________________
#g#66666666666@GGeetWS%98888 કાય - કલૈશ તપુ.
- પૂ. ડૉ. જશુબાઈ મહાસીજી પૂ. ડૉ. જશુબાઈ મહાસતીજી અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં સુશિષ્યા છે. પૂજ્યશ્રીએ “આનંદધનઃ એક અધ્યયન' વિષય પર મુંબઈ યુનિ.માં Ph. D. કર્યું છે. તેમના આનંદધનજીનાં પદો અને સ્તવનો પર ‘અનુભવરસ અને ‘અનુભવધારા” ગ્રંથો પ્રગટ થયા છે)
ભારતીય સંસ્કૃતિ એટલે તપ-ત્યાગની સંસ્કૃતિ. આ સંસ્કૃતિના પાયામાં જ તપ-ત્યાગનું બીજારોપણ થયું છે. ભારતમાં જેટલાં દર્શનો છે એટલા ધર્મો છે અને દરેક ધર્મમાં તપ-ત્યાગને મહત્ત્વ અપાયું જ છે, જેમ કે હિન્દુ ધર્મમાં વડસાવિત્રી, સાકરીયા સોમવાર, અગિયારસ, અધિક માસમાં ઉપવાસ, નવરાત્રિના ઉપવાસ વિગેરે પ્રકારના તપ અનુષ્ઠાન કરવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં રોજા કરે છે, જેમાં આહાર અને પાણીનો ત્યાગ હોય. દિવસ દરમ્યાન સૂર્યાસ્ત પછી મોઢું છૂટું પણ ૧૨ કલાકનો ઉપવાસ હોય છે.
ત્યારે જૈન ધર્મમાં ત્યાગ ને તપનું મહત્ત્વ સર્વોપરિ બતાવેલ છે. ૩૬ કલાકનો ઉપવાસ કહ્યો છે, પરંતુ આ ઉપવાસમાં તપસ્વીનું લક્ષ મોક્ષનું હોય અને કર્મ નિર્જરાની દષ્ટિ હોય છે. દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનમાં ચોથા ઉદ્દેશમાં કહ્યું છે કે,
"नो इहलोद्व याए तब महिद्विजा, नो परलोग द्वआए तव महिद्वजा नो कित्ति-वन्न-सद्द - सिलोग द्वआए तव महिद्विजा, नन्नत्थ निज्जर द्वयाए तव
ffજા' આ લોક માટે નહીં, મરીને પરલોકમાં મોટો દેવ બને તે માટે નહીં, હું તપ કરું તો મારી પ્રસિદ્ધિ થાય, મારી કીર્તિ ફેલાય ! આવા કોઈ કારણ માટે તપસ્યા નહીં કરતા, એકાંત નિર્જરા લક્ષે તપ કરવાનું વિધાન જૈન શાસ્ત્રમાં છે. “તHT નિકિનાર' તપ કરીને કાયાને તથા વૃત્તિને તપાવવાની હોય છે. જૈન ધર્મનો સર્વશ્રેષ્ઠ તપ છે.
જીવ ને શરીરનો સંબંધ અનાદિકાળનો છે. કોઈ ગતિ કે જાતિમાં શરીર વિના રહ્યો નથી. તેજસ અને કાર્મણ શરીર તો સર્વ સંસારી જીવોનું ક્યારેય પણ છૂટતું
%E%
E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 નથી. સ્થૂલ શરીર જેવા કે ઔદારિક વૈક્રિય અને આહારક આ શરીર વિના જીવ વધારેમાં વધારે અંતર્મહંત રહે છે. જ્યારે માનવ મરે છે ત્યારે શરીર પડ્યું રહે છે ને બીજે સ્થાને ઉપન્ન થાય ત્યારે પ્રથમ આહાર પર્યાપ્તિ પછી શરીરનું બંધારણ થાય છે. તો આ પ્રકારે દેહ સાથે અધિક સંબંધ હોવાને કારણે તેનો મોક્ષ પણ અધિક રહે છે. તે મોક્ષ અથવા મમત્વને છોડવા માટે તપ કરવામાં આવે છે.
દેહને પોષવા, સંભાળવા અને સુરક્ષિત રાખવા જીવ અનેક પ્રકારનાં પાપાચારનું સેવન કરે છે અને કર્મબંધ કરે છે. કીડા, મકોડા, સર્પ, દેડકા, માછલી, જલચર, સ્થલચર તથા ખેચર (પક્ષીઓ) વિગેરે પાણીમાં પોતાનું પેટ ભરવા દોડાદોડ કરતા હોય છે. પોતાનાં સ્થાન છોડી ખાવા નીકળી પડે છે. માનવપ્રાણી પણ શરીરના પોષણ માટે તથા સુખાકારી માટે, નોકરી, નાના-મોટા ધંધા કરે છે. ક્યારેક આહાર માટે તથા શરીરની અન્ય સગવડ માટે ઝઘડા-ટંટા કરી તીવ્ર કર્મબંધ પણ કરે છે. છતાં પણ સ્થૂળ શરીરને સર્વજ્ઞ પરમાત્માએ મોક્ષનું સાધન કહ્યું છે. સાધન વિના સાધના શક્ય નથી અને સાધન વિના સિદ્ધિ પણ અશક્ય છે. મોક્ષરૂપ સિદ્ધિને મેળવવા શરીર ઉત્તમ સાધન છે. જો આ સાધન દ્વારા સાધના કરવામાં આવે તો શરૂઆતમાં અનેક પ્રકારની બાહ્ય સિદ્ધિઓ મળે છે, પણ જો ખાવા-પીવામાં અને પાપકર્મ કરવામાં શરીરનો ઉપયોગ કરવામાં આવે તો સાધન શસ્ત્ર બની જાય. જેમ કે: શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે કે
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શુ જાય ?
ચાકુ વડે શાક સુધારાય અને કોઈનું ખૂન પણ કરાય, પણ બંનેના પરિણામ જુદાં જુદાં છે. અગ્નિ વડે રસોઈ બનાવી સુધાપૂર્તિ કરાય છે અને એ જ અગ્નિ વડે કોઈને બાળી રાખ પણ કરી શકાય છે. એટલે સાધનનો દુરુપયોગ કરીએ તો શસ્ત્ર પણ બની શકે છે, પણ એ કાર્ય સાધક પર નિર્ભર છે. માટે જ મોક્ષ માટે વિયોગની સાધના અતિ જરૂરી છે.
જૈન શાસ્ત્ર મન, વચન, કાયામાં યોગને પૌલિક કહે છે. (૧) પન્નવણા સૂત્રના ૨૧મા પદમાં પાંચ શરીરનો અધિકાર છે. (૨) પન્નવણા સૂત્રના ૧૧મા પદમાં ભાષા પદનો અધિકાર છે. તેવી જ રીતે આખા લોકમાં આઠ પ્રકારની વર્ગણા શાસ્ત્ર કહે છે.