________________
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @
આવિષ્કારો કયાં છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબી ક્ષેત્રે તથા ભૂગોળ-ખગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યા છે. અવકાશ ગ્રહોના સંશોધનો કર્યા છે તેનાથી તો આધ્યાત્મિક જગતના ઋષિમુનિઓએ પ્રગટ કરેલા રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે.
જૈનદર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, તો પણ બંને (જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખ્યાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાન અને ધર્મ નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિજ્ઞાન વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડૉ. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિથી શરીરના બીજા વિભાગોનું કાર્ય ચાલુ રહે છે. જો મનુષ્ય આવશ્યકતા કરતાં વધુ પડતાં દૂધ, ઘી, દહીં, તેલ આદિનો આહાર કરે તો વધારાની ચરબી મનુષ્યની ચામડી નીચે જમા થાય છે અને કોઈ પણ કારણથી આહાર ન મળે અથવા તો ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવામાં આવે ત્યારે તે ચરબીનું દહન થાય છે, અને તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, માટે દરેક મનુષ્ય પરિમિત/મર્યાદિત પ્રમાણમાં ઘી, દૂધ લેવું જોઈએ.
તેલના ફક્ત ચાર પ્રકારને જ જૈન શાસ્ત્રકારોએ વિગઈમાં ગણાવ્યા છે. (૧) તલનું તેલ (૨) અળશીનું તેલ (૩) સરસવનું તેલ અને (૪) કુસુમ્બ નામના ઘાસનું તેલ, બાકી બીજ તેલનો વિકૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તો પણ મગફળી, નાળિયેર વેગેરેના તલનો પણ વિગઈમાં સમાવેશ કરવો જોઈએ.
ગોળ અને સાકર, બને શક્તિના સ્ત્રોત છે. ગોળથી કામવાસના વધે છે. માટે ત્યાગી સાધુ અને બ્રહ્મચારીઓએ કાચો ગોળ લેવો ન જોઈએ.
જૈન પરંપરા પ્રમાણે સજીવ પ્રાણીઓના મૃત્યુ બાદ તરત જ તેના માંસ, લોહી વગેરેમાં તેના જ વર્ણવાળા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, માટે અહિંસાના પાલન માટે તેનો ત્યાગ કરવો આવશ્યક જ છે.
મદ્ય બનાવવા માટે તેના ઘટક દ્રવ્યો ભેગાં કરી, તેમાં સડો પેદા કરવામાં આવે છે, અને આ એક બેક્ટરિયલ ફર્મેન્ટેશન જ છે, જે શરીર અને મગજને નુકસાનકર્તા છે, માટે જૈન શાસ્ત્રકારોએ મદ્યપાનનો સંપૂર્ણ નિષેધ કર્યો છે.
જૈન ધર્મગ્રંથોમાં મધના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) મધમાખી દ્વારા એકઠું કરાયેલું મધ (૨() ભમરી-ભમરા દ્વારા એકઠું કરાયેલું મધ (૩) પતંગિયા દ્વારા એકઠું કરાયેલું ધમ. આમ જોઈએ તો મધ એ ફલોનો રસ જ છે, પરંતુ તે પ્રાપ્ત કરવામાં મધમાખી વગેરે અસંખ્ય જીવોની હિંસા કરવી પડે છે. માટે જીવહિંસાની દષ્ટિએ તેનો ઉપયોગ પ્રતિબંધિત છે તથા મધમાં મધમાખી વગેરેના મોંની લાળ પણ ભળેલી હોય છે તેથી તેમાં તેના જ વર્ણવાળા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. માટે તે આપણા મનમાં વિકૃતિ પેદા કરવામાં ખૂબ જ શક્તિશાળી હોવાથી શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો છે.
ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં
દેવાધિદેવ ભગવાન શ્રી મહાવીરે સંકટોના નિવારણ માટે એકમાત્ર ઉત્તમ
કોટિની જડીબુટ્ટી આપી છે જે તપશ્ચર્યાના નામે ઓળાય છે