SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g (Environment crisis) એ થઈ કે ઑક્સિજન (જેને હવે આપણે પ્રાણવાયુ કહીએ છીએ !) બન્યો. આ ઑક્સિજન એટલે પહેલો કચરારૂપી નકામો પદાર્થ (વેસ્ટ પ્રોડક્ટ) જેનાથી ફોટો બેક્ટેરિયા મરવા લાગ્યા! એટલે માતા પૃથ્વીએ બીજી શોધ કરી, તે ઑક્સિજન પર જીવી શકે તેવી બ્લ્યુ ગ્રીન આલ્ગી અને બીજાં જીવંત પ્રાણીઓની અને આ પ્રાણીઓની લાઈનમાં છેલ્લે આવ્યા આપણે - માનવ ! આમ માનવ એટલે વેસ્ટમાંથી બેસ્ટ ! કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં તેની સામે પડકારો આવ્યા. સંતુલન ખોરવાયું. શ્રી અરવિંદે કહ્યું, "A scientist played with atomos and blew out the universe, before God had time to shout". માનવજાતનો જેમજેમ વિકાસ થતો ગયો તેમ કૃષિયુગથી ઔદ્યોગિકયુગ ઓળંગી અને હવે આપણે જ્ઞાનયુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. એ સાથે છેલ્લાં થોડાં વર્ષોમાં માનવસૃસ્ટિ પર શાસન કરવાને બદલે હળીમળીને રહેવાનો અર્થ સમજાતો જાય છે. એ પણ સ્પષ્ટપણે સમજાતું જાય છે કે, જે ટેક્નૉલૉજી પર્યાવરણને સમજીને આગળ વધે છે તે જ ટકી શકે છે. વિશ્વની મોટીમોટી કંપનીઓ દર વર્ષે અબજો રૂપિયા રિસર્ચ અને ડેવલપમેન્ટ (R & D)માં ખર્ચે છે. છેલ્લાં કેટલાંક વર્ષોના અભ્યાસથી આ R & Dના ૭૫%થી પણ વધુ ભાગ પર્યાવરણલક્ષી પ્રક્રિયાઓ કે પ્રોડક્ટસ બનાવવામાં વપરાય છે. - પર્યાવરણલક્ષી ટેક્નૉલૉજીની ખાસિયત છે - ટકાઉ (Sustainable), શક્તિ અને પદાર્થોનો કાર્યક્ષમ ઉપયોગ, આડપેદાશો નહિવત્ બને અને જે બને તેનો ફરી ઉપયોગ થાય તેમ જ બુદ્ધિયુક્ત અને જીવંત હોય. આવી નવી ટેક્નૉલૉજીનો યુગ શરૂ થઈ ગયો છે, જેમાંનાં કેટલાંક ઉદાહરણો આ મુજબ છે – બીજી ટકાઉ હરિત ક્રાંતિ (Sustainable green revolution), સપ્તરંગી ક્રાંતિ (Rainbow revolution), જીનોમ પ્રોજેક્ટ, ખારા પાણીથી ખેતી અને પાણીની કાર્યક્ષમ વપરાશ, બાયો ફર્ટિલાઈઝર અને બાયો પેસ્ટિસાઈડ, બાયો પોલીમર્સ અને બાયોફ્યુઅલ, ઇન્ફર્મેશન ક્રાંતિ, ગ્લોબલ વિલેજ વગેરે. આ સિવાય બીજા ઘણા દાખલા આપી શકાય, પણ આ બધામાં મુખ્ય વાત એ છે કે, આ બધામાં પર્યાવરણ કેન્દ્રસ્થાને રહે છે. એટલે કે એ તરફ પર્યાવરણના વધતા જતા પ્રશ્નો ૯૧ 38 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે !* છે તો એની સામે નવું વિજ્ઞાન ઉકેલ તૈયાર કરવામાં પણ વ્યસ્ત છે. એટલે નીચેની બે વાત સ્પષ્ટ છે. (૧) આપણે સમજી ગયા છીએ કે પર્યાવરણનો પ્રશ્ન છે અને તે એક મોટો પ્રશ્ન છે. આ એક ખરાબ સમાચાર છે. તો બીજી તરફ માણસજાતને જ્ઞાન અને કૌશલ મળ્યાં છે તેનો ઉપયોગ કરી આ પ્રશ્નને હલ કરવાનું સામર્થ્ય પણ ધરાવે છે, જે એક સારા સમાચાર છે. આ પર્યાવરણ ઉપનિષદની શરૂઆત થાય છે સમગ્ર સૃષ્ટિના વિચારથી. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે - જે અનંત, મહાન છે, તેમાં સુખ છે, અલ્પમાં સુખ નથી. (યા હૈ ભૂમા: તત્સુલમ્ નામ્ટે મુલતા) આ અગાધ વિશ્વમાં આપણી ધરતી એક બિંદુસમાન છે. એ બિંદુમાં આપણી ધરતીમાતાના સંતાન તરીકે બીજા ભાંડરડાઓ સાથે રહેતાં શીખવું. સમત્વમાં રહેવું એ પર્યાવરણ ઉપનિષદનું પહેલું પગથિયું. આમ સમગ્ર ચેતનાના એક અવિભાજ્ય અને સજાગ ભાગ તરીકે પૃથ્વી માતા છે એમાં હળીમળીને રહેતાં શીખવું એ પર્યાવરણ ઉપનિષદનો મંત્ર છે! (જાપાન ક્રિએટિવિટી સોસાયટી, ટોકિયામાં આપેલ વક્તવ્યને આધારે. ડૉ. મુનિભાઈ મહેતા ‘ધ સાયન્સ આશ્રમ’ અને ‘ગુજરાત લાઈફ સાયન્સીઝ’ સંસ્થાના પ્રમુખ છે. આ પહેલાં ગુજરાત એગ્રીકલ્ચર યુનિ.ના કુલપતિ તરીકે તેમ જ જી.એસ.એફ.સી. સાયન્સ ફાઉન્ડેશન અને ભાભા ઍટોમેટિક રિસર્ચ સેન્ટરના વિજ્ઞાની તરીકે સેવા આપી ચૂકયા છે.) ૯૨
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy