SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * પર્યાવરણના પ્રશ્ન કાળજીપૂર્વક સંશોધન જરૂરી આબોહવાનું પરિવર્તન અથવા તો climate Changeની ઘટના પરત્વે આજે દુનિયાના ઘણા વિજ્ઞાનીઓનું ધ્યાન દોરાઈ રહ્યું છે. આપણી નજીકની જ વાત લઈએ તો વર્ષ ૨૦૦૭ના ચોમાસામાં મુંબઈમાં એક જ દિવસમાં એકસાથે એટલો બધો વરસાદ પડયો કે રસ્તાઓની નદીઓ થઈ ગઈ, બધો જ વાહનવ્યવહાર દિવસો સુધી ખોરવાયો અને જાનમાલની ભારે હાનિ થઈ. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ભારે અતિવૃષ્ટિ અને પૂરનાં તાંડવો રચાયાં. આ પછીનાં થોડાં અઠવાડિયાંમાં અમેરિકામાં રીટા અને કેટ્રિના જેવાં તોફાન અને વાવાઝોડાં ભારે વિનાશ વેરી ગયાં. વળી, દક્ષિણ ભારતના પ્રદેશોમાં પૂરથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ, મુંબઈના વરસાદ વિશે તો કેટલાક વયોવૃદ્ધ સજજનોને કહેતા સાંભળ્યા કે છેલ્લાં સાઠ વર્ષમાં એકસાથે આટલો બધો વરસાદ થતો જોયો નથી ! છાપાંમાં આ વિશે થોડા દિવસ ચર્ચા થઈ અને પ્લાસ્ટિકની કોથળીઓ પરના પ્રતિબંધની પણ વાત થઈ અને એના અમલ તરફ પણ વળ્યા. અલબત્ત, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ તો કુદરતની સામાન્ય ઘટના છે, ચાલ્યા કરે અને તેની શું ચિંતા કરવી આમ કહી શકાય. પહેલાં પણ આવી ઘટનાઓ બનતી, મોટા દુકાળો પડતા અથવા તો ભારે વરસાદ પડતો અને તેથી તો આપણી ભાષામાં બારે મેઘ ખાંગા થયા, વાદળાં ફાટ્ય આવા શબ્દો છે. પરંતુ ડૉ. પંકજ જોષી આવી ઘટનાઓને સામાન્ય ન ગણતા આ બાબતે ઊંડો વિચાર કરવા પ્રેરે છે. તેમના મતે જો સમગ્ર દુનિયાની આબોહવા તથા પર્યાવરણને એકસાથે લઈએ અને પાછળના થોડા દાયકાઓને એકસાથે વિચારીએ તો એવો ખયાલ આવે છે કે આ વિશે કાળજીપૂર્વકના વિચાર તથા સંશોધનની આવશ્યકતા છે. ૨૦૦૩ના ઉનાળામાં યુરોપમાં એવું તો ગરમીનું મોજું આવ્યું કે આશરે ૩૪,૦૦૦ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં. આ વિચિત્ર ઘટના હતી. આમ ૭૩ - the fપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ નથી * તો યુરોપનો ઉનાળો ભારે મજાનો ગણાય છે. યુરોપના કોઈ પણ દેશમાં તમે મુસાફરી કરશો તો જોશો કે કોઈ પણ ઘરમાં ક્યાંય આપણા દેશમાં છે તેવા છતના પંખાઓ નથી, કારણકે ત્યાં ક્યારેય તેની જરૂર પડતી જ નથી. આ પહેલાં ૨૦૦૨ની શરૂઆતમાં, લારસનની બરફની છાજલીમાંથી લગભગ ૩,૨૦૦ ચોરસ કિલોમીટરના કદનો મોટો બરફનો પર્વત તૂટી પડ્યો અને દક્ષિણ સમુદ્રમાં લપસી ગયો. આખાય બાલીના ટાપુ કરતાંય આ પર્વતનું કદ મોટું થાય. આ પહેલાં ૨૦૦૪ના ઉનાળામાં જ વાવાઝોડા તથા હરિકેનની એક શંખલા રચાઈ હતી. છ અઠવાડિયામાં ચાર મોટાં તોફાનો દક્ષિણ અમેરિકા તથા કેરેબિયન વિસ્તારોને ધમરોળી ગયાં અને માત્ર હાઈટી ટાપુમાં જ ૨૦૦૦થી વધુ લોકો આ કુદરતી આપત્તિનો શિકાર થઈ ગયા. શું આ ઘટનાઓને, કુદરતમાં એ તો ચાલ્યા જ કરે તેવી સામાન્ય ઘટનાઓ ગણવી કે પછી તે વાતાવરણ તથા આપણી પૃથ્વીની આબોહવામાં થઈ રહેલા મહત્ત્વના ફેરફારોની નિશાનીરૂપે ગણવી જોઈએ ? કોઈ વિજ્ઞાની તમને આજે તેનો ચોક્કસરૂપે ‘હા’ અથવા ‘ના’માં ઉત્તર નહીં આપી શકે, કારણકે મોટી સંખ્યાનાં અને અનેકવિધ પરિબળો આવા પર્યાવરણના ફેરફારો પાછળ ભાગ ભજવતાં હોય છે અને એ બધાંની એકસાથે ગણતરી મોટાં મોટાં કૉપ્યુટરોના ઉપયોગ પછી પણ ભારે મુશ્કેલ હોય છે. પરંતુ આ સાથે ઘણાબધા વિજ્ઞાનીઓ આજે એવી પણ આગાહી કરી રહ્યા છે કે સમગ્ર વાતાવરણ તથા પર્યાવરણનું વધતું જતું ઉષ્ણતામાન તે આપણી આબોહવા તથા ઋતુઓને વધારે ગરમ, ભેજવાળી તથા પવનના અવનવા પ્રવાહો ઊભી કરનારી બનાવી રહ્યું છે, આટલું જ નહીં, પણ આ કારણે જ આબોહવા વધારે અનિશ્ચિત અને તોફાની પણ બને છે. આપણને આજે એટલી તો ખબર પડી છે કે છેલ્લાં દોઢસો વર્ષનો વિચાર કરીએ તો પૃથ્વીની આજુબાજુના વાતાવરણનું સરેરાશ ઉષ્ણતામાન ૦.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું વધ્યું છે. આટલા જ સમયમાં વાતાવરણમાં જે અંગારવાયુ અથવા કાર્બનડાયોક્સાઈડ છે તેની માત્રામાં પણ પહેલાં કરતાં ચાળીસ ટકા વધારો થઈ ગયો છે. આપણી પૃથ્વી આશરે ૬,૪૦૦ કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો એક મોટો ૭૪
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy