________________
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©e નિયમો તેમ જ તપશ્ચર્યાથી ભ્રષ્ટ થઈ જવું, મસ્તક મુંડાવીને પણ સાધુ ધર્મ ન પાળવો, માત્ર વેષ અને ચિહ્ના આધારે જીવન વિતાવવું, લક્ષણ, સ્વપ્ન, નિયમિત, કૌતુક વગેરેનો પ્રયોગ કરી જીવન ચલાવવું, અનએષણીય, અપ્રાસુક આહારાદિનો ઉપયોગ કરવો, સંયમી તેમ જ બ્રહ્મચારી ન હોવા છતાં તેવા હોવાનો દેખાવ કરવો વગેરે પણ અનાથપણું છે. અંતમાં આવા અનાથપણાનાં દુષ્પરિણામો દર્શાવતાં કહ્યું કે સંયમ સાધના પ્રત્યે જેમનું લક્ષ્મ બરાબર નથી તેમની બીજી અધૂરી ક્રિયાઓ પણ નિષ્ફળ થઈ જાય છે, તેવા ગુરુ પોતાનું તથા શિષ્યનું અહિત કરે છે.
ગુરુ લોભી, ચેલા લાલચ, દોનો ખેલે દાવ,
દોનોં બડે બાપડે, બેઠ પથ્થર કી નાવ. વર્તમાન સમયમાં યોગ્ય ગુરુને ઓળખી સ્વીકાર કરવો મુશ્કેલીભર્યું કાર્ય છે. માટે પ્રથમ ગુરુને ચકાસી લીધા પછી જ સ્વીકાર કરવો, અન્યથા અયોગ્ય ગુરુને કારણે ધર્મ, આધ્યાત્મ, સમાર્ગથી દૂર ન થઈ જવાય.
હરિ કા નામ લે લે સહારા મિલેગા ગુરુ + ચરાગ લે લે કિનારા મિલેગા, સધર્મ કો અવધારણ કર લે સમાધિ મિલેગા,
અપને કો પહેચાન લે માક્ષ મિલેગા. સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય ? સદ્ગુરુના સાંનિધ્ય વિના સધર્મની પ્રાપ્તિ સંભવ નથી. આ જગતમાં પોતાને ગુરુ કહેવડાવવાવાળા તો અનેક છે, પણ સદ્ગુરુ તો કોઈ વિરલ જ હોય. ગ્રંથકાર એવા જ્ઞાનીને શોધવા માટે એમના ગુણોનું નીરુપણ કરતા સમજાવે છે જેઓ મહાવ્રતોને ધારણ કરવાવાળા છે, જેમના સદ્યારની છાપ પડે, જે સમદષ્ટિવાળા હોય, આ ધર્મ સારો અને આ ધર્મ ખરાબ એવી માન્યતાવાળા ન હોય, પરંતુ જે સારભુત વસ્તુ હોય તે ગ્રહણ કરી તે માર્ગે ચાલવા શિષ્યને પ્રેરણા આપે. જેનું ચિત્ત ચંચળ અને શંકાશીલ ન હોય પણ એકનિષ્ઠ હોય, જેના દ્વાર શિષ્યને દઢતા સાથે સન્માર્ગે ચઢાવી શકે, આવા ગુરુ સદગુરુ કહેવાય જે શિષ્યનું એકાંત હિત જ કરે. આવા ગુરુ સાધુપુરુષ હોય અથવા સંસારી પણ હોઈ શકે, જેનું જીવન માર્ગાનુસારી પ્રમાણેનું હોય. ગુરુ શિષ્યના જીવનમાં પરિવર્તન કેવી રીતે કરાવે ? શાસ્ત્રોનું રહસ્ય
૨૦૬
#SWe@SGSES ગુરુ-ગ્રંથ મહિમા ©ÉÉ©©©©ge%e6%8a આધુનિક યુગના સંદર્ભમાં સમજાવે. વૈજ્ઞાનિક પદ્ધતિથી માંસાહાર, દારૂ, કંદમૂળ, રાત્રિભોજન વગેરેના ગેરફાયદા સમજાવે, જુગાર, સટ્ટા વગેરે વ્યસનો દ્વારા થતું આર્થિક, સામાજિક, કૌટુંબિક નુકસાન સમજાવે. એ છોડાવવા અન્ય ધર્મોમાં આપેલ દાખલા દલીલ સાથે સમજણ આપે અને શિષ્યના જીવનમાં પરિવર્તન માટે સક્રિય રહે. વિવિધ પ્રકારની શિબિરો કરાવ. શિષ્યને પોતાના જીવનને વિવિધ દષ્ટિકોણથી મૂલવવાની પ્રેરણા આપે. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી પ્રેરણારૂપ પ્રસંગો સંભળાવે. રોહણીય ચોરથી પગમાં લાગેલ કાંટો કાઢવા જતાં અનિચ્છાએ ભગવાનની દેશના સંભળાઈ ગઈ. અનિચ્છાએ સંભળાએલા અલ્પ શબ્દોએ જીવનમાં પરિવર્તન લાવી દીધું, તો ઇચ્છા સહિત ગુરુનું સાન્નિધ્ય જીવનનૈયાને પાર ઉતારી દે છે.
કૂતરો કૂતરા તરીકે જીવે છે અને સિંહ તરીકે મરે છે. દેવો પણ દેવ તરીકે જીવે અને દેવ તરીકે મરે છે. આ બધા જન્મોનું ખાસ મહત્ત્વ પણ નથી, પરંતુ માનવભવ અમૂલ્ય છે. નદિધોલ પાષાણનાં દાંતે એકેન્દ્રિયથી માંડીને અનેક કષ્ટો સહી અનંતા ભવો અન્ય યોનિઓમાં કર્યા પછી મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત કર્યા પછી કૂતરાના મોતે મરવું કે સામાન્ય મરણને પ્રાપ્ત થયું કે સદ્ગુરુનું સાન્નિધ્ય મેળવી પંડિત મરણે માનવભવ ઉજાગર કરવો એ આપણા હાથમાં છે.
ગુરુ દિવો ગુરુ દેવતા, ગુરુ વિગ ઘોર અંધાર, જે ગુરુવાગીથી વેગડા, તે રડવળિયા ગતિ ચાર.
ગુરને ક્યારેય ‘સમજવા ન જોઈએ, ચરને સદાય સ્વીકારવા જોઈએ.