SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* સાધનો પર જે ખર્ચ આવી રહ્યો છે અને જેટલાં સાધનોની જરૂર પડી રહી છે, તે અત્યારથી જ પૃથ્વીની ક્ષમતા કરતાં વધારે છે. એમના નિર્માણ માટે પ્રાકૃતિક સ્રોતોનું દોહન અને માનવશ્રમનું શોષણ છેલ્લા પાંચ દાયકામાં નથી થયું એટલું હાલ વ્યાપક સ્તરે થયું છે. રાષ્ટ્રોની વચ્ચે અને રાષ્ટ્રોની અંદર પણ વ્યક્તિ દીઠ આવકમાં ઘણી જ અસમાનતા છે અને તે ઝપડથી વધી રહી છે. વિકાસના દોહનની આ સ્વચ્છંદી પ્રક્રિયામાં રાષ્ટ્રની વચ્ચે અને રાષ્ટ્રોની અંદર પણ વ્યક્તિ દીઠ આવકમાં ઘણી જ અસમાનતા છે અને તે ઘણી જ વધી રહી છે, તે એક પાસું છે. આખા વિશ્વના ૧/૪ લોકો વિશ્વની સંપત્તિના ૩/૪ હિસ્સાનો ઉપભોગ કરે છે. કોલસા, ડીઝલ, પ્રાકૃતિક ગૅસ અને વીજળી વગેરે ઊર્જા સંસાધનો ૮૦ ટકાથી પણ વધારે હિસ્સો વિકસિત દેશો વાપરી નાખે છે. દુનિયાના ઔદ્યોગિક રીતે વિકસિત ૧૦ દેશો (જે કુલ દેશોની સંખ્યાના ૭ ટકા છે). દુનિયાની ૭૦ ટકા ઊર્જા ખર્ચી નાખે છે. ઊર્જાની આ ખપતમાં એક બહુ મોટી અસમાનતા પણ છે. ગરીબો મોટે ભાગે હાલ પણ જૈવિક ઊર્જા સ્રોતો જેમ કે બળતણનાં લાકડાં, છાણાં વગેરે પર નિર્ભર છે, જ્યારે અમીરો ખનિજ ઊર્જા અને વીજળીનો વધારે ઉપયોગ કરે છે. ગરીબોની મહિલાઓ અને બાળકોને ઇંધણ એકઠું કરવાનું બહુ મોટું કામ હોય છે. ઊર્જાના ઉપયોગનું આ સ્વરૂપ વિકાસના મૉડલ સાથે જોડાયેલું છે અને એમાંથી બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે. એક, વિકાસના મૉડલમાં ૨૦ ટકા લોકોના વિકાસ માટે પૃથ્વીની ૮૦ ટકા સંપત્તિનું દોહન કરવામાં આવે છે અર્થાત્ જો ૧૦૦ ટકા લોકોનો વિકાસ કરવો હોય તો પૃથ્વીની ૪૦૦ ટકા સંપત્તિનો ઉપયોગ કરવો પડે. એનો સીધો ને સટ અર્થ એ થયો કે ઓછામાં ઓછી ચાર પૃથ્વીઓની જરૂર પડે ત્યારે બધાનો વિકાસ થઈ શકે. આ વિકાસના મૉડલની બીજી બાજુ એ છે કે પ્રકૃતિનું દોહન અને ઊર્જાની ખપતનું પરિણામ શું હશે ? ગાંધીજીએ જે સવાલ વિકાસનાં સંસાધનોની મર્યાદાઓને લઈને કર્યો હતો, તે સવાલ ઘણી ભયંકર રીતે જલવાયુ પરિવર્તનની અસર અને એના પરિણામ ૧૦૫ 13 0800 8 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ! સ્વરૂપ પૃથ્વીની સહનશીલતાના સંદર્ભમાં પણ કરી શકાય. જલવાયુ પરિવર્તનનો સૌથી મહત્ત્વપૂર્ણ સંકેત છે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે છ લાખ વર્ષમાં જેટલું પરિવર્તન નથી થયું એટલું હવે થવાની સંભાવના વધી ગઈ છે. પૃથ્વીના તાપમાનમાં હિમયુગના સમયથી અત્યાર સુધી જેટલી વૃદ્ધિ થઈ છે એટલી વૃદ્ધિ નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીનું તાપમાન જો બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય તો માનવનો વિકાસ ન થતાં એનો હ્રાસ શરૂ થઈ જાય. એની સાથે જ પૃથ્વીની ઈકોલૉજીને એવી ક્ષતિ પહોંચે કે એનાથી પ્રકૃતિના સ્રોતોની વચ્ચેનું સંતુલન પૂરેપૂરું બગડી જાય. ઔદ્યોગિકીકરણના છેલ્લાં ૨૦૦ વર્ષોમાં પૃથ્વીનું તાપમાન ૦.૭ ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તાપમાનની વૃદ્ધિના દરમાં પણ વધારો થયો છે. ઊર્જાના ઉપયોગમાં અમર્યાદ વૃદ્ધિને કારણે જેટલો કાર્બનડાયોક્સાઈડ (co.) ગૅસ છૂટે છે, એનો એક હિસ્સો વાતાવરણમાં ભળે છે, કારણકે ઝાડપાન, જમીન, સાગર વગેરે એક હદ સુધી એનું વિઘટન કરીને એને ફરી પ્રકૃતિના ચક્રમાં ભેળવી દે છે. અધ્યયન પરથી એમ જાણવા મળે છે કે ૨૧મી સદીમાં co2ના ઉત્સર્જનને એક હદ સુધી લઈ જવું હોય, જેથી જળવાયુ પરિવર્તન જોખમી સ્તર પર ન પહોંચે તો co ૢનું દર વર્ષે ઉત્સર્જન ૧૪.૫ ગીગા ટનથી વધારે ન થવું જોઈએ. (૧ ગીગા ટન =૧૦ ટન ૧૦૦ કરોડ ટન) જ્યારે વાસ્તવિક copના ઉત્સર્જનનું હાલનું પ્રમાણ લગભગ દર વર્ષે ૨૯ ગીગા ટન છે. જો કોઈ પણ રીતે co.ના ઉત્સર્જનને આ સ્તરેથી વધવા ન દઈએ તો આ સ્તરના ઉત્સર્જનથી ખતરનાક સ્થિતિ ઊભી થાય છે. એને માટે એક નહીં, બે પૃથ્વીની જરૂર ઊભી થશે. પૃથ્વી પોતાની સંપોષકતા જાળવી રાખે અને એની ભોજન અને બીજી સુવિધાઓ આપવાની ક્ષમતા એવી ને એવી રહે એને માટે કેટલાક દેશોની ભૂમિકા ઘણી મહત્ત્વની હશે. ખાસ કરીને એવા દેશો જેઓનું ઘણું વધારે ઉત્સર્જન કરે છે. co, ગૅસનું ઉત્સર્જન પૃથ્વીને ખતરનાક સ્તરે જે માત્રામાં લઈ જઈ શકે છે, તે ૯૦ ટકા અમીર દેશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ૧૦૬
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy