________________
3333333333333333 પરુષાર્થ કરવો અને તે માટે સાધક પરિસહો - ઉપસર્ગો સહન કરે છે તથા સમતાની સાધના કરે છે. જૈન સાધુ દેહ માટે રાગ-દ્વેષ ન કરે. શરીર ઢાંકવા વસ્ત્ર પરિધાન કરે પણ શરીર સૌંદર્ય વધારવા કોઈ વેશભૂષા ન કરે. શરીરને સાધન ગણી સાધક ધ્યાનસ્થ બની દેહથી ભિન્ન એવા આત્મામાં તાદાત્મ્ય સાધી એકાકાર બની જાય છે. તે અવસ્થા દેહાતિત અવસ્થા છે. આ દશા માટે કૃપાળુ દેવ કહે છે કે :‘“દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત”
આત્મજ્ઞાની શરીરમાં હોવા છતાં દેહમાં નથી. તે સંસારમાં હોવા છતાં સંસારમાં નથી. આ અવસ્થામાં દીર્ઘકાળ રહે તો જીવ કર્મમુક્ત બની જાય છે. સાધક મોક્ષ માટે શરીર મમત્વ ઘટાડી દેહને કૃશ કરી નાખે છે. “અનુત્તરોવવાઈ સૂત્ર’’માં ધન્ના અણગારની કઠીન તપસ્યાની વાત આવે છે. ધન્ના અણગારના પગ રૂક્ષ અને માંસ વગરના હતા. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ દેખાતાં હતાં. ઝાડની સૂકી ડાળી જેવા પગ થઈ ગયા હતા. તેની જંઘા કાક પક્ષીની - કંક પક્ષીની જંઘા જેવી થઈ ગઈ હતી. ઘૂંટણો મયૂર પક્ષીના ઘૂંટણ જેવા થઈ ગયા હતા. તેના સાથળ બોરડીની સૂકાયેલ કોમળ કૂંપળ જેવા થઈ ગયા હતા. તેઓશ્રીના શરીરનાં બધાંજ અંગોપાંગોમાં ફક્ત હાડકાં-ચામડાં અને નશોની જાળ જ જોવામાં આવતી હતી. તપસ્યા કરવાથી તેમનાં પેટ, પીઠ, કમર વિગેરે સુકાઈ ગયાં હતાં. તેઓ ચાલતા હોય ત્યારે જેમ સૂકાયેલાં મરચાં ખખડે તેમ તેઓનાં હાડકાં ખખડતાં હતાં. આવી ઘોર તપસ્યાની સાથે મનને પણ દેહમાંથી વાળી, આત્મસ્થ કરી નાખ્યું હતું. ભાવમન જ્યારે આત્મા સાથે જોડાઈ જાય છે ત્યારે શુદ્ધ સંવર થાય છે અને અનંતઅનંત કર્મ નિર્જરા થાય છે. તપની અનેક ફલશ્રુતિ છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે, तपसा जायते लब्धि तपसा जायते वीर्य, तपसा जायते ज्ञान “तपसा जागते વ્રુદ્ધિ” |
તપથી લબ્ધિ, શક્તિ, જ્ઞાન-બુદ્ધિ વિગેરે અનેક ગુણો પ્રગટ થાય છે. માટે જ તપનું મહત્ત્વ ગવાયું છે. જ્ઞાનીઓએ, તપસ્વીઓએ તપની શક્તિ જાણી-માણીઅનુભવી છે.
દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ સ્થાન બતાવ્યા છે. વિનય સમાધિ, શ્રુત સમાધિ તથા તપ સમાધિ અને આચાર સમાધિ. તેમાં પણ તપને સમાધિનું સ્થાન કહ્યું છે. તો સાધક કાયકલેશ તપ દ્વારા
ur
333333333333 14 79 FR 3333333339SSIS સમાધિને પામી શકે છે. તપનો હેતુ કાયાની સાથે મનને પણ અંતર્મુખ બનાવવાનું છે. ઉપયોગ જ્યારે અંતર્મુખ બને છે ત્યારે દેહાતિત અવસ્થા પ્રગટ થાય છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ જેવા મહાસાધકો અંતર્મુખી બની, ઘાતીકર્મ ખપાવી, કેવલજ્ઞાન લઈને અઘાતિકર્મને ક્ષય કરી મોક્ષ સિધાવી ગયા. કાયકલેશ તપનો હેતુ લાભની, કીર્તિની, ધનની સંતતિની અપેક્ષા નહીં, મોક્ષ લક્ષ સિવાય બીજું કોઈ ધ્યેય નહીં.
વૈદિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શરીરના રોગને કંટ્રોલ કરવા વાત-પિત્ત-કફ ત્રણેયને સમાન કરવા પડે છે. તેને સમાન કરવા વૈદ્યો લાંઘણ કરાવે છે. આ પણ એક કાયકલેશ તપ છે. ભિખારીને ત્રણ દિવસ ખાવા ન મળે તો તે પણ કાયકલેશ છે. કાયકલેશ તપ કરનાર તપસ્વી કાયને કૃશ કરે છે. તેની સાથે સાથે આત્માભિમુખ થતાં થતાં તપસ્વી સમાધિ પ્રાપ્ત કરી આત્મસ્થ બની જાય છે. આવો સાધક દેહભિન્ન ચૈતન્યનો અનુભવ કરે છે. આત્માર્થ થયેલો સાધક ધ્યાનારૂઢ થયો હોવાથી, શુકલધ્યાની કહેવાય છે, પછી તેની આંતરિક દશા દેહમાં હોવા છતાં દેહની ભિન્નતાનો અનુભવ કરે છે જેમ કે માનવ વસ્ત્ર પહેરે છતાં કપડાંથી તેનો દેહ જુદો છે. નાળિયેરની અંદર ટોપરૂં પાકી જાય ત્યારે ટોપરાનો ગોટો નાળિયેરથી છૂટો પડી જાય છે. તેમ દેહ-આત્માનો સંબંધ છે, બંને જુદા છે. અને સાધક જુદાપણાનો અનુભવ કરે છે. સાધક આવી ચરમાવસ્થાએ પહોંચવા વિવિધ પ્રકારનાં તપ કરે છે.
ગોં. ચં. તપસમ્રાટ ગુરુદેવે આવી અનેક તપસ્યાઓ કરી છે. વર્ષો થયાં. રાતના બે-અઢી વાગે જાગી ધ્યાન કરતા હતા. ગુરુદેવે ઘણા વૃદ્ધ સંતોની સેવા પણ કરી છે. આવી રીતે વૈયાવચ્ચ-ધ્યાન વગેરે આત્યંતર તપ છે. તેની સાથે સાથે બાહ્યતપમાં વર્ષો સુધી એકાંતર ઉપવાસ, ત્રણ વરસ રસપરિત્યાગ તપ, વૃત્તિ સંક્ષેપ તપ વિગેરે અનુષ્ઠાનો કરેલ છે. કાયાની માયા છોડવા માટે જ સાધકો તપાનુષ્ઠાન કરે છે તથા પોતે પોતાનો નિરીક્ષક બને છે. કાયાની માયા કેટલા અંશે છૂટી છે તે પ્રમાણિકપણે રહી તપાસે છે. જો કાયાની માયા છૂટે તો સ્વરૂપસ્થ થવાય અને જે સ્વરૂપસ્થ થાય છે તેની કાયાની માયા છૂટી જાય છે, આ જ્ઞાની પુરુષોની વાણી છે. જ્ઞાની પુરુષોને સંસાર સ્પર્શી શકતો નથી. નાવ પાણીમાં રહે છે તો તરે છે. સાધક ને સાધના આ પ્રકારની હોય છે. આ છે કાયકલેશ તપની ફળશ્રુતિ. *
૫૫