________________
18181818181818181818181818M ŞI GERI 91818181818181818181818181818
મોક્ષ એટલે કમોનો સર્વથા ક્ષય. તત્ત્વ એટલે આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ જીવ, અજીવ,
આશ્રય, ઉપરાંત ઉપર જણાવેલ બંધ, સંવર, નિર્જરા અને
મોક્ષ. ટૂંકમાં, ચારે સૂત્રોનો સાથે અભ્યાસ કરવાથી સમજાશે કે સમ્યક દર્શનથી પદાર્થ દ્રવ્ય)નો સમ્યક અવબોધ થાય છે. આ અવબોધ એટલે દ્રવ્યનો ગુણધર્મ. પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણધર્મ પ્રમાણે જ સદાસર્વદા વર્તન કરે. આ વર્તન એટલે દ્રવ્યનું ચારિત્ર્ય. આમ દેખા દ્વારા દ્રશ્યનું સમ્યક દર્શન થવાથી દામાં પણ સમ્યક ચરિત્ર્યનું નિર્માણ થાય છે. સમ્યફ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય દ્વારા મોક્ષ એટલે કે કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થાય છે. દા પોતે પણ સભાન અવસ્થામાં જ છ વનનિર્વાહ કરતો થાય છે કે સ્વયં પોતે પણ આત્મદ્રવ્ય છે અને આત્મદ્રવ્યના ગુણધર્મ મુજબનું જ જીવન સાર્થક છે. જેમ પ્રત્યેક દ્રવ્ય સનાતન જણાવ્યાં છે તે મુજબ આત્મદ્રવ્ય પણ સનાતન, સર્વમાં એકસરખા ગુણધર્મ પ્રમાણે જ વર્તે ! જીવમાત્રમાં સમાન દષ્ટિકોણ સમભાવ પ્રત્યે દોરે અને સમભાવ નિર્માણ સ્થાન પણ તત્ત્વાર્થ અભિગમના ઉપરના ચારે સૂત્રમાં જણાય છે. સૌ સમાન હોય અને સ્વયંનું સમ્યક વર્તન - ચારિત્ર્ય પ્રમાણે કર્મ ન હોય , તો તે બંધન જ છે અને કર્મબંધન કર્મનું ફળ પણ આપ્યા વિના ન રહે !
આમ આત્મદ્રવ્યના સ્વાભાવિક ગુણમાં પ્રવર્તમાન થવા - રહેવાને જ મોક્ષમાર્ગ કહ્યો છે. અન્યથા કર્મનું આવવું, ચોંટવું, ફળ આપવું તે પણ કર્મની પ્રાકૃતિકતા જ છે. વ્યક્તિએ કેવા કર્મ કરવાં, કેવાં ન કરવાં અથવા તો પ્રાપ્ત કર્મ દષ્ટિભાવથી જ સંપન્ન કરવા તે પ્રત્યેક વ્યક્તિના હાથની વાત છે. મોહ, મમતા, ઈર્ષાભાવ, મત્સર ઇત્યાદિ પ્રાકૃતિક નથી, પણ આત્મદ્રવ્યમાં સતતપણે રહીને જો કર્મ થાય, તો આ કર્મ “મેં કર્યું” તેવો અહંકાર પ્રાપ્ત થાય. આમાંથી મેં, મારુંનો ભાવ કર્મફળ લૂંટાઈ ન જાય તે માટે અનેકાનેક પેંતરા કરાવે. આ અવસ્થાને અજ્ઞાન અવસ્થા કહી છે, જે આત્મદ્રવ્યનો ગુણ જ નથી તેથી આવી વૃત્તિ-પ્રવૃત્તિને શાસ્ત્રોએ નિવારવાયોગ્ય ગણી છે. કર્મબંધનથી છૂટવા સ્વયં પ્રતિષ્ઠ આત્મના સ્વભાવમાં રહી કર્મ કરવાથી થતા કર્મનો પણ માત્ર દષ્ટાભાવ રહે છે. આવા નિર્લેપ કર્મોને જૈન મત મુજબ કર્મોનો નિકાલ કહ્યો છે. ક્રમે ક્રમે કર્મનો સંપૂર્ણપણે નિકાલ થતાં, દટા સામે માત્ર અને માત્ર સ્વત્વ બાકી વધે છે. આ સ્વત્વની વિશષતા, ક્ષમતા બાબતે ચર્ચા કરવનો અને આશાય પણ નથી
૨૨૦૦૦
#SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા %E%
69%6@Deesa અને જરૂરી પણ નથી.
વર્તમાન સમયે માત્ર જરૂર છે સમ્યક ચારિત્ર્યની અને તે દ્વારા પ્રગટતી અહિંસાવૃત્તિની ! જગતની તમામ સમસ્યાઓ અહિંસાથી ઉકેલી શકાવાની પૂરેપૂરી શક્યતા છે જ, જે નિર્વિરોધ સ્વીકારી શકાય તેવી બાબત છે.
લેખાંકની શરૂઆત અત્રે સત્ય શું છે ? વિચાર કે વાસ્તવ ? શરૂઆતથી પ્રારંભી, અત્યાર સુધી પદાર્થવિજ્ઞાનની અને જૈનમતની અપેક્ષાએ વાસ્તવ વિશે વાત થઈ. આ વાસ્તવ, જીવ, જગત, સાધ્ય અને સાધન, સાત તત્ત્વો વિશે પૂરતી વિચારણા કરી. આપણને લાગ્યું કે વાસ્વલક્ષી તત્ત્વરૂપી હોવું એ જ વાસ્તવ છે, અપરિસીમ અને સર્વત્ર સમાન ગુણધર્મે વિલનસાર, ગુણધર્મ ધરાવનાર છે. આ જ તો સત્ય ! સત્યની સર્વવ્યાપકતા અને નિરંતરતા અંગે એક ઉદાહરણ સાથે સમજીએ. કોઈ ભારતવાસી માટે સામાન્ય રીતે સૂર્યોદય સવારના ૫ કે ૬ કલાકે થતો અનુભવાય. તે જ વ્યક્તિને ભારતના સંદર્ભે અમેરિકાના સૂર્યોદય વિશે પૂછીએ તો કહે કે, અમેરિકામાં સૂર્યોદય સાંજના કે રાતના સમયે થાય છે. પૃથ્વીવાસી માટે સવારના, સાંજના કે રાતના સમયે થાય છે. પૃથ્વીવાસી માટે સૂર્યોદય જે તે સમયે, જે તે સ્થળે ૨૪ કલાક થાય પરંતુ ચંદ્ર પરની વ્યક્તિને દર પંદર દિવસે સૂર્યોદયની ઘટના અનુભવાય તેવી રીતે સૂર્યોદય મંગળ, શનિ, ગુરૂ ગ્રહ પર જે તે ગ્રહની પોતાની ધરી પર ચક્ર પૂરું કરવાના સમય પર અવલંબે. આમ સૂર્યોદયની ઘટના સ્થળ, કાળ સાપેક્ષ જણાય છે. જ્યારે વાસ્તવમાં સૂર્ય ઊગતો પણ નથી અને આથમતો પણ નથી. તે તો તેની જગાએ જ સ્વયંપ્રકાશિત છે. આત્મદ્રવ્ય અને સત્યનું પણ આવું જ છે. મહર્ષિ આલ્બર્ટ આઈન્સ્ટાઈને સત્યના રહસ્યની ગહનતાની મૂલવણી સ્થળ, કાળ, ગતિના સંદર્ભે કરી અને શક્તિનું પ્રતિપાદન કરી તેનું માપન એકમ E=mc2 આપ્યું. આધુનિક પ્રયોગધર્મિતાએ પણ આના ઊંડાણમાં ઊતરવું અનિવાર્ય ગણ્યું જે બાબત સૌ જ્ઞાત છે, પરંતુ અત્રે જરૂર જણાઈ છે આઈનસ્ટાઈનના મહત્ત્વની ઉદગારની, એ છે “વિજ્ઞાન દ્વારા રહસ્યનો જ્યાં એક દરવાજો ખૂલે છે કે તરત જ
ત્યાં સામે રહસ્યના અસંખ્ય દરવાજા નજર સામે દેખાય છે.' આમ જૈનદર્શનમાં પણ બિલકુલ વૈજ્ઞાનિક દષ્ટિકોણથી સત્ય સુધી પહોંચવાના તથા સત્યમાં એકરૂપ થવાના માર્ગને દર્શનશાન, ચરિત્ર તથા મોક્ષ (કર્મથી સર્વથા) મુક્તાવસ્થા) કહ્યો. સ્વયંનું સ્વયંમાં સ્થિત થવું એમ કહ્યું છે.
ઉપરના પ્રશ્નમાં જણાવેલ વિચાર વિશે વિાર નથી થયો એમ લાગવા પૂરી