________________
6% E9%E0%94જ્ઞાનધારા©©©©©©©©©©e એક રૂપિયાની ટિકિટ પર કરોડો કમાઈ પણ શકાય છે.
સંસારથી પાર પમાડનાર તારક તીર્થની જે ત્રણ વિશેષતા છે, તે ત્રણે દ્વાદશાંગીમાં સુસંગત છે. (૧) કષાયના તાપથી તપેલા જીવોના તાપનું શમન કરવાની દ્વાદશાંગીમાં પ્રચંડ તાકાત છે. (૨) વળી, તેને અનુસરનારના કર્મરૂપ ભાવમલનું પણ તે અવશ્ય પ્રક્ષાલન કરે છે અને (૩) અંતરમાં પરિણમન પામેલ દ્વાદશાંગીનું વચન તૃષ્ણાઓને પણ ઉચ્છદીને તૃપ્તિનું પ્રદાન કરે જ છે. આવી જીવંત તીર્થની ગુણવત્તા ધરાવનાર દ્વાદશાંગી વિશાળ છે. તેનો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સંક્ષેપ ત્રિપદીમાં છે અને ચરણકરણાનુયોગની દષ્ટિએ સંક્ષેપ અષ્ટ પ્રવચનમાતા કે સામાયિક સૂત્રમાં છે. આચારની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર સમિતિ-ગુપ્તિ કે સામાયિક ધર્મ છે અને સિદ્ધાંતની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર ઉત્પાદવ્યવ-ધ્રૌવ્યરુપ પૂર્ણ અસ્તિત્વ છે. આ સામાયિક સૂત્ર કે ત્રિપદીનો ઉત્કૃષ્ટ વિસ્તાર તે જ ચૌદપૂર્વમાં વિધવિધ વિષયોનો વિસ્તાર છે. અત્તલ ઊંચાણ છે, પરંતુ અંતિમ લક્ષ્ય તો પ્રત્યેક વચનનું મોક્ષ જ છે. પ્રત્યેક વચનમાંથી ફલિત થતો આચાર સમિતિ-ગુપ્તિ જ છે અને પ્રત્યેક વચનમાંથી અર્કરૂપે ઉદ્ભવતો સિદ્ધાંત ત્રિપદીરુપ જ છે. જિનવચનનો સમગ્ર વ્યુત્તસાગર આ આદર્શ, આચાર અને સિદ્ધાંતથી સદાકાળ માટે નિયંત્રિત જ છે. તેથી અહિંસા એ અનુષ્ઠાનરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્ત્વરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્વરૂપે શાશ્વત ધર્મ છે.
દ્વાદશાંગી સભ્યશ્રત છે, છતાં પાત્રને જ સમ્યકશ્રુતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે.
દ્વાદશાંગીની વ્યાપકતા એવી છે કે તેમાં આખો સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ પણ સમગ્રતાથી વર્ણવાયેલો છે. આલોક અને પરલોકનું સુખનાં સાધન તેમ મોક્ષસુખના ઉપાયો પણ દ્વાદશાંગીમાં વર્ણવેલ છે. ભૌતિક અને આત્મિક સર્વ વસ્તુઓનું વિવેચન તેમાં છે.
દ્વાદશાંગીની આરાધનાથી અનંતા તર્યા, આશાતનાથી અનેતા ડૂખ્યા : દ્વાદશાંગીનો હિતકારી અને અહિતકારી બંને ઉપયોગ શક્ય છે. તેથી જ અપાત્રને શાસ્ત્રો અહિતકારી બને છે. દ્વાદશાંગી પામીને જ અનંતા જીવો તર્યા છે, અનંતા ફૂખ્યા છે, તરનારાઓએ સઉપયોગ કર્યો, ડૂબનારાઓએ દુરુપયોગ કર્યો. જ્ઞાન એ જબરજસ્ત શક્તિ છે. તેનો સદુપયોગ - દુરુપયોગ બંને થઈ શકે છે. શક્તિ
-૨૪૦
#SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા # સ્વ પરના હિતમાં વપરાય તે સદુપયોગ, સ્વ-પરના અહિતમાં વપરાય તે દુરુપયોગ. આ દુનિયાનો એવો કોઈ વિષય નથી કે જે દષ્ટિવાદમાં ન હોય. અત્યારે યુનિવર્સિટીઓમાં જે પણ વિષયો ભણાવાય છે તે સર્વ દ્વાદશાંગીમાં અવશ્ય હોય. ચૌદપૂર્વને સવક્ષરસંનિપાતી કહ્યા છે. અક્ષરોના સંયોજનથી જેટલી રચના થાય તે તમામ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ દ્વાદશાંગીમાં છે. જ્ઞાનરૂપ શક્તિની અપેક્ષાએ દ્વાદશાંગી ખજાનો છે. જેમ જેમ શાસ્ત્ર મેં તેમ તેમ તેની પ્રતિભા, જાણકારી, બુદ્ધિ આદિ વધે; પણ તેનો સદુપયોગ કરે તો તરે, નહીંતર પોતે પણ બે અને અનેકને ડુબાડે.
પાપ નહીં કોઈ ઉત્સવ જિલું, ધર્મ નહીં કોઈ જગ સૂર સરીખો.
આ દ્વાદશાંગીમાં સર્વ તત્ત્વ અને સર્વ દર્શન સમાતાં હોવાથી તેને જાણનારભણનારમાં અજોડ વિદ્વત્તા આવે. જે દ્વાદશાંગીનો પારંગત બને તેને આ જગતમાં શ્રુતજ્ઞાનતી કોઈ પહોંચી ન શકે. ભૂતકાળમાં શ્રત કેવલી બનાય તેટલું શ્રુતજ્ઞાન હતું. અત્યરો શ્રુતકેવલી બની શકાય તેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન નથી. તો પણ વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન હાજર છે, તેને પણ જે બરાબર જાણે-ભણે તો તે આ યુગનો અજોડ વાદી અવશ્ય બની શકે. જે વર્તમાન શ્રતનો ધારક છે, તેને પણ દુનિયાનાં કોઈ દર્શન, ચર્ચા કે વાદમાં ન પહોંચી શકે એવો અજેય વાદી બને. જૈનદર્શનનું માળખું અને તત્ત્વજ્ઞાન જ એવું છે કે તેમાં નયનઅપેક્ષાએ તે તે દર્શનોના સિદ્ધાંત અને તેની તાર્કિક રજૂઆત આવી જ જાય. અરે ! ઘણી વખત તે દર્શનના વિદ્વાનને તેની ફિલોસોફીની જેટલી ખબર ન હોય એટલી સર્વનયસમન્વયયુક્ત દ્વાદશાંગીના જાણકારને ખબર હોય.
ધર્મગ્રંથના શબ્દો સાંભળીને માસતુષ મુનિને એક જ વાક્ય હજાર વાર ગોખ્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પડળ ચીરાયા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
બ્રાહ્મી સંદર બેનોએ ધર્મગ્રંથના વિવેકભર્યા શબ્દો વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો સંભળાવ્યા ત્યારે બાહુબલીના કપાય મોહનીયના કર્મ વાદળો વીખરાયા અને એક ડગલું માંડતા ૧૨-૧૨ વર્ષની ઉગ્ર ધ્યાન-તપશ્ચર્યાથી જે ના થયું તે ચમત્કાર - કેળવજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
બુઝ બુઝ ચંડકોશિયા બુઝના ધર્મવચનો પ્રભુ મહાવીરસ્વામીના મુખકમળમાંથી ઉદ્ભવેલા ચંડકોશિયાએ સાંભળ્યા કે તુરત તેના નગરકગતિનાં દ્વારા