SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ f પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** Afghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** * કિંમત છે. તેથી વિદ્વાન જૉઇન મોડસ નોંધે છે કે, પ્રત્યેક જીવોને તેમના પોતાના માટે જ સર્યા છે, નહીં કે અન્યને કારણે, નહિ કે માત્ર માનવોના ઉપયોગ માટે. આ વિચારધારાને અનુસરવામાં આવે તો ભોગપભોગ પર નિયંત્રણ રહે છે પર્યાવરણ સંતુલનમાં સહાયક બની શકે. - આદિપુરુષનું સર્જન કર્યા પછી ઈશ્વરે તેને (એંડન) ઇડનના બગીચામાં મોકલી નિરીક્ષણ કરવા કહ્યું. વીસમી સદીના જર્મન વિદ્વાન બેનો જેક બેના નિર્દેશ અનુસાર માનવે ઈશ્વરીય આદેશ અનુસાર બગીચાનું નિરીક્ષણ કરતાં ધરતીને ઈશ્વરની મિલકત તરીકે જોઈ. આપણી જેમેસરી ૨-માં આ આદેશની વ્યાખ્યા નક્કી થઈ. આમ આપણે માત્ર દેવી સંપત્તિ કે દેવી ટ્રસ્ટના સંરક્ષક છીએ. ‘સબાથ'માં આનો ઉલ્લેખ સ્પષ્ટ કરીને ઈશ્વરે માનવીના અવળા અર્થઘટનની તકોને ટાળી કહ્યું કે, માનવીને પ્રકૃતિને લૂંટવાનો પરવાનો મળતો નથી. ધર્મગુરુઓએ આ આદેશને સ્પષ્ટ કરતાં કહ્યું કે, ‘સમ્બાથ'માં પ્રતિબંધિત છે તે ૩૯ પ્રકારનાં કાર્યમાંથી કોઈ પણ પ્રકારનું કાર્ય કે જે પ્રકૃતિની વ્યવસ્થામાં બદલાવ લાવે કે અસંતુલન લાવે, તે કાર્યને પ્રતિબંધિત કરવું. વળી એક એવો પણ આદેશ આપવામાં આવ્યો કે અઠવાડિયામાં એકવાર માનવીય હેતુ માટે પ્રકૃતિનો ઉપયોગ ટાળવો અર્થાત્ ન કરવો. વિદ્વાન ડેનિયલ બી. ફિન્ક જુડાઈવાદમાં પર્યાવરણના સંદર્ભે જણાવે છે કે, ઉત્પત્તિના અધ્યાત્મવાદ કે ઈશ્વરવાદનાં દર્શન કરે છે. યહૂદીઓ પૃથ્વીના ભાડૂત છે, માલિક નહીં. માલિક તો ઈશ્વર છે. સર્જનહારે તેના ઉપયોગની માત્ર અનુમતિ આપી છે. તેને વેડફી નાખવાની નથી. યહૂદીઓનો આ પ્રતિબંધ કે જેને ‘બાલ તશ્ચિયત’ કહેવાય છે. આપણને તે પ્રેરણા આપે છે કે ‘સાદાઈ અને હળવાશથી રહો. ભૂમિની વિશાળતા અને પ્રચુરતાની રક્ષા કરો. રબ્બીસ જાહેર કરે છે કે કોઈ પ્રભુનો આભાર માન્યા વિના ફળ આરોગે તે સર્જનહારનો ચોર ગણાય. કોહેલેહે સબાથમાં કહ્યું છે કે, આ રમણીય વિશ્વની રક્ષા કરી ને તેનો પવિત્ર વારસો તમારી આગામી પેઢીને આપતા જાવ. આ વિધાનનું આચરણ માનવને વૈશ્વિક તાપમાનથી બચાવી પર્યાવરણના સંતુલન માટે સહાયક બનશે. પર્યાવરણની સમસ્યા : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં છેલ્લાં દોઢસો વર્ષમાં ઔદ્યોગિકીકરણની સાથેસાથે વરસ્તુઓની વપરાશમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી તો વળી માળખાકીય સગવડોનો વિકાસ તેનાથી પણ બહુ મોટા પ્રમાણમાં દુનિયાએ જોયો. જીવનધોરણમાં મોટા ફેરફારો થયા અને ઔદ્યોગિકીકરણને વિકાસ માટેની સીડી માની લેવામાં આવી. એટલે સુધી કે વિકાસ અને ઔદ્યોગિકીકરણ એકબીજાના પર્યાય બની ગયાં અને ‘વિકાસ’ એ નવો વિશ્વવ્યાપક ધર્મ બની ગયો. ૧૯૪૦ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી પહેલી વાર લોકોએ પરમાણુ બૉમ્બથી થયેલા વિનાશ અંગે જ્યારે જાણ્યું ત્યારે તેમાંથી યુરોપ અને અમેરિકામાં 'Peace Movement' - શાંતિ માટેનાં આંદોલનો શરૂ થયાં, પરંતુ હજી લોકોને ઔદ્યોગિકીકરણ, મોટા પ્રમાણમાં વધી રહેલો ઉપભોગતાવાદ તેમ જ મનુષ્યના રોજ-બરોજના જીવનમાં પગપેસારો કરતાં રસાયણો વચ્ચેના સંબંધો ધ્યાનમાં આવ્યા ન હતા. આ રસાયણોએ વપરાશી વસ્તુઓમાં જ નહીં, ખોરાકમાં પણ સ્થાન જમાવવા માંડયું, પરંતુ તેની કુદરત, પર્યાવરણ તેમ જ માનવસ્વાસ્ય પરની અસરો અંગે હજ કોઈને ધ્યાન ગયું ન હતું. સૌથી પહેલી વાર અમેરિકાની વિજ્ઞાની બહેન રેલ કાર્સને *silent spring' (મૂંગી થઈ ગયેલી વસંત) નામના પુસ્તકમાં ચોંકાવનારી વિગતો આપીને વિશ્વઆખાને તંદ્રામાંથી જગાડવાનું ઐતિહાસિક કામ કર્યું. આ પુસ્તકમાં રેચલ કાર્સને જંતુનાશકની પર્યાવરણ પર થતી જોખમકારી અસરો અંગના વૈજ્ઞાનિક અભ્યાસો રજૂ કર્યા છે. ત્યાર બાદ ૧૯૭૨ની સાલમાં સ્ટૉકહોમ (સ્વિડન)માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ એક કૉન્ફરન્સનું આયોજન કર્યું જેનો વિષય હતો ‘માનવ અને પર્યાવરણ’. આ કૉન્ફરન્સમાં ૧૧૩ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને એ બધાએ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સાથે સહમતી સાધી તે નીચે પ્રમાણે છે : YY
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy