SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર સિંચન ન થયું હોય તો આધુનિક શૈક્ષણિક સાધનો વડે મેળવેલી કેળવણી એ ઉપરછલ્લી બની રહેશે. માત્ર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જ નહીં, સાધુસાધ્વી અને દીક્ષાર્થીઓના અધ્યયનમાં પણ નવી દ્રષ્ટિ અપનાવવી પડશે. પરંપરાગત ગ્રંથોના અધ્યયન માત્રથી સંતોષ માની ન લેવાય. શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપવા સાથે વિકાસ કરાવનાર હોય. જૈનધર્મ અંગેનું શિક્ષણ, શાળા-કૉલેજમાં અપાતું શિક્ષણ કે વ્યવસાયલક્ષી માર્ગદર્શન વરિષ્ઠ અને અનુભવી નાગરિકો આપતા હોય છે, પરંતુ પોતાને માટે પણ કંઈક નવું શિક્ષણ કે કેળવણી મેળવવાની જરૂર છે કે કેમ? તે માટે તેમણે ક્યારેય કંઈ વિચાર્યું છે ખરું? સા વિઘા યા વિમુવત્તયે સાચી વિઘા જ્ઞાન કે કેળવણી તેને જ કહી શકાય કે જે જીવનની વિષમતા ઓછી કરે. જીવન સ્વસ્થ અને પવિત્ર બનાવે. આજના યુગનું માત્ર ભૌતિક શિક્ષણ મેળવેલો માનવી જયારે વ્યવસાયિક પ્રવૃત્તિથી નિવૃત્ત થાય ત્યારે પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં માત્ર ભોગવિલાસ અને સુખસગવડો વચ્ચે રહીને જીવન પૂરું કરે છે. કોઈ સાધના, સ્વાધ્યાય, સત્સંગ કે સેવાના ગુણો વિકસાવ્યા ન હોય તો પાછલી જિંદગીમાં તે સમજી શકતો નથી કે હવે ખરેખર મારે કરવા જેવું શું છે ! કેટલાક શાણા અને સમજુ નાગરિકોએ નિવૃત્તિમાં કરવા યોગ્ય પ્રવૃતિની યોગ્ય વ્યવસ્થા ગોઠવી લીધી હોય છે. ધર્મ અને અધ્યાત્મ રુચિ ધરાવનારા શ્રાવકો પોતાની દિનચર્યામાં સામયિક પ્રતિક્રમણ – તપ - વ્યાખ્યાનશ્રવણ દેવદર્શન મંત્રજાપ – સ્વાધ્યાય - ધ્યાનની ક્રિયાને ગોઠવી લેતા હોય છે. તો જૈનદર્શનમાં કેળવણી વિચાર કેટલાક નાગરિકો નિઃસ્વાર્થ સમાજસેવા, વાંચન-લેખન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તેનું આયોજન, સાત્ત્વિક મનોરંજન, સુગમ યાત્રા પ્રવાસ વિગેરેથી પોતાના નિવૃત્તજીવનને ભર્યુંભર્યું બનાવતા હોય છે, તેમજ પોતાને મળેલ અનુભવજ્ઞાનનો લાભ સમાજમાં અન્યોને પણ આપતા રહે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે લોકો પોતાની શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાથ્ય સારું ધરાવતા હોય. મોટા ભાગે પ૫-૬૦૬૫ વર્ષની વય વટાવ્યા બાદ શરીર વ્યાધિઓથી ઘેરાયેલું હોય, સ્મૃતિશક્તિ, શ્રવણશક્તિ, દષ્ટિ ક્ષીણ થયેલી હોય ત્યારે જીવન બોજીલું લાગે છે. જોશ અને ઉત્સાહ ઠંડા પડી જાય છે. શરીરના અંગો – ઉપાંગો જકડાયેલા હોય, ગાત્રો શિથિલ થઈ ગયા હોય, ઈન્દ્રિયો પર નિયંત્રણ ન હોય, માનસિક સમતુલા જળવાતી ન હોય ત્યારે જીવનમાં લાચારી, પરવશતા અનુભવાય છે. આવી સ્થિતિની હજી શરૂઆત થાય ત્યાર પહેલા વ્યક્તિએ સાવધાન થઈ શારીરિક વ્યાયામ અને યોગસાધના અંગે જાગૃત થવાની ખાસ જરૂર છે. યોગ્ય જાણકાર અને અનુભવી સાધક પાસે વિદ્યાર્થી જેવા બની વિવિધ આસનો અને પ્રાણાયામ શીખી લેવા અને રોજની દિનચર્યામાં તેને અવશ્ય સ્થાન આપવું જોઈએ. શરીર, શ્વાસ, ઈન્દ્રિયો અને મનને રોજેરોજ આ સાધના વડે કેળવવા પડશે. જીવનના ઉત્તરાર્ધમાંથી પસાર થતા દરેક નાગરિકે પોતાના જીવનના અંતિમ દિવસોમાં પરવશ કે પથારીવશ ન થવું હોય તો રોજેરોજ અવશ્ય કરવા જેવી આ યોગસાધના અપનાવવી પડશે. આ દૈનિક સાધનાને તમે કેળવણી કહો, વિદ્યા કહો કે સ્વધર્મ કહો, પરંતુ વ્યક્તિના જીવનને યોગ્ય આકાર આપનાર, તેનો વિકાસ કરનાર જીવનલક્ષી શિક્ષણ એટલે તંદુરસ્ત જીવન અને યોગસાધના છે. • @ 3
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy