________________
6% E6%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e
conflict આવશે. જીવનમાં politics ન આવે તે જોવું. મહાવીરનો ધર્મ, એમની સાધના પર ધ્યાન આપતાં જણાય છે કે એમની સાધનાનું લક્ષ્ય એક જ હતું. કર્મક્ષય. એમણે તપ, ધ્યાન, મૌન (બહારથી દેખાતા) દ્વારા આંતરિક ભાવશુદ્ધિ કરી. આપણે a) ઈંદ્રિયો શદ્ધિ માટે સંયમ-તપ કરીએ. b) મહાપુરુષોનાં શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. c) મનથી પર જવા માટે ધ્યાન કરીએ અને આ સમગ્ર સાધના કરવા માટે મૌનનો પ્રયોગ કરીએ. આયોજન : આગામો ઘરે-ઘરે પહોંચે એ સારી વાત છે. શાસ્ત્રોનો અભ્યાસ એક માહિતી આપશે, પણ સાથે આચાર-પ્રયોગની વાત યાદ રાખવી ઘટે. આપણે સાચા સાધકો માટે શિબિરો - કાર્યશાળા યોજી શકાય, જેમાં
ઉપરછલ્લી ટેક્નિક નહિ પણ અનુભવના પ્રયોગો હોય. ii) આ પ્રયોગો શીખવાડનાર ખુદ એક અનુભવી સાધક હોય, જે ઉપર જણાવેલ
ઉપાયો, સાધનાયુક્ત જીવન જીવતો હોય. આ સેમિનાર - વર્કશોપમાં ક્યાંય વ્યક્તિને આગળ ન કરતાં, કોઈ પંથ કે cult ના ખોલતાં મહાવીરવાણી | જિનવાણીનું મહાત્મ્ય જ રાખવું, જેથી અજાણતાં પણ અહમ્ ન પોષાય. પુસ્તકો, lectures તો રાખવાં જ પણ સાથે માહિતી નહીં પણ અનુભવો, પ્રયોગોના સાર પર fcocus કરવું. આગમ સાહિત્યનું વિવિધ ભાષામાં સચિત્ર પ્રકાશ. કથાનુયોગના આધારે રસમય પ્રકાશન. જૈનો દાનનો ધોધ વહાવતા હોય છે. આ નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કરી, TV, Internet દ્વારા દેશ-વિદેશમાં આવાં programmes પહોંચાડી શકાય.
એક અલગ channel ૨૪ કલાકની રાખી શકાય - જેમાં ફક્ત અને ફક્ત જિનવાણી હોય. મૂળભૂત સિદ્ધાંતો હોય અને વ્યક્તિગત મૂલ્યો / Valuesની
વૃદ્ધિ થાય એવા કાર્યક્રમો યોજાતા રહે. ii) આ બધું કરવામાં ક્યાંય દીવાલો ઊભી ન થાય, એ ધ્યાન રાખવું પડે. નોંધ : રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત Jain Aagam Mission જિનાગમોનું ઈંગ્લિશમાં અનુવાદ કરવાનું કાર્ય અનુમોદનીય છે. *
જ ૨૦૨૦
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરનારાં પરિબળો - ગુરુ
- વસંત એ. વીરા (જૈન ધર્મના અભ્યાસુ, જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - સેમિનારમાં અવારનવાર ભાગ લે છે)
ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દયો બતાય. દશવૈકાલિક સૂત્રમાં શાસ્ત્રકાર ભગવાન કહે છે, અહિંસા, સંયમ, તપરૂપ, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, તેને ધારણ કરનારને દેવો પણ નમસ્કાર કરે છે. જૈન ધર્મના પાયામાં અહિંસાનું સ્થાન મહત્ત્વનું છે. ફરી શાસ્ત્રકાર ભગવંત કહે છે, -પઢમમ્ નાણમ્ તઓ દયો. પ્રથમ જ્ઞાન અને પછી દયા એટલે કે અહિંસા અથવા પ્રથમ જ્ઞાન પછી જ ક્રિયા. આમ ધર્મના પાયામાં અહિંસા અને અહિંસાના પાયામાં જ્ઞાન રહેલું છે. નવ તત્ત્વો તથા છ દ્રવ્યોનાં જાણપણા દ્વારા જ ધર્મ અને આધ્યાત્મમાં પ્રવેશ શક્ય છે. તેના દ્વારા જીવ, અજીવ, શાશ્વત, અશોધતા ભાવોનું જાણપણું થાય છે. જીવન સમતોલ બને છે. વહેવાર જગતમાં કે આkત્મ જગતમાં ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ ન થાય.
બીન ગુરુ જ્ઞાન કહાં સે લાઉ ધર્મ એ વસ્તનો સ્વભાવ છે અને આધ્યાત્મ દ્વારા જ પ્રાપ્તિ થાય છે. આધ્યત્મ જ્ઞાનની પ્રાપ્તિ ગર દ્વારા જ થઈ શકે. વર્તમાન સમય ભૌતિકવાદનો છે. પૈસો મારો પરમેશ્વર, મોજ-શોખ એ જ મારું જીવન છે. મૃગજળ સમાન ભૌતિક સુખ માટેની ઘેલછા ઘણી વખત માનવીને ખુવાર કરે છે. તેમાંથી માત્ર ગુરુ જ સન્માર્ગે ચઢાવે છે. દરેક કાળમાં ગુરુનું સાનિધ્ય અનિવાર્ય રહ્યું છે. ભક્ત અને ભગવાન વચ્ચે ગુરુ માટે વિશેષણ છે. લોગનાહિયાણ એટલે કે જગતના સર્વે જીવોનું હીત કરનાર, એલ.આઈ.સી.નું સૂત્ર છે યોગક્ષેમ વહામ્ય પ્રાપ્ત કરાવી તેનું રક્ષણ કરવું. યોગ્ય ગુરુ પણ શિષ્યને સદ્ગુણોની પ્રાપ્તિ કરાવી તેનું સારણા, વારણા, ધારણા દ્વારા પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરી ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ કરાવે છે. ગુરુ શિષ્ય માટે દીવાદાંડીની ગરજ સારે છે.
(૨૦)