SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક દુનિયાના દેશોએ અલગ અલગ, અથવા સાથે મળીને, પોતપોતાના અનિયંત્રિત ભોગ-વિલાસ અને કહેવાતા ‘આર્થિક વિકાસની આંધળી દોટ પર નિયંત્રણ મૂકવું જ પડશે. ‘વિકાસ’ સાધવો હોય તો તે એવો ને એવી રીતે સાધવો પડશે જે કુદરત સાથે સંતુલન અને સંવાદિતામાં હોય. જો એમ નહીં કરીએ તો કુદરતના કાઓ ખાઈ તેની કિંમત ચૂકવવી જ પડશે, જેની નિશાનીઓ આગળ વાત કરી તેમ આજે મળવા જ લાગી છે. કદાચ મહાત્મા ગાંધી જે કહી ગયા હતા તે આજે યાદ કરવા જેવું લાગે છે કે, આખીય માનવજાતિની જરૂરિયાતો પૂરી કરી શકે તેટલાં સંસાધનો અને સંપત્તિ પૃથ્વી પાસે જરૂર છે, પરંતુ માત્ર એક જ માણસના લોભ અને આંધળી ઇચ્છાઓ પૂરી કરવાની હોય તો તે માટે આખી પૃથ્વીનો ભંડાર પણ ઓછો જ પડવાનો છે ! (સપ્રેસ) ગ્લોબલ વૉર્મિંગની પ્રતિકૂળ અસર બંગાળના અખાતમાં આવેલા મોસમી ટાપુના બલિહાર ગામમાં વસતા મુસ્તફાઅલી નામના ખેડૂતની ૧૨ વીઘા જમીન ગયા વર્ષે દરિયામાં સમાઈ ગઈ, એટલું જ નહીં, ખેતી છોડીને મુસ્તફા હવે માછીમારીથી પોતાના કુટુંબનું ભરણપોષણ સુંદરવનના દક્ષિણ તરફના ૧૩ ટાપુઓની જમીનો દર વર્ષે સમુદ્રની વધતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતિવાળો ‘લોહાચારા' ટાપુ તેમ જ બીજો ‘સુપારીભંગા' નામનો નિર્જન ટાપુ તો પૂરેપૂરા સમુદ્રની નીચે આવી ચૂક્યા છે. બલિહાર ગામે દરિયાનું પાણી જમીનો તથા ગામમાં ધસતું રોકવા માટે બનાવેલા ચાર પાળા અત્યાર સુધીમાં તૂટી ગયા છે, છતાં લોકો નિરાશ નથી થયા અને પાંચમો પાળો બનાવી રહ્યા છે. ગામમાં કોઈની આઠ વીઘા તો કોઈના ખેતરનો અડધોઅડધ ભાગ સમુદ્ર હડપ કરી ગયો છે. ત્યાંના લોકો બતાવે છે - જ્યાં આજે સમુદ્ર છે, નાવડીઓ ફરે છે ત્યાં એક વખતે એમની ડાંગરની ક્યારીઓ હતી. આ વાત છે બંગાળના ગંગા-બ્રહ્મપુત્રાના મુખત્રિકોણ (delta)ની. આ મુખત્રિકોણના અભ્યાસી-નિષ્ણાત એવા પ્રનોબેસ સન્યાલ કહે છે, “અગાઉ સમુદ્રની સપાટી વધવાની વાત હું જરા પણ માનતો ન હતો, પરંતુ આજે જે પ્રત્યક્ષ જોઉં છું તેના પરથી હું હવે માનું છું કે ક્લાયમેટ ચેંજની આ ઘટના ખરેખર બની રહી છે, એટલું જ નહીં, ૧૯૯૫ સુધી ગંગા-બ્રહ્મપુત્રાના આ મુખત્રિકોણના કુલ વિસ્તારમાં સિસ્ટંગને કારણે પ્રતિવર્ષ વધારો નોંધાયો છે, પરંતુ ૧૯૯૫ પછી પરિસ્થિતિએ ધો વળાંક લઈ લીધો છે. એનાં ગંભીર પરિણામો આજે આપણી ઊંઘ ઉડાડી દેનારાં છે. સુંદરબન પ્રતિવર્ષ તેની ૧૦૦ કિ.મી. જમીન ગુમાવી રહ્યું છે.' ૭૮
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy