________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરતા. સાંભળનારાઓ તેમની આ બધી સિદ્ધિ જોઈ આનંદ અને આશ્ચર્ય પ્રગટ કરતા. આવા વાતાવરણથી પોતે પણ પોરસાતા. ઘરનાં બધાં ચંદુભાઈની પ્રશંસામાં ગળાડૂબ રહેતા, પણ એક તેમની માતાનું મન સતત ઉદાસ રહેતું. ચંદુભાઈની આ બધી સિદ્ધિની પ્રશંસાનો એક શબ્દ પણ માતાના મોંમાંથી ન નીકળતો ! આ વાત ચંદુભાઈની ચકોર નજર બહાર ન રહી. સહેજ એકાંત મળતાં ચંદુભાઈએ માને પૂછયું, ‘બા ! તમે મારી પ્રગતિથી, મારા વિકાસથી ખુશ થયાં છો એવું નથી લાગતું, એનું કારણ શું?
માએ સહજ જવાબ આપ્યો : કઈ મા પોતાના દીકરાના વિકાસથી રાજી ન હોય ! પણ આને પ્રગતિ કે વિકાસ કેમ કહેવાય ? તારું આ ભણતરી તારા આત્માને કયા માર્ગે લઈ જશે એ વિચાર આવતાં, મારા મનમાં ઘેરી ઉદાસીનતા છવાઈ જાય છે. ઉદ્વેગ વ્યાપી જાય છે.
ચંદુભાઈએ પૂછયું : બા ! તો તું પ્રગતિ કે વિકાસ કોને કહે છે ? તું કહે, હું એવી પ્રગતિ અને એવા વિકાસ માટે પ્રયત્ન કરીશ. મારે તો તને રાજી કરવી છે. તું રાજી તો જ મારી દુનિયા રાજી
બાએ કહ્યું : મને તો બહુ ઝાઝી ખબર ન પડે, પણ આત્માનો ઉદ્ધાર થાય તેવું તારે ભણવું જોઈએ. તારી આ ભૌતિક આબાદીની આવરદા કેટલી ? વળી તેમાં ફલાયા તો પછી છેલ્લે સમાધિ અને પછી સદ્ગતિ ક્યાંથી મળવાનાં ? આપણે તો આ ભવની સાથે સાથે પરભવની પણ ચિંતા કરવાની. બન્ને ભવ ઉજળા થાય અવું શીખવાનું, તેમાં પ્રગતિ સાધવાની..
ચંદુભાઈએ પૂછયું : મને એ બધું કોણ શિખવાડે ? ક્યાંથી શીખવા મળે ? એવું ભણાવનારા અત્યારે કોણ છે ?
બાએ કહ્યું : હા, છે ! આપણા ઉપાશ્રયે જઈ મહારાજ સાહેબને પૂછીશ એટલે તેવા ભણાવનાર મહારાજનું નામ તેઓ આપશે.
અને ચંદુભાઈને એવું સરનામું મળી ગયું. શરીરમાં જોમ અને જુસ્સો તો હતાં જ ! ચડવા માટે માત્ર દાદરની જરૂર હતી. એ માટે જોરદાર ટેકો મળી ગયો. પૂજ્ય પં.શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તે દિવસોમાં રાજસ્થાનમાં, લુણાવા ગામે વિરાજમાન હતા. ત્યાં સત્વરે પહોંચ્યા. મહારાજશ્રીનાં ચરણોમાં બેસીને કહ્યું : મારી બાએ મને અહીં મોકલ્યો છે. આ ભવ અને પરભવ ઉજાળે તવું ભણવાનું
૨૬૦
ઉ#SWeek@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા %E%%6Deesa મને શિખવડો, મારે શીખવું છે.
તીવ્ર જિજ્ઞાસા હૃદયનો ગુણવૈભવ, સહજ સરળતા, નમ્રતા, વિનય વગેરે એમના ગુણોથી પ્રસન્ન થયેલા ગુરુમહારાજે આફ્લાદ ઉપજાવે એવી નમસ્કાર મંત્રની વિદ્યા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન શરૂ થયું. વધારે ધ્યાન, યાદવાદ, સાત નય, ચાર નિક્ષેપા, બે પ્રમાણ, સપ્તભંગી વગેરે દ્રવ્યાનુયોગના વિષયમાં આપવામાં આવ્યું. અધ્યયનમાં તેઓ ખૂબ ઊંડા-ઊંડા ઊતરતા ગયા. ગતિ તેજ હતી, દષ્ટિ સ્પષ્ટ હતી, તીવ્ર ઇચ્છાશક્તિ હતી, પ્રૌઢ પ્રજ્ઞા હતી. માત્ર દિશા બદલવાની જરૂર હતી. દિશાદર્શક યોગ્ય મળી ગયા. મંઝિલ તરફ આગળ વધતા ગયા. અભ્યાસના વિષયોનાં તમામ પુસ્તકો-ગ્રંથો સાથે રાખી, અધ્યયનનો વિસ્તાર અને ઊંડાણ, ગુરુકૃપાથી, હાથમાં રહેલા આમળાની જેમ હસ્તગત કરતા ગયા. બધા જ તે વિષયોના ગ્રંથોમાંથી તર્કદષ્ટિએ, તુલનાદષ્ટિએ અને ઇતિહાસના ક્રમની દષ્ટિએ અધ્યયન કરીને નિષ્કર્ષ પર પહોંચતા ગયા. પાંચ પ્રકારે સ્વાધ્યાય.
આ અધ્યયનના પરિપાકરૂપે તેમણે અનેકાન્ત અને સ્વાવાદ નામનું પુસ્તક લખ્યું. તેની હિન્દી આવૃત્તિ વિ.સં. ૨૦૧૯માં પ્રકાશિત થઈ, ગુજરાતી આવૃત્તિ પણ બે વાર પ્રગટ થઈ. વર્તમાન જીવોને સામે રાખીને ચાદ્વાદ જેવા વિષયનું સુગમ રીતે નિરૂપણ કર્યું છે. પાચ-પુસ્તક તરીકે ભણાવવા જેવો આ ગ્રંથ છે. જૈન દર્શનને એક જ ગ્રંથ દ્વારા સમજવાની ઇચ્છાવાળા માટે તો આ ગ્રંથ પૂર્ણ સંતોષ આપનારો છે. જેને પણ જૈન ધર્મની વિચાર સંપદાને સુપરે જાણવી હોય તેને માટે આ ગ્રંથ ચાવીરૂપ છે. તેનાથી આપણી દષ્ટિ નિર્મળ બનતી જાય છે.
તેમનું તો અનેકાન્ત દષ્ટિથી જીવતર રળિયાત બની ગયું. તેથી એ દષ્ટિનું દાન કરનાર ગુરુ મહારાજ અને તેમને પણ એ દષ્ટિનું દાન કરનાર પરમ ગુરુ તરફ ભક્તિ-બહુમાનના ઓધ ઉછળવા લાગ્યા. જીવનને ધન્ય બનાવતી સાધના તરફ વળ્યા. માતાને આ બધું જોઈ-સાંભળીને હરખનાં આંસુ આવી જતાં.
સાધનામાં સઘનતા લાવવા માટે, યાન-મૌન અને એકાંતની જરૂરત લાગી. ગુરુ મહારાજ પાસેથી યોગ્ય દોરવણી મેળવવી, અમદાવાદ નજીક, પાનસરની ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. શ્રી ભગવાન મહાવીર પ્રભુની શીતળ-સુખદ છાયામાં સાધનાનાં નવાં નવાં શિખરો સર કરતા ગયા. એક મહિનાથી વધુ સમય ત્યાં રહ્યા.
૨૬૧