SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 689ી કિની પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધી20ની અમેરિકામાં વર્ષ ૨૦૦૪માં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મલ્ટિનેશનલ કંપની સામે દેશબહારના લોકો પણ કેસ દાખલ કરી શકે છે. ન્યૂ યૉર્કસ્થિત માનવઅધિકારો માટે લડનારી સંસ્થા સેન્ટર ફૉર કૉન્સ્ટિટયૂશનલ રાઈટ્સ દ્વારા શેલ કંપની સામે નાઈજીરિયામાં આચરેલા ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સારોવિવાનો દીકરો તેમ જ અન્ય ઓગોની લોકોના વારસદારો આમાં જુબાની આપી રહ્યા છે. કેટલાક સાક્ષીઓને શેલે નોકરી આપવાની લાલચ આપી હતી. કારાલોલો કોગબારા બેને ૧૯૯૩માં શેલ કંપની પાઇપલાઇન નાખવા માટે બુલડોઝર દ્વારા મકાનો તોડી રહી હતી ત્યારે વિરોધ કરતાં ગોળીબારમાં હાથ ગુમાવ્યો હતો તે પણ જુબાની આપશે. છેલ્લા સમાચાર પ્રમાણે શેલ કંપની તેમ જ કેન સારોવિવા અને અન્ય આઠ લોકો જેમને ફાંસી આપવામાં આવી હતી તેમના પરિવારો વચ્ચે થયેલા સેટલમેન્ટ પ્રમાણે ૫૦ લાખ ડૉલરની રકમ આપશે. તેમાંથી ત્રીજા ભાગની રકમ સામાજિક વિકાસ માટેના ફંડમાં જમા કરવામાં આવશે. જેકે, શેલ કંપની કહી રહી છે કે સેટલમેન્ટની રકમ આપવાથી કંપનીએ કોઈ ગુનો કર્યો છે એવી માન્યતાની કોઈ સ્વીકૃતિ આમાં નથી. અત્યારે એવું ચિત્ર પણ આપણી સામે છે કે નાઈજીરિયામાં કેટલાંક સશસ્ત્ર જૂથો પણ કંપનીઓ પાસેથી ધાકધમકી દ્વારા પૈસા પડાવે છે. નાઈજીરિયન નેશનલ પેટ્રોલિયમ કૉર્પોરેશનના કહેવા પ્રમાણે એક બૉમ્બ દ્વારા ઉડાડી મૂકેલી પાઇપલાઇનને પુનઃ ચાલુ કરવાના કામ માટે પોતાના ટેક્નિકલ સ્ટાફને કામ કરવા દેવામાં કોઈ મુશ્કેલી ન આવે માટે એક ગ્રુપને એક કરોડ ૨૦ લાખ ડૉલરની ધનરાશિ આપવામાં આવી હતી. આ રાશિ ઓગોની લોકોને આપેલી રકમ કરતાં ખૂબ વધારે છે. વર્ષ ૧૯૯૩થી શેલ કંપનીએ ઓગોની લોકાના વિસ્તારમાં લોકલડતને ધ્યાનમાં રાખી તેલ ઉલેચવાનું બંધ કર્યું છે. સમગ્ર ચિત્રને ધ્યાનમાં લેતાં કૉર્પોરેટ સેક્ટર વધારે જવાબદાર બનશે તેવી આશા રાખી શકાય. હરિયાળા બંધારણનું જન્મસ્થળ (બંધારણીય પ્રકૃતિને કાયદાકીય અધિકારો અને ભૂમિન્યાયશાસ્ત્ર ઈકવાડૉરનું ક્રાંતિકારી પગલું) અર્થવ્યવસ્થા પ્રાકૃતિક સંસાધનોના દોહન પર જ ટકેલી છે, તે લેટિન અમેરિકાના નાનાસરખા દેશ ‘ઇક્વાડોરે' પર્યાવરણ બંધારણ ઘડીને પ્રકૃતિને કાયદાકીય અધિકારો આપ્યા છે. જ્યાં આખેઆખી માનવસંસ્કૃતિ આત્મહત્યા તરફ જઈ રહી હોય, ત્યાં પ્રકૃતિને સજીવ માનીને એને કાયદાકીય અધિકારો આપવા એ ૨૧મી સદીનું સૌથી મહત્ત્વપૂર્ણ, ગૌરવપૂર્ણ અને દૂરંદેશીવાનું પગલું કહી શકાય. આપણે ભારતવાસીઓ અનંતકાળથી પ્રકૃતિને જીવંત અને આપણી સહયાત્રી માનતા આવ્યા છીએ. આપણે આમાંથી કંઈક શીખીને પર્યાવરણીય અત્યાચારની સામે આપણો અવાજ બુલંદ કરવો જોઈએ. પ્રસ્તુત છે ગાર સ્મિથનું ચિંતન. ગયા ડિસેમ્બરમાં ઍસોસિયેટેડ પ્રેસ (એપી)એ એક સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ઈવાડૉરનું એક નવું બંધારણ ‘ડાબેરી રાષ્ટ્રપતિ રાફેલ કોરિયાના અધિકારોમાં ઘણો વધારો કરશે.' એપીએ પોતાના લેખમાં કહ્યું છે કે આ બંધારણને દેશના ૬૫ ટકા મતદાતાઓએ મંજૂરી આપી છે. આ બંધારણમાં ‘વિશ્વવિદ્યાલય સુધી મફત શિક્ષણ અને ઘરમાં જ રહેતી માતાઓને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.' એપીના આ રિપોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ હકીકત જે બંધારણ સાથે સંબંધિત છે એને નજરઅંદાજ કરી છે. એ હકીકત છે - ઇક્વાડૉરના મતદાતાઓએ ‘પર્યાવરણ બંધારણ’ નામના વિશ્વના પ્રથમ દસ્તાવેજ પર પોતાની મહોર મારીને માનવઈતિહાસમાં પ્રથમ વાર પ્રકૃતિને ‘અહસ્તાંતરણીય અધિકાર' આપ્યો છે. થોડા વખત પહેલાં તો ક્યાંયથી એવું લાગતું ન હતું કે ઈવાડૉર પૃથ્વીનું પ્રથમ ‘હરિયાળા બંધારણનું જન્મસ્થળ બનશે. અમેરિકન કર્થદાતાઓ, વિશ્વબેંકે ૯૬
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy