SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી (2 BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક આમીશ લોકો મોટરકારનો ઉપયોગ કરતા નથી. તેમની વસાહતમાં મોટરકારનો પ્રવેશ થઈ શકતો નથી. તેમના માટે વાહનવ્યવહારનું મુખ્ય સાધન ઘોડાગાડી છે. જાહેર વિતરણ દ્વારા અપાતી વીજળીનો તેઓ ઉપયોગ કરતા નથી. ઘરને પ્રકાશિત કરવા વીજળીના ગોળા નહીં પણ ગેસથી ચાલતા દીવા દ્વારા ઘરને પ્રકાશિત કરે છે. આમીશ પ્રજા પંખા, ગિઝર, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, મોબાઈલ ફોન, માઈક્રોવેલ્ટ, વી.સી.આર., ઍરકંડિશન, વોશિંગ મશીન, કૉપ્યુટર, લેપટૉપ આમાંનાં કોઈ સાધનોનો ઉપયોગ કરતાં નથી. આમાંનું કોઈ સાધન તેમનાં ઘરોમાં જોવા નહીં મળે. આમીશ પ્રજા ખેડૂત પ્રજા છે. આમ છતાં તેઓ પોતાનું ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી. તેઓ ઘોડાઓ દ્વારા ખેતી કરે છે. આમીશ પ્રજાનાં વસ્ત્રો મોટા ભાગે કાળાં અને સફેદ રંગનાં હોય છે જે પોતાના હાથે જ સીવે છે. તેમની જીવનશૈલીમાં શાંતિ, સાદગી અને સમૂહકેન્દ્રી જીવનને સ્થાન છે. તેમનો પહેરવેશ, ધાર્મિક વિધિઓ સરળ અને ભોજન સાદું હોય છે. આમીશ પ્રજાનાં સંતાનને ખેતીકામ, બાગાયત, સુથારીકામ, લુહારીકામ, અશ્વવિદ્યા, ભરત-ગૂંથણ, સિલાઈકામ, ઘરકામ આદિ વિષયનું શિક્ષણ માતા-પિતા દ્વારા આપવામાં આવે છે. લગ્ન અને કુટુંબજીવનને ધાર્મિક કર્તવ્ય ગણતી આ પ્રજામાં છુટાછેડા, લગ્નબાહ્ય સંબંધોને સ્થાન નથી. વડીલોને સાથે રાખે છે. વૃદ્ધાશ્રમમાં મોકલતા નથી અને સંસ્કારી રીતે ચર્ચની આજ્ઞામાં રહીને ધાર્મિક રીતે જીવતી આ પ્રજાની જીવનશૈલી, પર્યાવરણ સંતુલનપોષક છે. ઈસ્લામ ધર્મ, વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ ઇસ્લામદર્શનમાં કુરાને શરીફના સંદર્ભ દ્વારા પર્યાવરણ રક્ષાના આડકતરા સંકેતો મળે છે. કુરાને શરીફ મુજબ આકાશનો નઝારો ખુદાનું સર્જન છે જે ઇન્સાનના સર્જન કરતાં પણ વધુ વાસ્તવિક છે (સુરા ૪૦.૫૧) છતાં પણ ઇન્સાન આ જગત પર વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવી રહ્યો છે તેમ છતાં તે પ્રાણીસૃષ્ટિ સાથે સહકારથી સ્થાન ભોગવે તેમાં મૂળભૂત રીતે સમાનતાનું તત્ત્વ અભિપ્રેત છે. આ સહકારની વાતનું આચરણ સૃષ્ટિના પર્યાવરણ સંતુલન માટે સહાયક બને છે. | કુરાનમાં આકાશ અને જન્નત-સ્વર્ગનો ૩૨૦ વાર ઉલ્લેખ છે તો પૃથ્વીનો ૪૫૩ વાર ઉલ્લેખ કરી મહત્ત્વ બતાવે છે કે ઇસ્લામદર્શન એ દર્શાવે છે કે ઇન્સાન માટે પૃથ્વી સહાયક છે. બેજવાબદાર રીતે વર્તન કરી પૃથ્વીને દૂષિત ન કરાય. પ્રાથર્ના કરવા પહેલાં સ્નાન માટે શુદ્ધ જળનો ઉપયોગ થાય છે જે પૃથ્વી આપે છે. કોઈ સ્થળે કે કાળે જળ ન મળે તો શુદ્ધ માટીનો ઉપયોગ કરાય છે. આમ ઇન્સાને ખુદાની સેવા માટે પૃથ્વીની પવિત્રતા જાળવવાની છે, પછી તે રોજબરોજનું જીવન હોય કે પવિત્ર ઉત્સવોનાં વિધિ-વિધાન હોય. ઇસ્લામ જન્નતને એક સુંદર ઉદ્યાનરૂપે માને છે. કુરાનમાં તેનું ‘આદમના બગીચા' રૂપે નિરૂપણ થયું છે. જો પૃથ્વી પરનું જીવન જન્નતની ભાવિ જિંદગીની શાશ્વત સ્થિતિ માટે તૈયારીરૂપ હોય તો એ પૃથ્વીના પર્યાવરણનું રક્ષણ કરવું અને તેની પવિત્રતા જાળવવી જન્નત (સ્વર્ગ)પ્રાપ્તિની સાધનાનો એક ભાગ છે. પયંગબરસાહેબે કહ્યું છે કે કયામતના દિવસે હથેળીમાં ખજૂર હોય તો તેનું રોપણ કરવું, તે મહાપુરુષોના વૃક્ષો પ્રત્યેના પ્રેમનું દર્શન કરાવે છે. આ ધર્મના અનુયાયીઓની આહારશૈલી શાકાહાર તરફ વધુ વળશે અને વૃક્ષો પ્રતિ વધુ પ્રેમ પ્રગટશે તો સર્વને માટે કલ્યાણકારી બનશે. ઇન્સાનની તકલીફોને દૂર કરવા અલ્લાહ આકાશમાંથી વાદળ મોકલે છે અને તેથી પૃથ્વી હરિયાળી બને છે. મુસ્લિમો માટે લીલો રંગ પવિત્ર છે. તે હરિયાળીનું ‘પ્રતીક છે. ‘લીલી ઝેહાદ' હરિયાળી ક્રાંતિ એ ખુદાના પ્રતીકરૂપે છે જે પર્યાવરણીય સંકેત છે. - ૩૫ -
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy