SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર - વર્તમાનમાં અસરકારક જેનશિક્ષણ માટેની પદ્ધતિઓ ડિૉ. છાયા શાહ અસરકારક પદ્ધતિઓ વિશે વિચારતા પહેલાં ‘જૈનશિક્ષણ' ની વ્યાખ્યા વિચારવી ઉચિત ગણાશે. દરેક ચોવીસીમાં તીર્થંકર પ્રભુ સર્વકર્મનો ક્ષય કરી મુક્તાત્મા બને છે. તેમને લોકાલોક પ્રકાશક એવું ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનના પ્રકાશમાં તેઓ ત્રણે લોકનું સ્વરૂપ, પદ્રવ્યની કાર્યપદ્ધતિ, નવતત્ત્વોનું નિરૂપણ (હાથમાં રહેલા આમળાની જેમ) જોઈ શકે છે. સત્યની પ્રતીતિ કરે છે. લોકોના આત્મહિત માટે પ્રભુ પોતાની માલકોષ રાગની વાણી વડે આ બધું દેશના દ્વારા સૂત્ર રૂપે સંબોધે છે. પ્રચંડ પ્રજ્ઞાના સ્વામી એવા ગણધર ભગવંતો પ્રભુની દેશના અર્થરૂપે ગૂંથી દ્વાદશાંગીની રચના કરે છે તે અંગપ્રવિષ્ટ આગમ. ત્યાર પછી ઘટતા બુદ્ધિબળ અને આયુષ્ય જોઈ શુદ્ધબુદ્ધિ આચાર્યો તેના પર યુક્તિ-નિયુક્તિ, ભાષ્ય, ચૂ વગેરે ગ્રંથોની રચના કરે છે તે અંગબાહ્ય આગમો. આમ, તીર્થંકર પ્રભુથી પ્રવાહિત થઈને આપણા સુધી પહોંચેલું જ્ઞાન એટલે ‘જૈનશિક્ષણ’, એમાં કેટલાંક ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો છે, કેટલાંક આગમોમાંથી ઉચ્ચરેલા સૂત્રો છે, તો કેટલાંક મંત્રસરભર સૂત્રો છે. આ બતાવે છે કે સત્યની પ્રતીતિ કરાવનાર આ જૈન શિક્ષણ કેટલું ગહન છે, કેટલું અર્થગંભીર છે. તેથી આ શિક્ષણને અસરકારક બનાવવા માટે પહેલી આવશ્યક્તા એ છે કે તે ગુરુગમ્ય હોવું જોઈએ. ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. ગુરુ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યમાં વિનય પ્રગટ કરે છે અને ગુરુ શિષ્યની પાત્રતાને માપી તે પ્રમાણે જ્ઞાન આપે છે. જૈનદર્શનમાં કેળવણી વિચાર આથી શિક્ષણને અસરકારક બનાવવા બીજી આવશ્યકતા આપોઆપ ઊભી થઈ કે આવું સમૃદ્ધ જ્ઞાન આપનાર ગુરુ સંપૂર્ણપણે સફળ અને સબળ હોવા જોઈએ. જ્ઞાનસમૃદ્ધ હોવા જોઈએ. આખો દિવસ નોકરી કરે ને સાંજે આવી એક કલાક પાઠશાળા ભણાવી દે તેવા ગુરુ શિક્ષણને અસરકારક ન જ બનાવી શકે. મેં જેમના જીવન પર થીસીસ લખેલ છે તે પંડિતવર્ય પ્રભુદાસભાઈ મહેસાણામાં ‘યશોવિજયજી પાઠશાળા' માં ભણ્યા હતા ને ભણાવતા હતા. તે સ્થળની હું મુલાકાત લેવા ગઈ હતી. ત્યાં ભણતા વિદ્યાર્થીઓને જોઈ એમ લાગે કે જાણે જ્ઞાનનો ભેખ લીધો છે. ઊઠે ત્યારથી સાંજ સુધી બધી જ પ્રવૃત્તિઓ જ્ઞાન મેળવવા માટેની. જ્ઞાનપ્રાપ્તિને સંપૂર્ણ સમર્પણ. દુનિયાદારીથી દૂર આવી રીતે પાંચ-છ વર્ષ ભણીને જયારે તે બહાર નીકળે ત્યારે કાં તો દીક્ષા લે કાં તો એક ઉચ્ચ કક્ષાના પંડિત બને. આવા પંડિતો જો જૈનશિક્ષણ આપે તો તે આપોઆપ અસરકારક બની જાય. વાલકેશ્વર (મુંબઈમાં) આવા બે પંડિતવર્યો શ્રી મુક્તિભાઈ અને શ્રી પ્રવીણભાઈ ભણાવે છે. ત્યાં સામે ચાલીને મોટી સંખ્યામાં સુખી ઘરની બેનો આવે છે. રોજ ચાર કલાક પાઠશાળા ધમધમતી રહે છે. મારી દીકરી પાયલે પંડિતવર્ય ધીરજભાઈને તેના ઘરે આમંચ્યા હતા ત્યારે આ પાઠશાળાની બહેનો સાંભળવા આવી હતી. B.M.W. ચલાવતી આ બહેનોએ જૈનધર્મના વિવિધ સિદ્ધાંતો પર ધીરૂભાઈને જે સવાલો પૂછડ્યા તે જોઈને ધીરૂભાઈ પણ આશ્ચર્ય પામી ગયા. તેમને કહેવું પડ્યું કે, “લક્ષ્મી અને સરસ્વતીનું મિલન પહેલીવાર જોયું.’ આ બન્ને પંડિતવર્યોને આભારી હતું. જો સંઘ આવા પંડિતોના જીવનનિર્વાહની જવાબદારી ઉપાડી લે તો પંડિતો પોતાની સઘળી શક્તિનો ઉપયોગ ભણાવવામાં કરે. | પ્રભુદાસભાઈ વિશે શોધનિબંધ લખતી વખતે મેં તેમના હાથ નીચે ભણેલા વિદ્વાનો સાથે મિટીંગ કરી, તેમાંથી એક પંડિતવર્ષે મને કહ્યું કે પ્રભુદાસભાઈ ૨૫
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy