________________
| લપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા. જમશતાબ્દી સ્મૃતિ | સિદ્ધત્વની યાત્રાના સાધક :
તપના સમ્રાટ
- રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. દૂધને જો ઘી બનવું હોય, એની શુદ્ધ અવસ્થા સુધી પહોંચવું હોય તો એને પહેલાં સ્થિર થવું પડે અને પછી તાપમાં તપવું પડે.
તેમ એક સાધકને જ્યારે સિદ્ધ બનવું હોય, એની શુદ્ધ અવસ્થા, સિદ્ધત્વના શિખર સુધી પહોંચવું હોય તો પહેલાં ‘સ્વ’ની સાધનામાં સ્થિર થવું પડે અને પછી તપના તાપથી તપવું પડે...!
આજથી સો વર્ષ પહેલાં....વાવડી જેવા નાનકડા ગામમાં, શ્રી માધવજીભાઈ રૈયા પરિવાર, જમકુમાની કુક્ષીએ જન્મેલા બાળ રતિલાલ, એમની અલ્પવિરામ પામેલી સાધનાને પૂર્ણવિરામ તરફ લઈ જવા જ જાણે આ અવની પર અવતર્યા હતા!
ભાભવની સાધનાના કારણે ઝળહળતા પૂર્ણ પ્રકાશિત દીપક બનવાની પાત્રતા તો હતી જ... જરૂર હતી માત્ર એક ચીનગારીની !! અને બહુ જ નાનપણમાં ... નાની વયમાં જેતપુરમાં સંથારાના સાધક તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા. જેવા મહાતપસ્વી અને સિદ્ધપુરુષની વિલય પામતી જ્યોતમાંથી એક નાનકડી ચિનગારી મળી ગઈ.
એક દિવસ બાળ રતિલાલ માતા સાથે સંથારાની શય્યા પર સૂતેલા પ્રખર તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.ના દર્શન કરવા જેતપુરમાં ગયા, જ્યાં બાળ રતિલાલની નજર તપસ્વી મહારાજ પર પડે છે અને તપસ્વી મહારાજની અમીભરેલી દષ્ટિ બાળ રતિલાલ પર પડે છે, ચાર આંખો એક થાય છે અને બાળ રતિલાલ બેચેન બની જાય છે. એના હૃદયમાં કંઈક થવા લાગે છે. એક દિવ્ય તેજ પ્રકાશથી એમની આંખો અંજાય જાય છે. આવું તેજ... આવો પ્રકાશ એમણે ક્યારેય જોયો ન હતો. બાળમાનસમાં થાય છે કે આ કોઈ વ્યક્તિ નહીં પણ ઝળહળતી રોશની છે. એમનું મન એમની નજીક જવા તડપે છે, પણ જ્યાં પ્રખર તપસ્વી સંથારાની શય્યા પર હોય અને હજારો લોકો દર્શનની લાઈનમાં હોય
૨૬*
%E%
E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ત્યાં આ બાળક ક્યાંથી પહોંચી શકે ?
સિદ્ધપુરષની એક દષ્ટિ...એક આત્મીયતા... અલગ પ્રકારની અનુભૂતિ કરાવતી અંદના અને વિશેષ પ્રકારનો અનુભવ બધાંને ન થાય, બધાં માટે ન થાય. કોઈકને જ થાય અને કોઈ એક માટે જ થાય. ભવોભવના ઋણાનુબંધ અને જન્મોજન્મનું કનેક્શન હોય તેને જ થાય.
બાળ રતિલાલને ક્યાંય ચેન નથી, ભૂખ નથી, તરસ નથી, બસ! એ રોશની પાસે જવાની તડપ છે.
અને... સાંજે જ્યારે ફરી દર્શન કરવા ગયા ત્યારે બાળ રતિલાલ પોતાના મનને રોકી ન શક્યા અને બધાની નજર ચૂકવી ચૂપચાપ તપસ્વી મહારાજનાં ચરણસ્પર્શ કરી પાછા માતાની સાથે દર્શનની લાઈનમાં જોડાઈ ગયા.
તપસ્વી મહારાજના ચરણમાં મસ્તક મૂકતાં જ એક પરમ શાંતિનો અપૂર્વ અહેસાસ થયો. એ જ દિવસે સંધ્યા સમયે તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.ના મુખકમલમાંથી ભવિષ્યવાણી પ્રગટ થઈ.
“મારા કાળધર્મ પછી... વીસ વર્ષ પછી.. મારા જેવા એક તપસ્વી થશે, જે તપસ્વીના નામથી જગતમાં વિખ્યાત થશે."
સિદ્ધપુરુષોના મુખમાંથી નીકળલાં વચનો ક્યારેય નિષ્ફળ ન જાય.
જેતપુરમાં તપસ્વીજી મ.સા.ના સંથારા પાછળ નિયતિને જે નિર્માણ કરવાનું હતું તે થઈ ગયું. તપસ્વીજીનાં દર્શન બાળ રતિલાલ માટે દિવ્ય દષ્ટિ હતી. સાતઆઠ વર્ષના બાળકે એક જ પળમાં ન માત્ર ચરણ પણ શરણને પણ પામી લીધું. સિધ્ધત્વની યાત્રાની મંઝિલ માટે ચેતાની ચિનગારી મળી ગઈ.
જતાં જતાં એક દીપકે.. બીજા દીપકને પ્રજવલિત કરી દીધો. તપસ્વીજીના દેહની જ્યોત વિલીન થઈ ગઈ અને રતિલાલની આત્મજ્યોતિ જાગૃત થઈ ગઈ.
એ મહાતપસ્વીની એક ચિનગારી મુનિ રતિલાલની ન માત્ર આત્મચેતનાને જાગૃત કરી પણ એમને પૂર્ણ પ્રકાશિત દીપક બનવાની પ્રેરણા પણ બની. સૌરાષ્ટ્ર કેસરી ગુરપ્રાણ પાસે સંયમ સ્વીકાર કરી, સંયમ સાધનામાં સ્થિર થયા. પરમાત્મા નેમનાથની પાવન સાધના ભૂમિ પર ૧૬મી માર્ચ, ઈ.સ. ૧૯૩૩ના જૂનાગઢમાં ગુરુપ્રાણના શિષ્ય બનતાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિનો અનુભવ કર્યો.
રતિલાલના આત્માનો આત્મસંબંધની દુનિયામાં પ્રવેશ થઈ ગયો. સના