SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 0.89%80%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ થી 8થBE પણ લગભગ એટલો જ co, વાતાવરણમાં છોડશે જેટલો એણે ગયા દાયકામાં છોડેલો." આનો અર્થ સ્પષ્ટ છે. જીવનશૈલી બદલવાનાં કડક પગલાં લેવાયાં નથી અને નીતિગત ફેરફારો માત્ર કાગળ પર જ રહ્યા છે. ક્લાયમેટ ચેંજ એ ફક્ત પર્યાવરણીય બાબત નથી, પરંતુ માનવઅધિકારનો મુદ્દો પણ છે. યુગાન્ડા દેશના પ્રમુખ શ્રી યોવેરી મુસેવીની કહે છે - “ક્લાયમેટ ચેંજ એટલે પૈસાદાર લોકોનું ગરીબો પરનું વધુ એક આક્રમણ', પૈસાવાળાઓની ઊર્જાની બગાડ કરતી નીતિ તેમ જ જીવનશૈલીને પરિણામે સુંદરવન અને બાંગ્લાદેશના ખેડૂતો તેમ જ યુગાન્ડા અને ન્યુરલીયન્સના ગરીબ નાગરિકોને સહન કરવું પડે છે. અમેરિકા વધુપડતો ઊર્જાનો ઉપયોગ તેમ જ બગાડ ઓછો કરવાનું જ્યાં સુધી નહીં વિચારે ત્યાં સુધી નવી નીતિઓ, કરારોનો કોઈ અર્થ નથી. આ મુદ્દાના અમલીકરણની વેળા વીતી રહી છે. (સંદર્ભ : ફૉરેન પૉલિસી ઈન ફોક્સ - ‘ભૂમિપુત્ર' સૌઃ સ્વાતિબહેન) 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક તેટલાં ક્રાંતિકારી પગલાં લે, તેમના જેવા દેશના ગરીબ નાગરિકોનું ભાવિ કોઈ બીજાના જ હાથમાં છે, જે હાથ મોટીમોટી કારો (SUVs) ચલાવે છે, એરકંડિશનરો વાપરે છે અને ગ્રીન હાઉસ વાયુઓ છોડવા પર પ્રતિબંધ મૂકતા ઠરાવો પર સહી કરવાની ના પાડે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ગ્લોબલ વૉર્મિંગની આવી પ્રતિકૂળ અસરો ફક્ત ભારત કે બાંગ્લાદેશ પર થાય છે તેવું નથી. સેશેલ્સ જેવા ટાપુઓનો તો કુલ ભૌગોલિક વિસ્તાર જ સમુદ્ર ઊંચો આવવાને કારણે ઘટી જવાનો છે. નેધરલૅન્ડ જેવા સમુદ્રની સપાટીથી નીચાણના વિસ્તારના દેશો તો હંમેશાં દહેશતમાં જ જીવે છે, એટલું જ નહીં, આર્કટિકમાં બરફ ઓછો થઈ રહ્યો છે, અમેરિકાના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં દુકાળ - આ બધી જ ચેતવણીઓ છે. કલાયમેટ ચેંજ તરફ હવે જોકે બધાનું ધ્યાન ખેંચાવા માંડ્યું છે ખરું, જેની ખૂબ તાતી જરૂર હતી. અમેરિકાના ભૂતપૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અલગોરે' આ વિષય પર એક ફિલ્મ બનાવી છે જેનું નામ “એક તકલીફ આપનારું સત્ય” જેને એકેડેમી એવૉર્ડ પણ મળ્યો છે. વૉલમાર્ટ જેવી કંપનીઓ અને પેન્ટાગોન પણ ઊર્જાની બચતની વાત કરવા માંડ્યા છે ! 'Live-Earth' જેવા કાર્યક્રમો વિશ્વભરમાં આયોજિત કરવામાં આવ્યા. અરે ! વૈશ્વિકીકરણના ‘ગુરુ’ ગણાતા થોમસ ફ્રીડમન નામના પત્રકારે પણ આ મુદ્દાઓ અંગે ધ્યાન આપવું પડશે તેવું સત્તાવાર રીતે સ્વીકાર્યું છે અને ધ્યાન આપવું જ પડશે, કારણકે આંતરરાષ્ટ્રીય અભ્યાસોના વડાએ પણ કહ્યું છે કે ગ્લોબલ વૉર્મિંગ અંગેના બધા જ તર્ક-વિતર્કો ખોટા પડ્યા છે અને સૌથી ભયાનક પરિણામો આપણી સામે છે. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. કેટલીક બાબતોમાં ધરખમ ફેરફારો નહીં કરીએ તો પસ્તાવા સિવાય બીજું કશું જ આપણી પાસે બચવાનું નથી. પરંતુ મહત્ત્વની અને કમનસીબીની વાત એ છે કે અમેરિકાની હાલની સત્તા ગ્લોબલ વૉર્મિંગના મુદ્દાને જોઈએ એટલું મહત્ત્વ આપતી નથી. અમેરિકાએ ૧૯૯૭માં ક્યોટો કરાર પર સહી તો કરી, પરંતુ ગ્રીન હાઉસ વાયુઓમાં કમી કરવા માટે અસરકારક પગલાં લેવા તરફ આજ સુધી ધ્યાન આપ્યું નથી. માર્ચ ૨૦૦૭ના અમેરિકન સરકારના ક્લાઇમેટ એક્શન રિપોર્ટ પ્રમાણે “અમેરિકા આવતા દાયકામાં ૮૧ ૮૨
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy