________________
333333333333333333333333 બાબત ગણાય. નાલંદામાં પણ પ્રભુ મહાવીરે ૧૪ ચોમાસા કરેલ ને ત્યાં છ માસિક તપ કરેલ તેને ઉદ્દેશીને શ્વેતાંબર પૂર્તિપૂજક સંપ્રદાયમાં રોજ જ સવારના પ્રતિક્રમણમાં ‘તપ-ચિંતામણિનો' કાઉસગ્ગ કરવામાં આવે છે, અને જોઈએ છીએ
કે કેટલાક આ યુગમાં પણ એટલા ઉપવાસ કરે છે. કઠોર તપસ્વિની ચંપાબહેન શ્રાવિકાએ પણ છ માસના ઉપવાસ કરેલ જેના દ્વારા મુગલ સમ્રાટ અકબર પણ આકર્ષાયા અને જૈન ધર્મ પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થઈ; તે વાતતો સહુ કોઈ જાણે જ છે. ૨૫-૩૦ વર્ષ પહેલાંની વાત કરું તો જયપુરનાં અચરજબહેને પણ છ મહિના ઉપવાસ કરેલ. ઈ.સ. ૧૯૮૪ની સાલ, હું પણ જયપુર હતી, ચોમાસાની ચૌદસના દિવસે તેમણે અભિગ્રહ લીધો હતો મારા ગુરુ આચાર્ય પૂ. હસ્તિમલજી મ.સા. મારે ત્યાં પધારશે પછી પારણું કરીશ. પાંચ મહિનાનું ચોમાસું હતું, તે પૂરું થયા બાદ મહિનામાં તરત જ ગુરુદેવ વિહાર કરીને પધાર્યા, બાદ પારણું થયું.
અંતગડ સૂત્રમાં કાલી આદિ રાણીઓના તપનાં વર્ણનો આવે છે. તેમણે આયંબિલના વિવિધ અનુષ્ઠાનો કરેલ જેની વર્ધમાન તપની ઓળીના નામે આજે પ્રચલિત છે, અને આજે ચતુર્વિધ સંઘ મોટા પ્રમાણમાં થાય છે, એવા તો કેટલાયે લોકો ને હું જાણું છું જેમણે સો-સો આયંબિલની ઓળી પૂર્ણ કરેલ છે. આપણા સમાજ માટે ખરેખર આ એક ગૌરવ લેવા જેવી બાબત છે.
ટૂંકમાં કહું તો જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચૌવિાહર, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આત્મિક શુદ્ધ અને આત્મનિયંત્રણનું સાધન તો છે જ, સાથે દેહશુદ્ધિ અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત અને નિયમિત કરવાનું સાધન પણ છે; સાથે આંતરતપનું પણ મહત્ત્વ છે. આ તપો આરોગ્ય વિજ્ઞાન (Medical Science) અને શરીરવિજ્ઞાન (Physilogy)ની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. તેના આધ્યાત્મિક લાભ સાથે સાથે શારીરિક તંદુરસ્તીના ફાયદાઓને નજરઅંદાજ ન કરવા જોઈએ. છેવટે કોઈકને કદાચ ધર્મ અને ધાર્મિક શબ્દની એલર્જી હોય તોય વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરશે તે ચોક્કસ ફાયદામાં રહેશો.
૧૪૨
**** ભગવાન મહાવીરની તપશ્ચર્યા, આંતરિક વિશુદ્ધિનો રાજમાર્ગ
- ગુણવંત બરવાળિયા (જૈન ધર્મના અભ્યાસુ ગુણવંતભાઈ કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્ય સંશોધન સંપાદનમાં રસ લે છે અને જ્ઞાનસત્રના આયોજનમાં સક્રિય છે.)
********
શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર, કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારનાં ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે.
પ્રબુદ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજી જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી.
પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્તિ થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળ ને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો.
શ્રી આચરાંગ સૂત્રના નવમા ઉપધાન શ્રુત અધ્યયનના ચોથા ઉદ્દેશકમા ભગવાનની અનશન, ઉણોદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી વેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપસાધના, આહાર-પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપસાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી.
ભગવાનના સહજ થઈ જતા બાહ્યતપ સાથે આપ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજ્ય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાના ચોવિહાર ઉપવાસ કર્યા હતા. ઠંડા, તુચ્છ કે ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતા. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવનાં દર્શન કરાવે
૧૪૩