________________
%િ99%E996જ્ઞાનધારા 99%E9%96%89%8B બતાવે છે. વિદ્વૈષણા (ધન-સંપત્તિની ઇચ્છા), દહૌષણા (પત્ની-પરિવારની ઇચ્છા અને લૌકેષણા (યશની કામના), બધી જ ઇચ્છઓનો આ ત્રણમાં સમાવેશ થઈ જાય છે.
આપણે સૌ આ ઇચ્છાની પૂર્તિ કરવા જે કરીએ એટલે કર્મ, આ કર્મ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. જે કર્મ દ્વારા અન્ય પ્રાણીને દુઃખ થાય તે અશુભ. સુખ થાય તે શુભ. આ શુભ કે અશુભનાં પરિણામો સુખ કે દુઃખ આપે છે. જ્યાં સુધી કર્મના ફળ ભોગવાઈ ન જાય ત્યાં સુધી મુક્તિ મળે જ નહીં.
આસવ એટલે નવા કર્મોનો પ્રવાહ. તેના ચાર કારણો છે. મિથ્યાદષ્ટિ (દેહને આત્મા માનવો), અવિરતિ (અશુભ કર્મોથી અટકવું નહીં,) કષાય (ક્રોધ, માન, માયા, લોભ, (રાગ-દ્વેષ) અને યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ આ ચાર કારણોને લઈને કર્મો થઈ રહ્યાં છે. ગયા જન્મે કરેલા કર્મો ભોગવ્યા વિના છુટકો જ નથી. તે ભોગવાઈ રહ્યા છે, પણ તે ભોગવતી વખતે સારા પરિણામ પ્રાય: રાગ કે લોભ થાય, ખરાબ ફળ તરફ ક્રોધ કે દ્વેષ થાય તો પાછા નવા કર્મો ઊભા થાય છે. આપણે સુખ-દુઃખ ભોગવતી વખતે સમજીએ કે આ પૂર્વજન્મના પરિણામ છે, તેના તરફ રાગ, દ્વેષ ન થાય તો નવા કર્મો અટકી જાય. જૂના કર્મ ભોગવાઈ જાય કે કર્મ બંધ ખલાસ થતા મોક્ષ થઈ જાય.
જૈનદર્શનમાંમા આત્મા, કર્મ મોક્ષ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જૈનશાસ્ત્રોમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ઝારિત્ર, પાંચ મહાવ્રતો, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત વગેરે વ્રતોની પણ ચર્ચા કરવામાં આવી છે. જૈદર્શનમાં નવ તત્ત્વોનો સિદ્ધાંત છે. આ નવ તત્ત્વો નીચે મુજબ છે.
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) જિર્નર (૮) બંધ અને (૯) મોક્ષ.
આપણાં વિષયને નિર્જરા સાથે સંબંધ છે. જૈન ધર્મના છ બાહ્ય અને આ અત્યંતર એમ બાર પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થઈ શકે છે.
- મંત્રજાપની અસર સમજાવતું વિજ્ઞાન :
પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં
-૧૦૦
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ આવે છે.
મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચારણ કરતાં ભૂરા અને સફેદ રંગના કરસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મશરીર પ્રકાશપુંજથી ચમક અને પ્રખરતા વધી જાય છે અને તેથી જ ભગવદ્ નામ જન્મ અને મંત્રોચ્ચારનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેનું ભાન થયું. જૈનદર્શનમાં મહામંત્ર નવકાર મંત્રના જાપથી જીવોના સર્વ પાપો નાશ થઈને સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિધાનમાં પણ શંકા કરવા જેવું નથી.
લેફ. કર્નલ સી.સી. બક્ષી, પોતાના વૈશ્વિક ચેતના' નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપના મગજમાં શબ્દની ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે, જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો-ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે.
મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહીં પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે કે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે, તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજથી જ અગ્નિ પ્રગટાવેલ.
રાત્રિભોજન ત્યાગ સમજાવતું વિજ્ઞાન : રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે. છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચયની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગૅસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સુર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્યપ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો
૧૦૫)