SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે | ડૉ. સેજલ શાહ કેળવણી’ શબ્દનો અર્થ જોડણીકોશ અનુસાર શિક્ષણ, તાલીમ સાથે ખિલવણી વગેરે થાય છે. સાચી કેળવણી મનુષ્યને જીવનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઝંપલાવવા માટે તૈયાર થાય છે. શિક્ષણ વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને આવરીને મનુષ્યને તૈયાર કરે છે. Russeh writes “Children are not the means but the purpose. Educators must love children more than the nation or the church. What is required of the educators and what the children should acquire is Knowledge dominated by love." The problem of bullying that is a major problem nowadays cannot occur if the children are taught Knowledge dominated by love as Russell processes.’ પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બન્ડ રસેલે લખ્યું છે, “બાળકો એ સાધન નથી, પરંતુ હેતુ – ધ્યેય છે. શિક્ષણવિદ્દએ દેશ અને ધાર્મિક સંસ્થાનો કરતાં વધુ કોને ચાહવા જોઈએ. શિક્ષણવિદ્દનો પ્રેમ અને જ્ઞાન પણ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય તે જરૂરી છે, તેમ જો થાય તો મોટા ભાગના પ્રશ્નો દૂર થઈ જાય.” આખી શિક્ષણ-વ્યવસ્થામાં પ્રેમભરેલી તાલીમનું માધ્યમ ઉમેરવામાં આવવું જોઈએ. માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ સમજી ઠાંસી-ઠાંસીને માહિતી ભરેલું શિક્ષણ નહિ પરંતુ આંતરિક ખિલવણીના માર્ગે દોરનારું શિક્ષણ હોવું જોઈએ. મનુષ્યના સર્વાગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંત સ્થાપિત થવા જોઈએ. ભારતદેશ પાસે એક સમયે પાઠશાળાની પરંપરા હતી. બાળકો વનમાં જઈ ગુરુ પાસે રહેતા અને જ્ઞાન મેળવતા. આ જ્ઞાન સમગ્ર જીવનને આવરી - ૩૮ જૈનદર્શનમાં કેળવણી વિચાર લેતું. પાકશાસ્ત્ર, શારીરિક મહેનત, હથિયારની તાલીમ વગેરે જેવી અનેક બાબતો આમાં સમાવિષ્ટ રહેતી. પ્રજાના એક ચોક્કસ વર્ગ માટે આ વ્યવસ્થા હતી. અન્ય પ્રજાજનો ધાર્મિક સંસ્થાનોમાં તાલીમ મેળવતા. આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં કુટુંબ, ધાર્મિક સંસ્થાન, સ્કૂલ, રાજકીય સંસ્થાન અને વ્યાપારી સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈદિકના સમયથી શિક્ષણવ્યવસ્થા કાર્યરત છે. જૈનસાહિત્યમાં અનેક ઉદાહરણો મળે છે, જેમાં જૈનકુટુંબમાં જ શિક્ષણની લેવાની પ્રવૃત્તિ મળે છે. બાળકોને નાનપણથી જ પાઠશાળામાં ભણવાની તાલીમ જૈનબાળકોને મળે છે અને બીજી તરફ જૈન સાધુ-સાધ્વી રોજ ત્રણ કલાક જેટલો સમય સ્વાધ્યાયમાં ગાળે છે. આમ, સંસારી અને સાધુ બંને માટે શિક્ષણ આવશ્યક છે. એક તરફ શિક્ષણ અંગે ગહન વિચાર કરનાર અનેક ચિંતકો આ દેશમાં થઈ ગયા. બીજી તરફ ધર્મમાં પણ શિક્ષણને આગવું માહાભ્ય પ્રાપ્ત થયું છે, છતાં આપણે અંગ્રેજ મૅકોલેનીએ આપેલી શિક્ષણ વ્યવસ્થાના ભાગ બની બેઠા છીએ, કારણ અંગ્રેજો જે ખોખું આપણે ત્યાં મૂકી ગયા તેનો આધાર આપણે છોડી શક્યા નહિ. જેમ તેમણે બાંધેલાં સ્ટ્રક્વર આપણને છોડી શક્યા નહિ તેમજ તેમણે આપેલી વ્યવસ્થામાં પણ આપણે જકડાઈ ગયા હતા. ભારતીય પરંપરામાં ધર્મ માત્ર ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ જીવનદર્શનનો પણ એ ભાગ બને છે. જૈનદર્શનમાં કેળવણી અંગે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, જે અંગે આજના સંદર્ભમાં ચર્ચા થવી જરૂરી છે. કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષણ- પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. પાયાની કેળવણી આત્મવિકાસ માટે છે. જૈનદર્શને એ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy