SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક હાલ ભારતમાં ગ્રીન હાઉસ ગેસોનું વ્યક્તિ દીઠ ઉત્સર્જન ૧.૯ ટન છે, પરંતુ એમાં ઘણી ઝડપથી વધારો થઈ રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં તે ૧.૦૧ ટન જ હતું. વ્યક્તિ દીઠ ઉત્સર્જનને બદલે કુલ ઉત્સર્જન જોઈએ તો ભારતનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે. ભારત દ્વારા થતા ઉત્સર્જનમાં જો વધારો થાય તો પૃથ્વીના કુલ ઉત્સર્જનના પ્રમાણમાં ઘણી વૃદ્ધિ થાય. ગ્રીન પીસના હાલના આંકડા પ્રમાણે ભારતમાં થતા ઉત્સર્જનને વર્ગ પ્રમાણે જોઈએ તો દેશના ૧૫ કરોડ મધ્યમ વર્ગના લોકોનું ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન નીચલા ૯૦ કરોડ લોકોના ઉત્સર્જન કરતાં ૪.૫ ગણું વધારે હોય છે. આ ૧૫ કરોડ લોકો વ્યક્તિ દીઠ ઉત્સર્જન ઓછું કરે એમ કહેતા હોઈએ તો ન્યાયની દષ્ટિએ આ માગ આપણા દેશના ૧૫ કરોડ લોકો પાસે પણ કરવી જોઈએ. - ગ્રીન પીસ પ્રમાણે ૨.૫ ટન એરકંડિશન્ડ, દર કલાકે પાંચ કિ.ગ્રા. વૉશિંગ મશીન અને દર કલાકે ત્રણ કિ.ગ્રા. ગિઝર મારક્ત કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. આમ આ વર્ગ ફ્રીઝ, હેરડ્રાયર, વૉશિંગ મશીન, વિદ્યુત શેવર વગેરે સાધનોનો ઉપયોગ કરે છે ત્યારે કાર્બનડાયોક્સાઈડ બહાર પડે છે. આપણા દેશમાં વીજળી પૂરી પાડવા માટે જળવિદ્યુત, પવન ઊર્જા, સૌર ઊર્જા વગેરે ઓછાં વપરાતાં હોવાથી અને કોલસાથી ઉત્પન્ન થતી વીજળીનું જ મુખ્ય યોગદાન હોવાથી કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જનનું પ્રમાણ વધારે હોય છે. બીજો પ્રશ્ન એ છે ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં આપણે ઘટાડો કરીએ કે એને સ્થિર રાખીએ તો આપણા વિકાસના પ્રયાસ પર એની અવળી અસર પડશે ? આ પ્રશ્નના જવાબ માટે આપણી દષ્ટિએ અમેરિકા તરફ નહીં, પણ ડેન્માર્કના અનુભવો તરફ હોવી જોઈએ. ૨૦૦૫ના માનવવિકાસના નિવેદન પ્રમાણે ડેન્માર્કની વ્યક્તિ દીઠ આવક અને ખરીદશક્તિનું મૂલ્ય ડૉલરમાં ૨૧૪૮૫ ડૉલર છે, એટલે કે ભારતના ૨૮૯૨ ડૉલરની તુલનામાં ૭.૫ ગણું વધારે છે. ડેન્માર્કમાં વ્યક્તિ દીઠ આવક ભારતની તુલનામાં ૭.૫ ગણી વધારે હોવા છતાં, એનું ગ્રીન હાઉસ ગેસોનું વ્યક્તિ દીઠ ઉત્સર્જન આપણી સમકક્ષ છે, એટલે કે ૧.૯ ટન છે. એટલે કેવા પ્રકારની જીવનશૈલી અને ટેકનૉલૉજી વાપરીને ડેન્માર્કે પોતાની આવકનો સ્તર ઊંચું હોવા છતાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જનનો સ્તર નીચો રાખ્યો છે તે જાણવું - ૬૧ - »», પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 2. 08.08 જરૂરી છે. આપણે ભારતના કોઈ પણ શહેરની સડકો પર સવાર અને સાંજના વ્યસ્ત સમયમાં ઊભા રહીને જોઈએ તો એ સડકો કારો, બૈ પૈડાંવાળાં અને ત્રણ પૈડાંવાળાં વાહનોથી ભરેલી હોય છે, પરંતુ એવા જ સમયે આપણે ડેન્માર્કની રાજધાની કોપનહેગનની સડકો પર નજર નાખીએ તો ત્યાંના ૫૦ ટકા નાગરિકો સાઈકલ જેવા પ્રદૂષણરહિત વાહનનો ઉપયોગ કરતા દેખાય છે. ભારત પોતાની જરૂરિયાત મુજબનું ૭૫ ટકા તેલ આયાત કરે છે છતાં પણ દેશમાં ડીઝલ, પેટ્રોલના ભાવ આયાત કરવામાં થતા ખર્ચ કરતાં ઓછા રાખે છે, કારણકે જો ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારીશું તો વિકાસ પર અવળી અસર પડશે એમ માનવામાં આવે છે. આમ કરવાથી આપણા દેશમાં તેલની બચતને પગલે એનો બેહદ ઉપયોગ કરતી ટેક્નૉલૉજીને પ્રોત્સાહન મળે છે. ૧૯૭૩માં જ્યારે તેલના આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા ત્યારે ડેન્માર્ક ભાવ ઓછા કરવાની નીતિ અપનાવવાને બદલે આયાત કરેલા તેલ પર કર નાખ્યો. પરિણામે એ દેશમાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓને ઊર્જાની બચત કરતાં સાધનો, મશીનોનો વિકાસ અને ઉપયોગ કરવાની પ્રેરણા મળી. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ડેન્માર્ક થોડી ઊર્જા વાપરતાં સાધનોનું સૌથી મોટું ઉત્પાદન અને નિકાસકાર બની ગયું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં એમની નિકાસમાં ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે. - ડેન્માર્ક ઊર્જાના વૈકલ્પિક અને સ્થાયી સોતોનો વિકાસ પણ કર્યો. પવન ઊર્જામાં ડેન્માર્કની ઉપલબ્ધિઓને આખા વિશ્વમાં માન્યતા મળી છે. પવન ઊર્જામાં વપરાતાં મશીનો અને સાધનોનું તે સૌથી મોટું નિકાસકાર છે. ઊર્જાની વપરાશમાં ઘટાડો કરવાના પ્રયાસથી એના વિકાસ પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી, બલકે એણે થોડી ઊર્જા વાપરતાં સાધનોના નિકાસને નવી તક પૂરી પાડી. પરિણામે લાંબા ગાળે વિકાસને ગતિ તો મળી જ, રોજગોરની નવી તકો પણ ઊભી થઈ. આજે બીજાં રાષ્ટ્રોની તુલનામાં યુરોપના ડેન્માર્કમાં બેકારી સૌથી ઓછી છે. - ભારત પોતાની નીતિઓ નક્કી કરવામાં અમેરિકાને અનુસરે છે અને પોતાના દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર ઊર્જા સાધનોની ઉત્પાદન ટેક્નૉલૉજી અપનાવતું રહ્યું છે. આથી જ દેશમાં આયાત કરેલા તેલનું પ્રમાણ અને આયાત ૬૨
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy