SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર મનુષ્યને સંપૂર્ણ બનાવવા અને એના વ્યક્તિગત વિકાસ માટે ધર્મનું શાસ્ત્ર સજાગ છે જ. આ ગ્રંથમાં શિક્ષણના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પક્ષને ઉજાગર કરાયા છે. કોઈ ગ્રંથ માત્ર શિક્ષણ પર હોય એવી શક્યતા ઓછી હોઈ શકે. પરંતુ એ ગ્રંથમાં શિક્ષણનું મહત્ત્વ સ્થાપ્યું હોય એવું જરૂરી બને. અહીં જે દર્શનની ચાર શાખાઓ કહી છે તે શિક્ષણવિદોને પ્રભાવિત કરે તેવી છે. અહીં તત્ત્વમીમાંસાની શિક્ષા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ, જ્ઞાનમીમાંસાથી પાઠ્યક્રમ અને પાઠ્યવિધિ નક્કી થાય છે. મૂલ્યમીમાંસાના આધાર પર ગુરુશિષ્યની આચારસંહિતા અને અનુશાસન અંગેનો નિર્ણય થાય. અને તર્કશાસ્ત્રના ઉપયોગથી પાઠ્યક્રમ નિર્ધારિત થાય છે. આમ “સમણસુત્ત' માં શિક્ષાનાં વિવિધ અંગો અર્થાતુ શિક્ષાનું સ્વરૂપ, શિક્ષાનો ઉદ્દેશ્ય, શિષ્યની આચાર- સંહિતા, ગુરુનું સ્વરૂપ, પાઠ્યવિષય, પાઠ્યવિધિઓ વગેરે વિશે વિપુલ સામગ્રી મળે છે. આ ગ્રંથમાં જ્ઞાન, શિક્ષા, વિદ્યા અને અધ્યયન વગેરે શબ્દોનો પ્રયોગ સમાનાર્થી રૂપે કરાયો છે. શિક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા એ જ પ્રાપ્ત કરે છે જેને વિનય વરેલો હોય. અહીં જે બહુ જ મહત્ત્વની અને આજના સંદર્ભમાં લાગુ પાડી શકાય એવી એ વાત કરી છે કે – “જે પ્રકારની શિક્ષા છે જેમાં એક તો ગુરુમુખે સાંભળીને ગ્રહણ કરાય છે અને બીજી અભ્યાસને આચરણમાં ઉતારીને જે પ્રાપ્ત થાય છે. આજે પ્રાયોગિક શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે, પુસ્તકના જ્ઞાનને અનુભવમાં રૂપાંતરિત કરે એની જરૂર છે. વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ સુધી પહોંચવું એટલે અંદરના રજભર્યા અજ્ઞાનને દૂર કરી આંતરિક પ્રકાશ પ્રાપ્ત કરવો. આવો હેતુ જો શિક્ષાનો ન હોય તો શિક્ષા કઈ રીતે ઉપયોગી કહી શકાય ? જંગલમાં રહેતા મોગલી અને શહેરમાં રહેતા મોગલી વચ્ચે જો પાયાનો ભેદ હોય તો તે છે કે એકને શિક્ષણનું અજવાળું પ્રાપ્ત થયું છે, તેથી તે ઉન્નતિના માર્ગે જૈનદર્શનમાં કેળવણી વિચાર સરળતાથી પહોંચી શકે અને અન્ય જેને હજી બે ભેદને સમજવાની તક પ્રાપ્ત નથી થઈ તો તે કઈ રીતે પોતાની અવસ્થા સમજી શકશે. આપણે એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે મનુષ્યનું ધ્યેય આંતરિક વિકાસ હોય કે ભૌતિક વિકાસ, પરંતુ તેને તે મંજિલ સુધી એ જ લઈ જઈ શકશે, જેની અંદર સમજણ અને જ્ઞાનનો સુમેળ થયો હશે. જૈનદર્શન આ જ્ઞાનનો મહિમા સમજે છે. તેણે અનેક પ્રકારની કુશળતા અને જ્ઞાનને શિક્ષણનો ભાગ બનાવ્યા છે. ગ્રંથોમાં અને જીવનચરિત્રોમાં આ શિક્ષણનું મહત્ત્વ આડકતરી કે સીધી રીતે સામેલ કરાયું જ છે. પોતાના ઈશ્વરને સ્કૂલે મૂકવાની ચેષ્ટા કરતો પામર મનુષ્ય એટલે દર્શાવ્યો છે કે જેમ તીર્થંકરપ્રભુ જે સર્વજ્ઞાનને પામેલ છે, તે પણ જો અધ્યયન કરે તો મનુષ્ય તારી શું વિસાત? અધ્યયન અને સ્વાધ્યાય જ મનુષ્યને સંસ્કૃત માનવી બનાવશે, એ વાત અનેક વાર કહેવાઈ છે. જે ગ્રંથ જૈનદર્શનના સાર સમો છે તેમાં પણ શિક્ષણને બાકાત નથી રાખ્યું. જેમાં શિક્ષણના ઉદ્દેશ્ય પણ આવે છે, જે માત્ર ભૌતિક ઉપલબ્ધિ નહિ પરંતુ આંતરિક ઉપલબ્ધિ દર્શાવે છે. એમાં આવે છે કે જ્ઞાન જ ચિત્તને એકાગ્ર કરે છે, જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે આ વિધાનને આપણે અભિધા અને લક્ષણો બંને સંદર્ભમાં લઈ શકીએ કે જે માત્ર બાહ્ય આનંદ ઝંખે છે. તેને જ્ઞાન દ્વારા સારી નોકરી, પગાર વગેરે પ્રાપ્ત થાય છે અને જે આંતરિક આનંદ ઝંખે છે તે જ્ઞાન દ્વારા અંધકારને ઓળખી દૂર કરી શકે છે. શિક્ષણ મનુષ્યને આદર્શ નાગરિક બનાવે છે, આળસ ખંખેરી કાર્યશીલ બનાવે છે, શારીરિક વિકાસ સધાય છે અને ઈન્દ્રિયો પણ શિક્ષિત બને છે અર્થાત સાચું જોવાની, યોગ્ય સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. - ૪૩ -
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy