SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 3g અહીં બેઠેલા તમે બધા, તમારી સરકારોના પ્રતિનિધિ હશો, વેપારી કે ધંધાદારી હશો, આયોજનકાર હશો, પત્રકાર કે રાજનેતા હશો, પણ સાચી વાત તો એ કે તમે કોઈકનાં માતા-પિતા છો, કોઈકનાં ભાઈ-બહેન છો, કોઈના કાકા તો કોઈના માસા કે મામા છો, તો કોઈકનાં કાકી, માસી કે મામી છો, નહીં તો તમે કોઈનું સંતાન તો જરૂર છો. હું તો હજી એક બાળકી છું, પરંતુ હું જાણું છું કે આપણે બધા એક પરિવારનો હિસ્સો છીએ. પાંચ અબજથી વધુ માણસો અને ત્રણ કરોડ પ્રજાતિઓના વિશાળ પરિવારનો હિસ્સો. આપણો આ પરિવાર એક જ હવા, પાણી અને માટીમાંથી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. દેશોની સીમાઓ અને સરકારો એને બદલી શકતી નથી. હું તો હજી બાળકી છું, પણ હું જાણું છું કે આપણે બધાં એક છીએ અને આપણે બધાંએ મળીને એક વિષ તરીકે એક જ લક્ષ તરફ આગળ વધવું જોઈએ. હું ગુસ્સામાં આવીને કદી મારી સૂધબૂધ ખોતી નથી. મને ડર લાગે છે ત્યારે હું એ ડર વિશે લોકો સાથે વાત કરવામાં જરીએ સંકોચ નથી રાખતી. અમારા દેશમાં અમે ઘણીય વસ્તુઓને વેડફી દઈએ છીએ. આપણે ખરીદી કરીએ છીએ અને ફેંકી દઈએ છીએ, પરંતુ આ ઉત્તરના દેશો કદીય જરૂરિયાતવાળા લોકોને કોઈ વસ્તુ વહેંચતા નથી. આપણી પાસે જરૂરિયાત કરતાંય વધુ છે. છતાંય આપણને આપણી સંપત્તિ ખોઈ બેસવાનો ડર લાગે છે. આપણે કોઈને આપણી વસ્તુ વહેંચતા અચકાઈએ છીએ. કૅનેડામાં અમે બહુ જ સગવડવાળું જીવન જીવીએ છીએ. સરસ અને ભરપૂર ખાવાપીવાનું, સ્વચ્છ પાણી અને શાનદાર ઘર. અમારી પાસે ઘડિયાળ છે, સાઈકલ છે, કૉમ્પ્યુટર છે, ટેલિવિઝન પણ છે. બે દિવસ પહેલાં અહીં બ્રાઝિલમાં અમે સડકો પર રહેતાં કેટલાંક બાળકો સાથે રહ્યાં. એમાંથી એક બાળકે અમને કહ્યું, ‘કાશ, હું અમીર હોત ! હું અમીર હોત તો સડકો ઉપર રહતાં બાળકોને ભોજન, કપડાં, દવાઓ, ઘર, ભરપૂર પ્રેમ અને સ્નેહથી તુપ્ત કરી દેત.' આ સાંભળીને અમને પાર વગરનું આશ્ચર્ય થયું. સડક પર રહેનારો છોકરો જેની પાસે કંઈ નથી એ પોતાની વસ્તુઓ બીજાને આપવાની ઇચ્છા રાખે છે તો જેની પાસે બધું જ છે તેવા આપણે આટલા લાલચુ કેમ છીએ ? મને વારંવાર થયા કરે છે કે આ બાળકો મારી ઉંમરનાં છે. મને લાગે છે કે તમારી જિંદગીમાં તમારું જન્મસ્થળ ઘણો મોટો ભાગ ભજવી શકે છે. હું વિચારું છું કે હું પણ રિયોના ફાવેલાસમાં રહેતાં બાળકોમાંથી એક હોઉં. હું સોમાલિયામાં ૫૫ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે!* ભૂખમરાના શિકાર બનેલાં બાળકોમાંથી એક હોઉ, મધ્ય એશિયામાં યુદ્ધથી ત્રસ્ત લોકોમાંથી એક હોઉં કે પછી ભારતમાં એક ભિખારીના રૂપમાં જન્મી હોઉં. હું તો હજી બાળકી છું, પણ હું જાણું છું કે યુદ્ધમાં ખર્ચાતા પૈસા જો ગરીબી દૂર કરવામાં કે પર્યાવરણની સમસ્યાનો ઉકેલ શોધવા માટે વપરાય તો આપણી પૃથ્વી કેટલી ખૂબસૂરત બની જાય ! શાળાઓમાં અરે, કિંડર ગાર્ડનમાં પણ તમે અમને શિખવાડો છો કે દુનિયામાં કેવી રીતે રહેવું. તમે અમને શિખવાડો છો કે - બીજા સાથે લડાઈ ન કરો, સમાધાન શોધો. બીજાનું સન્માન કરો, તમારી ચારેબાજુ સાફસૂથરી રાખો. જીવજંતુઓને હેરાન ન કરો. પોતાની વસ્તુઓ બધા સાથે વહેંચો, લાલચુ ન બનો. તો પછી તમે બહાર જઈને અમને જે કરવાની ના પાડો છો તે જ શા માટે કરો છો? તમે છેવટે આ બધું શાને માટે કરો છો ? અમે તમારાં બાળકો છીએ. તમે અમારા ભવિષ્ય માટે કેવી દુનિયા નિર્માણ કરી રહ્યા છો ? માતા-પિતા પોતાનાં બાળકોને આશ્વાસન આપે કે 'બધું જ બરાબર સારી રીતે થશે,’ ‘તમને સર્વશ્રેષ્ઠ મળે, એ માટે અમે સર્વશ્રેષ્ઠ આપી રહ્યાં છીએ’ અને “દુનિયા નાશ પામવાની નથી', પણ હવે મને નથી લાગતું કે તમે અમને આ કહી શકો. અમે તમારી પ્રાથમિકતાઓની સૂચિમાં છીએ ? મારા પિતાજી કહ્યા કરતા હોય છે, તું તારાં કર્મોથી ઓળખાઈશ, નહીં કે તારી વાતોથી.' સાચું કહું, તો તમે જે કરો છો, એ જોઇને હું રાતોની રાતો રડું છું. તમે મોટા લોકો કહો છો કે તમે બાળકોને બેહદ પ્રેમ કરો છો. હું તમને પડકારું છું. મહેરબાની કરીને તમે એ જ કરો જે તમે કહો છો. મને સાંભળવા માટે તમારો ખૂબખૂબ આભાર. આ બાળકીના એકએક શબ્દમાં વેદના ટપકે છે. તેની વેદનામાં માધુર્ય ને સૌજન્ય છે. આ વક્તવ્ય આપણામાં ચિંતનની ચિનગારી ચાપે છે. બિટિશ કોલંબિયામાં વેનકુંવરમાં રહેતી સેવર્ન ફુલીઝ સુઝુકી હવે ૩૪ વર્ષની થઈ ગઈ છે અને સ્કાય ફિક્સ્ડ પ્રોજેક્ટની પ્રમુખ છે તેમ જ ક્યારેક ક્યારેક શાળાઓ, નિગમો, સંમેલનો અને આંતરરાષ્ટ્રીય સભાઓમાં, ગોષ્ઠીઓમાં લગાતાર પોતાના વિચારો રજૂ કરે છે. ૫૬
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy