષિણ એશિયાના એક અબજ અને લાખો ચીની નાગરિકો આ હિમાલયની નદીઓ પર આશ્રિત છે. આપણે વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરનારી આ ૧૧૦
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy