________________
6666666% જ્ઞાનધારા 96%E6 %E6%E8 હોય છે કે શરીર છે. આ માન્યતાને, મમત્વને તોડવા માટે કાયોત્સર્ગ એ સાધનાનું પહેલું ચરણ છે અને કાયોત્સર્ગનું પહેલું સુત્ર છે. હું અને શરીર નથી. આ શરીરની અંદર રહેલી કિંમતી ચૈતન્યશક્તિ, પ્રાણશક્તિ છે, તે હું છું. આ ધ્યાન સાથે ચેતનાનો પ્રયોગ કરીએ. જ્યારે આટલાં ઊંડાણ સાથે ધ્યાન થાય (ઉપરછલ્લી ક્રિયા કે શબ્દો નહીં પણ અનુભૂતિ) ત્યારે શરીર અને મન ઉપરનું મમત્વ છૂટવા લાગે છે. પછી મૃત્યુનો, બીમારીનો, વૃદ્ધાવસ્થાનો કોઈ જ ભય નથી રહેતો. આ ભય આવે છે જ શરીરના મોહને લીધે. આ ભય ટતાં જ અમૃત્વનો બોધ થાય. આ કાયોત્સર્ગને મહાવીર પ્રભુએ ૧૨મું અને અંતિમ તપ કહ્યું છે કારણ એના પછી શેષ કંઈ જ નથી રહેતું. એના પછી એ મળી જાય છે, જેને જાણવા માટે દોડતા હતા. જેના માટે અનંતા જન્મોની પ્યાસ હતી એ સધાઈ જાય છે. એ છે કાયોત્સર્ગ પણ એમાં પૂર્વતૈયારીની જરૂર છે અને ધ્યાનની સાથે એને જોડવાનું છે. ધ્યાન અને કાયોત્સર્ગ જ્યાં મળે છે ત્યાં જ અમૃત્વનો શુભારંભ થઈ જાય છે.
કાયોત્સર્ગની વિધિ ૧) ઈરિયાવહી સૂત્રનો પાઠ (આલોચના સૂત્રો કરવો, જેમાં દરેક જીવ સાથેની
ક્ષમાપના કરીએ છીએ. માફી માગવાની છે. કોઈ પણ જાતની વિરાધના થઈ હોય તો સર્વે જીવો સાથે મૈત્રી સ્થાપિત કરવાની છે. કોઈ પણ ધર્મક્રિયા (ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન આદિ) કે અનુષ્ઠાન આ ઇરિયાવહી સૂત્રનો પાઠ કર્યા વિના ન કરી શકાય. ક્રિયાની શુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર, અન્નધ્ધ સૂત્ર દ્વારા સંકલ્પ કરીએ છીએ. પ્રાયશ્ચિત કરવા માટે, આત્માની વિશેષ શુદ્ધિ કરવા માટે, શલ્યોથી, માનસિક તેમ જ ભાવનાત્મક તણાવોનું વિસર્જન કરવા માટે (ઠાણે, મોણેણં, ઝાણેણં) સ્થિર આસને, મૌન રહીને, ધ્યાનમય રહીને કાયોત્સર્ગનો અભ્યાસ
કરવા તૈયાર થઈએ છીએ. ૩) કાયોત્સર્ગનો અભ્યાસ ત્રણ મુદ્રાઓમાં થઈ શકે છે. ઊભા રહીને (ઉત્થસ),
બેસીને (નિષષ્ણ), સૂઈને (નિપન્ન). ઊભા રહીને કાયોત્સર્ગ કરવા માટે, બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કંઈક ઓછું અંતર રાખવું. બંને હાથો સીધા ગોઠણ તરફ લટકતા અને અડેલા રાખવા. કરોડરજજુ સીધી રાખવી. શરીને સમપાદ સ્થિતિમાં રાખી સ્થિર
૧૦૦
%EE66 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 E6 %
થવું. આંખો અર્ધખુલ્લી અથવા બંધ, ગરદન સીધી અને શ્વાસ ધીમા તથા લયબદ્ધ. બેસીને કાયોત્સર્ગ કરવા માટે, પદ્માસન, અર્ધપવાસન, સ્વસ્તિકાસન જેવાં સરળ આસનમાં બેસી, ખોળામાં, નાભિ પાસે ડાબી હથેળી પર જમણી હથેળી રાખવી. સૂઈને કાયોત્સર્ગ કરવા માટે, ચત્તા સૂઈને બંને પગ અને હાથોને ફેલાવીને રાખવા, હથેળી ઉપર આકાશ તરફ રહે તેમ રાખી, શરીર ઢીલું છોડવું. કાયોત્સર્ગ અને શ્વાસનો ઊંડો સંબંધ છે. ૮-૨૫-૧૦૦ શ્વાસનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં લોગસ્સ સૂત્ર ભાવપૂર્વક, ૪-૧૨-૨૦-૪૦ વખત મનમાં કરાય છે, છેલ્લે પ્રગટપણે બોલાય છે.
આમ, કાયોત્સર્ગ અમુક શ્વાસોચ્છવાસ સુધી કાયાને શિથિલ અને નિશ્ચલ રાખી, મૌન એવી શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે છે જેથી પછીથી ક્રિયા શાંત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. ધ્યાનસિદ્ધિ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી. કલાકો, પ્રહરી, દિવસો સુધી સાધક પોતાની સુવિધા પ્રમાણે કરી શકે છે. મહાવીરસ્વામી દિવસ-રાત, મહિનાઓ સુધી કાયોત્સર્ગમાં રહેતા. પૂર્વ-અર્જિત સંસ્કારો, કર્મોને ક્ષીણ કરવા માટે લાંબો સમય સુધી કાયોત્સર્ગ કરવો આવશ્યક છે. રોજિંદી તણાવ-મુક્તિ, ચિંતારહિત થવા માટે ૧૫ મિનિટનો કાયોત્સર્ગ પૂરતો છે.
- વ્યુત્સના પ્રકાર : વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ કરવો તે તેના બે પ્રકાર છે.
(i) દ્રવ્યબુસર્સ (i) ભાવ વ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગના ૪ ભેદ છે. એમાંનો કાર્યોત્સર્ગ એક છે. બીજા છે ગચ્છનો ત્યાગ, વસ્ત્ર-પાત્ર આદિનો ત્યાગ અને અશુદ્ધ આહારપાણીનો ત્યાગ. ભાવવ્યત્સર્ગના ત્રણ પ્રકાર છે. (i) કષાયનો ત્યાગ (i) ભવનાં કારણરૂપ મિથ્યાત્વ આદિ બંધ હેતુઓને ત્યા (ii) જ્ઞાનાવરણ આદિ કર્મોનો ત્યાગ કવો તે.
ટૂંકમાં ત્યાગવૃત્તિ કેળવવા, મમત્વના ત્યાગ માટે આ કાયોત્સર્ગનું તપ કરવામાં આવે છે. કાયાને એક આસને સ્થિર કરી, વાણીનું મૌન રાખી, મનને ધ્યાનમાં જોડી (ભાવ્યત્સર્ગ કરવો) એ અવસ્થાને કાર્યોત્સર્ગ કહેવાય છે.
કાયોત્સર્ગની સાધનાનું પરિણામ ૧) શારીરિક સ્તર પર તણાવ-મુક્તિ : - શરીર શિથિલ થાય છે.
૧૦૧૪