________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB સત્તાવીસ પ્રશ્નો શ્રીમદ્ પૂછાવ્યા હતા. વિશ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબોથી સંતુષ્ટ થયેલા ગાંધીજીની મુંઝવણ મટતા સમયસરના માર્ગદર્શનથી ધર્માન્તરની મનોદશમાંથી મુક્ત થયા. શ્રીમન્ના લખાણમાંથી અખૂટ પ્રેરણા લઈને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પ્રમાણ, તપ, સર્વધર્મ સમભાવ, અનેકાંતવાદ વગેરે અપનાવ્યા. એમના માટે ગાંધીજી લખે છે, ‘જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેમને શ્રીમના લખાણોમાંથી બહ મળી આવશે એવો મારો વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ ધર્મી હોય કે અન્ય ધર્મી. જગતવંદ્ય વિભૂતિ ગાંધીજી પણ જેમને વંદ્ય ગણે તેવા શ્રીમદ્ દ્વારા આત્મસિદ્ધિનું અવતરણ આ અવનિ પરની અદ્ભુત, અલૌકિક અને અસાધારણ ઘટના છે.
આત્મસિદ્ધિદાત્ર એક શાસ્ત્ર ગ્રંથ છે, જ્યારે શાસ્ત્ર અનુભવ પ્રધાન હોય છે. આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રની આત્મિક અનુભૂતિનું પ્રગટન છે જેમાં આત્માની, સમ્યગ જ્ઞાનની, સમ્યમ્ દર્શનની પરમ અનુભૂતિની વાત છે. હું જ્ઞાન
સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ સત્ ચિત્ આનંદ સ્વરૂપ આમાં છું. દેહથી ભિન્ન, ઇન્દ્રિયોથી ભિન્ન, મનથી ભિન્ન, વિકારોથી, વિકલ્પથી ભિન્ન, રાગ-દ્વેષથી, નો કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આત્મતત્વનો આ અનુભવ થવો એ જ સમ્યમ્ દર્શન છે આંતરિક ઘટના છે. શરીર અને બહારના સંજોગો તો એના એ જ રહે છે પણ અંતરની દશા બદલાઈ જાય છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસથી આત્માર્થી જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અહીં કુલ ૧૪૨ પદોમાં સદરનો મહિમા, મતાર્થી તથા આત્માર્થી જીવનાં લક્ષણો તથા છ પદ દ્વારા આતામપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. એવી જ રીતે નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્ત, જ્ઞાન અને ક્રિયાની બાબતમાં સમન્વયાત્મક દષ્ટિ બતાવી છે. એકલા નિશ્ચયથી કે એકલા વ્યવહારથી આત્મજ્ઞાન થતું નથી, તે બંનેનો સમન્વય હોવો જોઈએ. નિશ્ચય જાણવા યોગ્ય છે અને વ્યવહાર કરવા યોગ્ય છે. વ્યવહારનો પરિત્યાગ કરી શકાતો નથી. નિશ્ચયનય અને વ્યવહારનયની સંધિ હોવા છતાં જે જીવો એકાંતથી કોઈ એક જ નયનો સ્વીકાર કરે છે અને બીજા નયનો નિષેધ કરે છે તે જીવો મોક્ષમાર્ગ પ્રાપ્ત નથી કરી શકતા. એવી જ રીતે જ્ઞાન અને ક્રિયાનું છે. ક્રિયાવિહીન જ્ઞાન અને જ્ઞાનવિહીન કિયાં બેઉ નિરર્થક છે. ‘જ્ઞાનવિષ્પાં મોતઃ' અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બંનેના એકતાથી મોક્ષ થાય છે.
૨૪૪)
#SWeek®©©©©© ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88
ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરતા કહે છે કે આત્મજ્ઞાન વિના આ જીવ અનંત દુ:ખો પામ્યો છે. વર્તમાન કાળમાં મોક્ષમાર્ગનો ઘણોખરો લોપ થઈ ગયો છે, પરંતુ જે સદગુરુ મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે છે તે સરનો મહિમા અપાર છે. આ કાવ્યમાં કોઈ ક્રિયાજડ થઈ રહ્યા છે તો કોઈ શુષ્કશાની થઈ પોતાને ધર્મ માને છે. આત્મજ્ઞાન સાથે જ ત્યાગ અને વૈરાગ્ય ફળદાયી છે. પ્રત્યક્ષ સરના મહિમા સાથે સરના લક્ષણો પણ બતાવ્યા છે. આત્માદિ અસ્તિત્વના પ્રરૂપકે જે શાસ્ત્ર છે તે શાસ્ત્ર જ્યાં સદગુરુનો યોગ ન હોય ત્યાં આધારભૂત કહ્યા છે. સદ્ગરના યોગમાં રહેવાથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિકાર ભાવોનો સહેજે નાશ થાય છે. આત્માર્થી જ મોક્ષમાર્ગને સમજી શકે છે જ્યારે મતાથ તેનો અવળો અર્થ ગ્રહણ કરે છે. ગ્રંથમાં ૨૩મા પદથી ૩૩માં પદ સુધી મતાર્થીનાં લક્ષણો કહ્યા છે અને ૩૪માં પદથી ૪રમા પદ સુધી આશ્નાર્થીના લક્ષણો કહ્યા છે. જ્ઞાનીના વચનને મુમુક્ષુ જીવ સમજી શકે છે. જ્ઞાનીએ જે આશયથી તત્ત્વોપદેશ આપ્યો હોય તે આશયને ગ્રહણ કરનાર મુમુક્ષુ હોય છે. મોક્ષની ઇચ્છાવાળો આત્મા મુમુક્ષુ છે, જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો છે. મતાર્થી જીવને આત્મા તરફ દષ્ટિ ન થવાથી આત્માનું લક્ષ થતું નથી અને આત્માનો અનુભવ પણ થતો નથી. એટલે મતાથન તેના દોષો દૂરકરવા અર્થે મતાર્થીના લક્ષણો બતાવ્યા છે.
પછી આત્માર્થીનું સ્વરૂપ સમજાવ્યું છે. આત્માર્થી જીવને હવે ભવભ્રમણનો થાક લાગ્યો છે. તેને હવે સંસારની કોઈ પણ ગતિમાં જન્મ લેવો નથી, પળે પળે સંસારનો ખેદ વર્તે છે. આત્માર્થીપદ હું પ્રગટ થયા વિના આત્મજ્ઞાન થતું નથી તેથી આત્માર્થપણું પ્રગટ કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરણા આપે છે અને પછી છ પદ દ્વારા આત્મપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે - ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માનો મોક્ષ છે, આત્માના મોક્ષનો ઉપાય છે'. આ છ પદ એટલે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે. જગમાં શંકા અને સમાધાનથી તત્ત્વજ્ઞાન મળ્યું છે - ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, ભગવાન બુદ્ધ અને ભિખુ આનંદ, કૃષ્ણ અને અર્જુન, આમ સંવાદોમાં શાસ્ત્ર રચાયાં છે. શિષ્ય શંકા કરે અને સદ્ગુરુ તેનું સમાધાન આપે. આમ ગુરુ-શિષ્યના સંવાદરૂપે અહીં છ પદનું પ્રતિપાદન કરેલું છે. આ છ પદ જૈન આગમોમાં વારંવાર ચર્ચાયા છે. આગમો અર્ધમાગધી ભાષામાં છે જેથી સર્વેને સમજમાં ન આવે, માટે જ લોકભોગ્ય
૨૪૫)