________________
818181818181818181818 14 dra Grus B49181818181818181818181818 અને પશ્ચાતાપ કરે છે કે ધિક્કાર છે મને કે સંવત્સરી જેવા દિવસે પણ હું સાધુનો ધર્મ ભૂલી ગોચરી કરું છું તથા બીજી તરફ આ તપસ્વી સાધુઓ આમ પોતાને ધિક્કારતા ધિક્કારતા પ્રાયશ્ચિત કરતા કરતા જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી
લીધું.
આ પ્રમાણે જૈનદર્શનમાં કેવળજ્ઞાની તીર્થંકરોએ શ્રાવક તથા શ્રમણ બન્ને માટે પ્રાયશ્ચિત જેવું સરળ પરંતુ પરિણામિક દષ્ટિએ મહાન આત્યંતર તપ બતાવી મનુષ્ય માટે કર્મ નિર્જરાનું સર્વોત્તમ સાધન બતાવ્યું છે. જેને પોતાના દોષ અથવા ભૂલ સમજાય તે જ આત્માની સાક્ષીએ અથવા ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અજર-અમર મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે
સંદર્ભ : આચાર્ય નાનેશના વ્યાખ્યાન સંગ્રહ “જિણધમ્મો''આધારે સંકલન કરેલ છે, તો પણ જિનઆજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો ખમતખામણા - ક્ષમા - મિચ્છા મિ દુક્કડમ્'
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ન્યૂનતમથી લઈને અપરાધનો સ્વીકાર કર્યો છે. તે એવા સાચા હૃદયથી એકરાર, સ્વીકાર કરી પશ્ચાતાપ કર્યો છે કે તુરત જ કર્મોનો ક્ષય કરી તે જ સ્થાને, તે જ સમય કે કેવળજ્ઞાન કેવળ-દર્શનને પ્રાપ્ત કરેલ છે.
આ શ્રેણીમાં સર્વ પ્રથમ મૃગાવતી તથા ચંદનબાળા સતીના પ્રાયશ્ચિતનો દાખલો સ્મરણ કરીએ. માસી મૃગાવતી સતી ભગવાન મહાવીરના સમવસરણમાં સૂર્ય-ચંદ્રની પ્રત્યક્ષ ઉપસ્થિતિના કારણે સૂર્યાસ્ત પહેલાં ઉપાશ્રય આવી જવામાં ચૂકી ગયાં જે થી ગુફણીએ મંગાવતીને સંયમીના કર્તવ્યત્ત માટે ઉપાલંભ આપ્યો, જેથી મૃગાવતીને અત્યંત પશ્ચાતાપ થયો કે મહાન ભૂલ કરી છે, જેથી મારા કારણે મારા ગુરૂણીને દુ:ખ થયું અને પ્રાયશ્ચિત કરતાં કરતાં ઊભેલી અવસ્થામાં નિર્મળ કે વળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તેની જાણ થતાં સ્વયં ચંદનબાળાએ પણ હાર્દિક પશ્ચાતાપ કર્યો કે મેં કેવળીની અશાતના કરી ઉપાલંભ આપ્યો કે તુરત તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
(૨) બીજો દાખલો મહાવીરના શ્રાવક મહાશતકનો છે, જે ઓ ઉપવાસ કરી પૌષધશાળામાં સાધનામાં લીન હતા. જ્યાં તેની પત્ની રેવતી મધના નશામાં ચૂર થઈ કામ-ક્રોધથી મસ્ત થઈ મહાશતક પાસે કામેચછા લઈ આવે છે, ત્યારે મહાશતકને જ્ઞાન થઈ ગયેલ - તેના આધારે રેવતીને ક્રોધપૂર્વક કહે છે કે, હે કામુક સ્ત્રી ! આજ થી સાતમા દિવસે તું મરીને સાતમી નરકે જઈશ. જ્યારે ભગવાન મહાવીરને આ વાતની જાણ થાય છે ત્યારે મહાશતકને પૌષધમાં આવાં કટુ વચન કહેવા બદલ પ્રાયશ્ચિત લેવાનું કહેલું.
(૩) ગૌતમસ્વામીને અવધિજ્ઞાની આનંદ શ્રાવકની અશાતના કરવા બદલ આલોયણા કરવાનું કહેલ. ગોચરી પણ પછી કરો. કુડ ગુરૂ મુનિ જે ઓ સંવત્સરીના દિવસ પણ ઘડો લઈને ગોચરી માટે જાય છે. અન્ય સાધુ તેમની ટીકા કરે છે. તો પણ કુડગુરૂ તેમને લાવલી ગોચરી બતાવી નમ્રતાથી લાભ દેવાનું કહે છે. તેથી તે બધા તપસ્વી સાધુ તેનો અનાદર કરી ભાતમ ધૂકે છે, છતાય કુડગુરૂ કહે છે - સંવત્સરીના દિવસે પણ ઘડો લઈને ગોચરી માટે જાય છે. અન્ય સાધુ તેમની ટીકા કરે છે, તો પણ કુડગુરૂ તેમની લાવેલી ગોચરી બતાવી નમ્રતાથી લાભ લેવાનું કહે છે. તેથી તે બધા તરફથી સાધુ તેનો અનાદર કરી ભાતમાં ધૂકે છે છતાંય કુડગુર કહે છે - તમોએ ભાતમાં ઘી નાખી દીધું.