________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
| ઉપકાર કરવો. ૬. દેશકાલજ્ઞતા વિનય તપ - દેશ અને કાળને અનુરૂપ અર્થ સંપાદન
કરવો, કાર્ય કરવું. ૭. અપ્રતિલોભતા વિનય તપ - સમસ્ત પ્રયોજનોમાં અનુકૂળતા હોવી.
કોઈના પ્રત્યે વિરુદ્ધારણ ન કરવું.૧૬ આચાર્ય કુન્દકુન્દ મૂલાધારમાં વિનય સંબંધી જણાવે છે કે દર્શનમાં વિનય, જ્ઞાનમાં વિનય, તપમાં અને ઔપચારિક વિનય આ પાંચ પ્રકારનો વિનય નિશ્ચિતપણે મોક્ષ ગતિમાં લઈ જનાર પ્રધાનરૂપ છે અર્થાત્ વિનય મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે.૧૯
૪. વિનય તપ આધારિત કથા
માપતુષ મુનિ : માપતુષ મુનિવરને બે પદ પણ યાદ રહેતાં ન હતાં. બાર બાર વર્ષ સુધી ગરદેવે એને ‘મ ૫, મા તુષ' બે પદો ગોખાવ્યાં હતાં. બૂલ સુધારતા રહ્યા. એ મુનિ કદી પણ આકળામણનો શિકાર ન બન્યા. વારંવાર ભૂલ બતાવનાર ગુરુ પ્રત્યે કોઈ અરુચિ ય દ્વેષ નહીં. ‘મને યાદ નથી રહેતું. હું યાદ નહીં કરું, મને વારંવાર કહેવું નહીં' એવી સ્પષ્ટ વાત કરવાનો અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલેને બે પદ યાદ ન રહ્યાં, પણ સમગ્ર ગ્રંથોનો સાર રાગ ન કરવો, હેપ ન કરવો’ એ ભાવાત્મક જ્ઞાન એવું તો પ્રાપ્ત કરી લીધું હતું કે એમણે કદીય દ્વેષ ન કર્યો, કદીય રાગ ન કર્યો, પાપોથી એ નિવૃત્ત બની ગયા. આવદ્વારોને તેમણે બંધ કરી દીધો. તપઃ શક્તિ પ્રગટ થઈ. કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા. ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિનું મૂળ હતું વિનયમાં.
'तम्हा सब्बपयते, विणीयत्तं मा कदाह छंडेज्जा
अपसुदो वि य पुरिसो, खबेदि कम्माणि विणहण"
કોઈ પણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે.
આગમ ગ્રંથોમાં વિનય આધારિત અનેક દ્રષ્ટાંત તથા કથાઓ પ્રાપ્ત થાય છે, જેમ કે ગણધર ગૌતમ અને આનંદ શ્રાવક. અવધિ જ્ઞાન વિશે મત જુદા પડડ્યા,
જ્યારે તેમને જણાયું કે આનંદ શ્રાવકનું કથન સત્ય છે અને પોતાની ભૂલ છે ત્યારે તેઓ તેમની ક્ષમા યાચના કરવા તરત જ નીકળી પડડ્યા. ગણધરનો પણ શ્રાવક પ્રત્યે
% E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ કેવો વિનય ! સાધ્વી મૃગાવતીજી અને સાધ્વી ચંદનબાળા-મૃગાવતીજીને રાણી ચંદનબાળાશ્રીજી પહેલાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છતાં ગરણી પ્રત્યેનું વિનયપૂર્વક આચરણ ! શ્રેણીક રાજા અને ચંડાલ વગેરેના ઉલ્લેખો આગમ ગ્રંથોમાં મળે છે.૧૦
૫. વિનયનું મહત્ત્વ
વિનય સમગ્ર ધર્મ આચરણનો પાયો છે. તેથી સાધકનું મોટામાં મોટું અને નાનામાં નાનું આચરણ વિનયપૂરકનું હોવું જોઈએ. અભિધાનરાજેન્દ્ર કોશમાં ‘પHH વિના મૂ'' દર્શાવીને વૃક્ષની ઉપમા દ્વારા અભિવ્યક્ત કરતા સમજાવે છે કે -
‘વૃક્ષના મુખતી સ્કન્ધ ઉત્પન્ન થાય છે. કલ્પમાંથી શાખાઓ પ્રશાખાઓ અને તેના પછી પાંદડાં, પુષ્પો, ફૂલ, રસ ઉત્પન્ન થાય છે. આમ ‘વિનય' ધર્મ રૂપી વૃક્ષનું મૂળ છે.૨૧
વાયકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતા જણાવે છે કે -
विनयफलं शुश्रूषा, गुस्शुश्रूषाफलं श्रुतज्ञानम् ॥ ज्ञानस्य फलं विरतिविरति फलं चास्रवनिरोधः ।। संबरफवं तपोबलमथ तपसो निर्जराफलं ट्रस्टम् । तस्मात क्रियानिवृत्तिः क्रियानिवृत्तेयोगित्वम् । योगनिरोधदि मवसन्तिक्षयः सन्तिक्षमान्मोक्षः । ततस्मात् कलयाणानां, सर्वेषां माजन विनयः ।।
વિનયનું ફળ શુશ્રુષા છે. ગુરુ શુક્યૂષાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ વિરતિ છે અને વિરા વિરતિનું ફળ આશ્રવનો નિરોધ એટલે સંવર છે. સંવરનું ફળ તપોબળ છે અને તપોબળનું ફળ નિર્જરા છે કે જેનાથી ક્રિયાની નિવૃત્ત થતા અયોગિત્વ એટલે યોગરહિતપણું પ્રાપ્ત થાય છે અને યોગરહિતપણું પ્રાપ્ત થતા ભવપરંપરાનો ક્ષય થાય છે. ભવપરંપરાનો ક્ષય એ જ મોક્ષ છે. આમ વિનય એ સર્વ કલ્યાણનું ભાન છે અને મોક્ષપ્રાપ્તિનું ફળ છે.
પાદ-ટીપ ૧. શ્રી તત્તવાWધિગમ સૂત્ર ૧, ૨/. ૨. સુનંદબહેન વોહરા (સં), નવ તત્ત્વનો સરળ પરિચય પૃ. ૨ પૂ. શ્રી જૈન પ્રકાશનમંદિર, અમદાવાદ,
ભ૭૫)