SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર નફાનું ઉદાહરણ આપવું જોઈએ. તમે મોટા થઈને વેપાર કરો ત્યારે ધ્યાન રાખજો. ધંધામાં વાજબી નફો લેજો, પણ નફાખોરી કરતા નહીં. અહીં શિક્ષણમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાની વાત અભિપ્રેત છે. જૈન શાસ્ત્રકાર પરામર્શીઓ હંમેશાં એવા શિક્ષણની હિમાયત કરે છે કે જેમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાને સ્થાન હોય. શોષણ અને પરિગ્રહમાં આસક્તિ હિંસામાં પરિણમે છે. એવા શિક્ષણના પાઠમાં આદર્શ કેળવણીનું ઉપનિષદ અભિપ્રેત છે. સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લૂખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રુતદેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય. આધુનિક શિક્ષણે સંસ્કારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યના શિક્ષણ દ્વારા જ આવતી પેઢીમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાને પ્રસ્થાપિત કરી શકાશે. માટે જ જૈનોની પાઠશાળામાં બાળકને નાનપણથી જ વિનય, વિવેક, સ્વચ્છતા અને જયણા (જતના) ના પાઠ શીખવવામાં આવે છે. સમાજશાસ્ત્ર એવી રીતે ભણાવાય કે એ સમાજનો હિતચિંતક બની જાય. ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર નિરાળું છે. અહીં માત્ર આર્થિક વિકાસ ૫૮ જૈનદર્શનમાં કેળવણી વિચાર નથી જોવાતો, હિંસા, શોષણ અને અનીતિના માર્ગે આર્થિક વિકાસ ખપતો નથી. અહિંસા, શોષણમુક્ત પદ્ધતિ અને નીમિમત્તાની જાળવણી સાથે જો આર્થિક વિકાસ થાય તો જ તે કલ્યાણકારી છે. જૈન ધર્મ આર્થિક વિકાસને સમાજોત્થાનના સંદર્ભે મૂલવે છે અને ન્યાયસંપન્ન આજીવિકા મેળવવાના શિક્ષણની હિમાયત કરે છે. તેને માનવીય મૂલ્યો કે નીતિમત્તાને ભોગે ઉદ્યોગધંધા કે મૂડીનો વિકાસ ખપતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી જ્યારે ઝવેરાતનો ધંધો કરતા હતા ત્યારે એક વ્યક્તિ સાથેના કાયદેસર ધંધાના કરાર (કોન્ટ્રાક્ટ) નું પાલન કરાવે તો તેમને જંગી નફો મળે તેમ હતું, પરંતુ એમ કરતાં સામેવાળી વ્યક્તિની મૂંઝવણ વધે અને તેના જીવનું પણ જોખમ થાય. ત્યારે શ્રીમદ્ભુ એ કોન્ટ્રાક્ટ ફાડી નાખી રદ કરે છે. અહીં આર્થિક કરતાં માનવીય મૂલ્યોને પ્રાધાન્ય અપાયું છે. મહાત્મા ગાંધીજીએ તો ‘નૈતિક મનુષ્યનું નિર્માણ એ કેળવણીનો પરિપાક છે’ એમ કહીને નોંધ્યું કે – ‘મનની કેળવણીને હૃદયની કેળવણીને વશ વર્તવું જોઈએ.’ ગાંધીજી કિંમતી આભૂષણો, ભૌતિક સંપત્તિ, રાજકીય સત્તા તથા કોરી તનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ અને ભ્રાતૃભાવ જેવી લાગણીઓ જાગૃત થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી. ગાંધીજીએ ફિનિક્સ આશ્રમમાં કહેલું કે – ‘મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્યની ખિલવણીને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. ચારિત્ર્યને મેં બાળકોની કેળવણીમાં પાયારૂપ માનેલું. પાયો પાકો થાય તો પછી બીજું તો બાળકો આપબળે મેળવી લે.’ ‘ખરી કેળવણી’ નામના ગ્રંથમાં ૫૯
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy