________________
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ અણગાર બનાવે છે, તપ સાથે સમભાવ ભળે તો અર્જુનમાળી અણગાર બનાય છે. અનેક સંકટ, પરિષહ, ઉપસર્ગોની વચ્ચે બાર વર્ષ, છ માસ અને પંદર દિવસનું ઘોર તપ અને ધ્યાન-આરાધના કરી તેવા ભગવાન મહાવીરના ધર્મના હાર્દને તપસ્યાના રહસ્યોને પામી તપશ્ચર્યા કરીએ, કરાવીએ, અનુમોદીએ અને તપકતનો ક્યારેય વિરોધ ન કરીએ કે અવરોધ ન બનીએ તો જ જૈન ધર્મ સાચો શ્રેયસ્કર નીવડે. ‘તવોr Tદ્દાન” તપ રૂપી ગુણથી પ્રધાન બની, બાહ્ય તપ, આત્યંતર તપ કે ઠાણાંગ સૂત્રના દશમા ઠાણે દર્શાવેલ દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ પણ તપ કરી, પોતાના આત્માની શક્તિને ફોરવીને કર્મથી હળવા ફૂલ થઈ લોકના અગ્રભાગે સ્થિત થઈએ, કારણ કે -
* ‘તપથી સવિ સુખ ઉપજે, તપથી પામે જ્ઞાન,
મુકિત માર્ગે જવા ભણી, તપ મોટું વરદાન.”
આવા અમોઘ શસ્ત્ર સમા તપનો આધાર લઈ, કર્મ સામે જંગ માંડી, મોક્ષરૂપી વિજયને આપણે સૌ પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના.
SeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB તે જોવેશ્યા પ્રાપ્ત કરી (ભગવતી સૂત્ર - શતક-૧૫) તો તપથી પ્રાપ્ત થતી લબ્ધિમાં વિદ્યાચરણ - જં ઘાચરણ લબ્ધિ પણ છે (શતક - ૨૦). ભગવાન મહાવીરસ્વામીના શ્રમણ-શિષ્ય પરિવારે સંભિન્નશ્રોત લબ્ધિ, અક્ષીણ મહાનસ લબ્ધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તપશ્ચર્યા લૌકિક ફળ, સાંસારિક કાર્યોની પૂર્તિ માટે ન કરતાં આધ્યાત્મિક, આત્મિક દષ્ટિએ કરવી એ યોગ્ય ગણાય છે.
તપ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. જેમ વધુ પડતું જ્ઞાન જો પચાવ્યું ન હોય તો અહંકાર જન્માવે છે તેમ વધુ પડતું તપ જે આત્મસાત્ ન થાય તો ક્રોધ જન્માવે છે. કપટ સહિત કરેલું તપ અચ્છેરું (આશ્ચર્ય) બની જાય છે. એક સમાન તપશ્ચર્યાદિ અનુ ઠાન કરવાના નિશ્ચયવાળા સાત અણગારોમાંથી સમય જતાં બધા કરતાં ચઢિયાતા થવા માટે મહાબલ અણગાર કપટપૂર્વક એક ઉપવાસ વધુ કરવા લાગ્યા. તે કપટના ફળસ્વરૂપે સ્ત્રીવેદનો બંધ થયો અને મલ્લીનાથ ભગવાન તીર્થંકરપણામાં સ્ત્રીપણે ઉત્પન્ન થયા (જ્ઞાતાકર્મકથા સૂત્ર).
નિદાન રહિતના સંયમ અને તપ મોક્ષરૂપ ફળ આપે છે એ વાતની પ્રતીતિ કરાવતું જ્ઞાતાધર્મકથા સૂત્રનું એક પાત્ર દ્રૌપદીનો પૂર્વભવ છે, જેમાં સુકુમાલિકાના ભવમાં તે ગુરુની આજ્ઞાની પરવા કર્યા વગર છઠ્ઠના પારણે છઠ્ઠ કરી સૂર્ય આતાપના લેતી હતી અને નિદાન કર્યું કે હું પણ પાંચ પુરુષો સાથે કામભોગ ભોગવું." તે દ્રોપદીના ભાવમાં કલ્યાણકારક ન થયું.
તો ભગવતી સૂત્રનું એક ચરિત્ર પાત્ર સામલી તપસનું છે. પ્રાણામાં પ્રવજ્યા સ્વીકારના સમયે જ ચાવજ જીવન છઠ્ઠના પારણે છઠું અને પારણામાં રાંધેલા ભાત ૨૧ વાર ધોઈને વાપરવા તેવો સંકલ્પ કર્યો. તેમની તપસાધના જોઈને દેવ-દેવીઓએ ઇન્દ્ર બનવાનું નિયાણું કરવા માટે બહુમાનપૂર્વક વિનંતી કરી છતાં તામલી તાપસ કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના આત્મભાવમાં લીન રહ્યા.
તપ સાથે નિદાન કે કષાય ભળે તો તપ મોક્ષપ્રદ બનતું નથી પણ તપ સાથે અહિંસા ભળે તો ધર્મરૂચિ અણગાર બનાય છે, તપ સાથે સંવેગ-નિર્વેદ ભળે તો ગજ સુકુ માલ મુનિ બનાય છે, તપ સાથે અભિગ્રહ ભળે તો ધન્ય
-૧૩૮)
જેમ પાણીના યોગે દૂધને ઉકાળવું પડે છે, તેમ શરીરના યોગે આત્મા કષ્ટ પામે છે, છતાં દૂધ અને પાણી જેમ ભિન્ન છે તેમ આત્મા અને શરીર ભિને છે. તે ભિન્નતા પ્રાપ્ત કરવા અને મમતા તોડવા તપ કરવામાં આવે છે.