SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ – જૈનદર્શનમાં કેળવણી વિચાર કેળવણીમાં માનવીય મૂલ્યો અને નૈતિક શિક્ષણ ગુણવંત બરવાળિયા જૈનદર્શનમાં કેળવણી વિચાર સાચા અર્થમાં અપનાવે અને સમગ્ર સમાજનું કલ્યાણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાઠશાળામાં ભણવા આવતા બાળકો સારી રીતે ભણીગણીને તૈયાર થાય, જિનશાસનનું ઊંડું તત્ત્વજ્ઞાન મેળવે, તેના દ્વારા સ્વ-પર કલ્યાણ કરે અને જિનશાસનને દીપાવે એ જ અભ્યર્થના ! (અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ સ્મિતાબહેને એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને તેમના અનુવાદ અને સંપાદનના ચાર પુસ્તકો પ્રગટ થયા ભારતીય સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ હંમેશાં કેળવણીમાં માનવીય મૂલ્યો અને શિક્ષણમાં નૈતિકતા પર ભાર મૂક્યો છે. પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસંસ્કાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે. શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યા હતા. પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની શૈશવ અવસ્થામાં પણ માં બાળકને સતત શિક્ષણ આપતી પવિત્ર વિદ્યાલય છે. બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે “માસ્તર' છે. બાળકના ભીતરના ખજાનાનાં જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ માસ્તર છે. ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી. - ૫૪ - ૫૫ -
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy