________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB સમજાયેલ છે તે રજૂ કરું છું.
પ્રતિસલીનતા તપ બાહ્યતપમાં ઉત્કૃષ્ટ રૂપે છે તે રીતે આવ્યંતર તપમાં કાર્યોત્સર્ગ અથવા વ્યત્સર્ગ તપ ઉત્કૃષ્ટ રૂપે છે. આમ તપ શ્રેણીમાં આ બધા તપો સાંકળરૂપે એકબીજા સાથે સંકળાયેલ છે. જેમ કે અણસણથી લઈ રસ પરિત્યાગ તપ આહાર સાથે તે પણ “કવળ" આહાર રૂપી રસેન્દ્રિયને કાબૂમાં લાવવાના પુરુષાર્થના પ્રેરક છે. કાયાકેશ તપ કાયાને કસવા માટે, મજબુત કરવા કાયયોગમાં ‘કાયા ગુપ્ત' દ્વારા સ્થિરતા બક્ષવા છે જેનું અનુસંધાન છઠ્ઠા આત્યંતર નવના “ઠાણેણં' સાથે છે.
હવે બીજી રીતે જોતાં ૬ પર્યાપ્તિ પૈકી આહાર એ પ્રથમ પર્યાપ્તિ છે. ભવપરિવર્તન સમયે વાટે વહેતો જીવ તેજસ અને કાર્મણ શરીર સાથ લઈ જાય છે અને મનુષ્યના ભવમાં ‘ઓજ' આહારના ગ્રહણ દ્વારા શરીર પ્રગટાવે છે ત્યાર બાદ ઇન્દ્રિય, હ્યોસોચ્છશ્વાસ ભાષા અને મન એમ ક્રમ રહે છે. સંક્ષી પંચેન્દ્રિય ને આ ૬ પર્યાપ્ત ઉત્કૃષ્ટ રૂપે હોય છે. અહીં ઇન્દ્રિય પર્યાપ્તિનો વિશેષ સંબંધ પ્રતિસલીનતા સાથે છે. અલબત્ત, યોગ પ્રતિસલીનતામાં મન વચનનો પણ સમાવેશ થાય છે.
હવે બાહ્યતા આત્યંતર તપ સાધનામાં સહાયક છે. અહીં આત્માનો મૂળ સ્વભાવ જે અણાહારક છે તેની પ્રાપ્તિ માટે રસના પર વિજય આવશ્યક છે. અશરીરી ઇન્દ્રિયાતીત દશા તરફ જવા આ એક પગલારૂપે છે. તપ વિશે પણ આગમોમાં - ગ્રંથોમાં ઘણું પ્રરૂપેલ છે. જેમ કે દશવૈકાલિક મૂળ સૂત્રના પ્રથમ અધ્યયન પ્રથમ ગાથા “ધમાં મગલ મુઠુિં અહિંસા સંયમો તવો'માં તપને ધર્મના એક લક્ષણ રૂપે કહેલ છે.
તે જ રીતે સૂયગડાંગ સૂત્ર-બીજા અંગસૂત્રમાં ૬ઠ્ઠા અધ્યયન “પુછીચુર્ણ - વીરસ્વતિમાં ૨૩મી ગાથામાં દાણાણું સેઠું અભયાખયાણું ... તવે સુ વા ઉતમ ગંભચેટું ચરણ દ્વારા તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય કહેલ છે. અહીં બ્રહ્મચર્યને ‘‘આન્સરમણતાના સ્વરૂપમાં સમજવાનું છે. આત્મરમણતા કે આત્મામાં લીનતા તે પ્રતિસલીનતા. તવ સાથે એ રીતે સાંકળેલ છે કે પ્રતિ તરફ સંલિનત=લીનતા, એકાગ્રતા, અનુપ્તતા. અહીં ઇન્દ્રિયોને વિષય-કષાય ના ભાવો સાથે - પતિ
%e0%%
e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ખેંચાતી રોકી આત્મભાવમાં સ્થિર કરવા રૂપ આ તપ છે. પ્રતિ એટલે એક અર્થમાં વિરૂદ્ધ, જેમ કે પ્રતિવાદ, પ્રતિક્રમણ વિ. અને પ્રતિ એટલે તરફ પણ થાય અર્થાત્ અશુભ પ્રતિ (તરફ) જતી રોકી શુભ યાવત્ શુદ્ધ પ્રતિ (તરફઅશુભની વિરૂદ્ધ દિશામાં લઈ જવી).
આત્માની વિકાસયાત્રામાં તપનું અનેરું સ્થાન છે. જેમ કે શરૂઆત શ્રાવકના ગુણોથી કરીએ તો દાન, શીલ, તપ ભાવમાં તપ એક અંગરૂપ છે. તેમ સાધુના ગુણોમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણરૂપ છે. કેવળી પર્યાયમાં તપ એક અનંતા તપ રૂપે પ્રગટે છે. અંતરાય કર્મના ક્ષયથી વીતરાય દૂર થતાં સમ્યફ અનંત તપ રૂપે ગુણ પરિણમે છે. આ તપ ગુણ ચારિત્ર ગુણમાં લીન થતા “સમ્યક જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ" રૂપ તત્વાર્થ સૂત્રની ગાથામાં ઉદભવે છે. આમ ઉત્તરોત્તર વિકાસ પામતા છેવટે ચારિત્ર ગુણમાં સિદ્ધ દશા પ્રાપ્ત થતાં અનંત શુદ્ધ આત્મીયયોગમાં લીન થાય છે. આમાં “સંલીનતા" સિદ્ધ દશામાં (શુદ્ધ) ઉપયોગ રૂપે સમાવિષ્ટ છે. હવે ‘સિદ્ધ' દશા એટલે આત્માની પરમ વિશુદ્ધ દશા સર્વથા કર્મરહિત દશા આઠ ગુણો પ્રગટાવે છે. આઠ કર્મના પ્રતિરોધ રૂપે.
જિનદર્શન વીતરાગ પ્રણિત આત્મદર્શન સંપૂર્ણ અને શુદ્ધ પરિપૂર્ણ દર્શન છે. આત્મશુદ્ધિ દ્વારા આત્મસિદ્ધિ સૂત્રને સાર્થક કરે છે તેને મારા-તમારા અને પ્રત્યેક આત્માને લાગુ પાડતા “મોક્ષમાર્ગ' અર્થાત્ કર્મમુક્તિ માર્ગ ...... અનાદિના અનંતનંત દુ:ખથી શરૂ થઈ “સિદ્ધ” સ્વરૂપના અનંતાનંત શાશ્વત સુખ સુધીનો છે. જે માર્ગે પ્રત્યેકે ચાલવાનું છે. અવ્યવહાર રાશિમાં અનાદિથી અનંતાનંત દુ:ખો ભોગવ્યાં - એક “સિદ્ધ આત્મા'ના ઉપકાર નીચે પ્રત્યેક આત્મા આવ્યો અને અવ્યવહાર રાશિમાં પ્રવેશી ઉત્ક્રાંતિનું મંડાણ થયું - ક્રમશ: આગળ વધી સ્થાવર-વસ-વિકલંક દ્વીપ પસાર કરી નારક-તીય દેવગતિ વટાવી સંજ્ઞી પંચેન્દ્રિય રૂપ પામ્યો. હવે જો સમ્મદર્શનના સ્પર્શે આત્મસ્પર્શના થાય તો મોક્ષમાર્ગના Highway ઉપર આવી સાધના-આરાધના ૧થી ૪, ૫, ૬, ૭ અને ત્યાર બાદ ક્ષેપક શ્રેણી રૂપે Take off કરી કૈવલ્ય પ્રાપ્તિ દ્વારા સર્વથા મુક્ત થવા દ્વારા કરજથી મુક્ત થઈ એક વધુ ત્રસ્ત આત્માને, ઉનકટતાથી ઝંખતા આત્માને ઉપકૃત કરી વ્યવહાર રાશિમાં લાવી સંતોષ લઈ શકાય. *
- ૫૯ )