SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર તો એ પ્રશ્ન છે ટી.વી., ઈન્ટરનેટ, મોબાઈલ વગેરેનો દુરુપયોગ અને તેના વગર ચાલે જ નહિ તેવી માનસિકતા. આ બાબત ભલે આજે મુલ્લક અને નગણ્ય લાગતી હોય પરંતુ આ એક એવો તણખો જે ભવિષ્યમાં દાવાનળનું સ્વરૂપ લઈ સમગ્ર સમાજને નડતરરૂપ બનશે. અત્યારથી જ આના તરફ લાલબત્તી ધરી તે જીવનને કઈ રીતે પાયમાલ કરી દેશે તેનું જ્ઞાન દેવું જરૂરી. (૧૬) પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ - આ પાંચ કુદરતી સંપત્તિ જેને જૈન ધર્મ પાંચ સ્થાવર તરીકે ઓળખે છે તેનો દુરુપયોગ દિવસે દિવસે વધતો જાય છે. ચોવીસ કલાક આ છકાયના જીવોની હિંસા કોઈને કોઈ સ્વરૂપે થતી જ હોય છે. કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ પ્રદૂષણ વધારે છે. તેને કારણે પર્યાવરણને જે નુક્સાન થાય છે તે અકલ્પનીય છે. મોટાભાગના જૈનો પણ આમાં સામેલ છે. અરે ! હવે તો ચારે જંગમ તીર્થો પણ એક યા બીજી રીતે તેના ભાગીદાર બનતા જાય છે. આ બાબત તરફ ધ્યાન આપી યોગ્ય પગલા લેવાની વર્તમાને ખૂબજ જરૂરિયાત છે. આરંભ-સમારંભ ઘટશે તો જ પાંચ સ્થાવરની દયા પળાશે એ વાત સમજવાની જરૂર છે. ઉપસંહાર ઃ સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણમાં કેવી કેવી બાબતો આવરી લેવી જોઈએ તે વિષે ઉપર વિષયાનુસાર વિગતે ચર્ચા કરી છે. આજે ઘણી જૈનશાળાઓ, મહિલામંડળો, શિબિરો વગેરે યોજાતા હોય છે અને તેમાં જૈનધર્મના પાયાના અભ્યાસક્રમને આવરી લેવાયો હોય છે, પરંતુ ખેદની વાત એ છે તે તેમાં ભાવનાત્મકતા અને આચારવંતતાને પ્રાધાન્ય નથી અપાતું. આને કારણે જૈન ધર્મનો જે પ્રભાવ પડવો જોઈએ તે પડતો નથી. આજે જે રીતે આધુનિકતાના અંચળા હેઠળ ધર્મના મૂળ તત્ત્વને ભૂલાતું e જૈનદર્શનમાં કેળવણી વિચાર જાય છે અથવા તેના તરફ આંખ આડા કાન થાય છે તેનાથી જૈન ધર્મને ઘણું નુક્સાન થાય છે. ક્યારેક તો એવા વિચારો આવે છે કે જે રીતે આપણે ધર્મને સગવડિયો બનાવી દીધો છે તે જોતાં ઉપાશ્રયોનું સ્વરૂપ આખું બદલાઈ જશે. નજીકના ભવિષ્યમાં જ ટાઉનહૉલ જેવા ઉપાશ્રયો જોવા મળશે તો તેમાં નવાઈ નહિ હોય. એવા ઉપાશ્રયમાં સામાયિકના ઉપકરણો પહેરીને સામાયિક - પ્રતિક્રમણ કે પૌષધ કરતાં શ્રાવક-શ્રાવિકાઓ તો ક્યાંથી જોવા મળશે ? આજે અનેક પરીક્ષાઓ શ્રેણીઓની, જૈનશાળાઓની વગેરે લેવાય છે. તેના અભ્યાસક્રમો તૈયાર થયેલા જ છે. આ અભ્યાસક્રમો જેટલા મગજમાં ઉતરે એના કરતાં જીવનમાં ઉતરે તે વધારે જરૂરી છે. જૈનશાળામાં છકાયના સ્વરૂપનો અભ્યાસ કરનાર ઘેર જઈને પાંચ સ્થાવરના ઉપયોગમાં યત્ના રાખતો થવો જ જોઈએ. આ જ શિક્ષણની સાચી ફલશ્રુતિ છે. એવું શિક્ષણ એ જ ભવની ભાવટ ભાંગી નાખનારું બની રહેશે. આમ, અભ્યાસક્રમ તૈયાર કરવામાં ઉપરની સઘળી બાબતોનું ધ્યાન રાખવું પડશે. એવો અભ્યાસક્રમ જ જીવને શિવ બનાવવામાં ઉપયોગી થશે. (જૈનદર્શનના અભ્યાસુ રાજકોટ સ્થિત પારૂલબેન જૈનશાળા અને જૈન શિક્ષણ સાથે સંકળાયેલા છે. એમણે ચાર પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. તેમના નિબંધને મુંબઈ પત્રકાર સંઘનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.) ૯૫
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy