________________
6
4 વિનયધર્મ
Peon કરવું કે ધીમેથી બોલવું એટલો જ અર્થ નથી, પરંતુ પોતે ગમે તેટલો જ્ઞાની હોય તોપણ શીખવાનું સમજવાનું તો અપાર છે એ પારખીને નવું નવું જાણવાશીખવા-સમજવા માટે કેવી ચિત્તસ્થિતિ જરૂરી છે તેનું આમાં સૂચન છે. માણસ નમ્ર બને છે ત્યારે ગુરુ (અનુભવી)ની મહત્તાનો સ્વીકાર કરે છે અને પોતાને કેટલું બધું શીખવાનું બાકી છે તેનો સ્વીકાર કરે છે. જ્ઞાનની અપરિમેયતાનો સ્વીકાર કરે છે.
(૨) અનુશાસન અનુદેશ :- કેળવણી એ એક પ્રકારનું તપ છે. તેમાં આડેધડ કાંઈ પણ ન કરી શકાય. એની તમામ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી હોય છે. અનુશાસન કે અનુદેશ એટલે કર્તવ્ય ક્ષેત્રમાં પૂર્વે ઘડાયેલા નિયમોનું પાલન. આવા નિયમો મહાન ગુરુઓ કે અનુભવીઓએ ઘડેલા હોય છે. નિયમો પાછળ તેમનો દીર્ઘ અનુભવ હોય છે. વ્યક્તિના ઘડતરમાં અમુક અનુશાસન જરૂરી છે. પાણી ગમે ત્યાં, ગમે તેમ વહે તો ફેલાઈને નકામું જાય છે, પરંતુ એને નહેર વાટે ખેતરોમાં પહોંચાડાય તો સમૃદ્ધ પાક ઉગાડી શકાય છે. અનુશાસન એ બંધન નથી, પરંતુ પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટેની અનુભવસિદ્ધ રીતો છે. જેમ પહાડ ચડવો હોય તો ભાર ઓછામાં ઓછો રાખવો જોઈએ. તો શું રાખવું અને કેટલું રાખવું એનું અનુશાસન ઉપયોગી છે. જો આંતરતત્ત્વોની ઓળખ કરવી હોય તો સ્થૂળતા, જડતા, પ્રમાદને છોડવાં પડે છે. જો સમગ્ર દર્શન કરવું હોય તો અંશમાં અટકી ન જવાય એ અનુશાસન સ્વીકારવું પડે છે. આવું અનુશાસન સ્વીકારે છે ત્યારે વિદ્યાર્થી સાચા માર્ગે ઝડપથી ગતિ કરે છે.
(૩) ઔચિત્ય :- ઔચિત્યને વિવેક સંસ્કાર પણ ગણાવાયું છે. વ્યક્તિના જીવનમાં કે સમાજ જીવનમાં કરવા જેવું અને ન કરવા જેવું વચ્ચે ઔચિત્ય જાળવવું જ પડે છે. ઔચિત્ય એટલે ઉચિત, શ્રેયપૂર્ણ અને સર્વ હિતકારીની પસંદગી. આવી પસંદગી કરવા માટે પ્રત્યેક જીવનભાવ કે જીવનકર્મને તપાસવું પડે છે. ઘણી વાર સીતાના રૂપમાં શૂર્પણખા પણ હોઈ શકે છે. એનું બાહ્ય રૂપ પ્રિય-ગમતું -લોભામણું હોય, પરંતુ પરિણામમાં એ વિનાશકારી કે અધોમુખી હોઈ શકે. એટલે ઔચિત્યને પ્રાણતત્ત્વ કહેવામાં આવે છે. વિનયતત્ત્વનો આ અર્થવિસ્તાર છે. વિવેકની જાળવણી કરતાં કરતાં એ વ્યક્તિના સંસ્કારરૂપે સ્થિર થઈ જાય છે. જે સંસ્કારરૂપે સ્થિર થાય છે એને માટે પછી
૧૭૯
© ©4વિનયધર્મ PC પ્રયત્ન કરવો પડતો નથી. વિદ્યાર્થીને કેળવણીને પરિણામે આવી વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જીવનમાં ગુરુ કે અનુભવી કાંઈ સતત સાથે રહેવાના નથી કે તેઓ ઊચિત અનુચિતના ભેદ બતાવતા રહે. એ તો વિદ્યાર્થીએ જાતે કેળવવાનું છે. પસંદગીમાં ઔચિત્ય જળવાય એ વિનયની પ્રક્રિયા છે.
(૪) સચ્ચરિત્ર :- સાચી કેળવણીનો ઉદ્દેશ જાણવા સુધી મર્યાદિત નથી હોતો, એ મુજબ જીવાય ત્યારે સાર્થક થાય છે. તો સાચું જીવન જીવવા માટે કયા ગુણો જરૂરી છે? શાલીનતા, શિષ્ટતા, સૌજન્ય એ સચ્ચરિત્રના જુદાજુદા વિભાવો છે. એની ઉપાસના એ સાચી કેળવણી છે. એમાં માત્ર બાહ્યાચરણની જ અપેક્ષા નથી, પરંતુ આ ગુણો વ્યક્તિની અંદર પચે એ અપેક્ષા છે. જેમ આપણે ખોરાક ખાઈએ છીએ એટલું જ પૂરતું નથી. એ પચવો જોઈએ. ખોરાક પચીને એમાંથી લોહી બને છે, લોહીમાંથી ધાતુ બને છે, ધાતુ આખા વ્યક્તિત્વમાં પ્રકાશિત થાય છે. કેળવણીની પ્રક્રિયા પણ આવી છે. તેમાં અમુક તબક્કા પછી બાહ્યાચાર અને આંતરિક ગુણવર્ધન એકરૂપ બની જાય છે. શાબ્દિક કે બાહ્યાચારમાં તો ન હોય એવું દેખાડવાનો દંભ પણ હોઈ શકે છે. એ સુવર્ણ નથી હોતું, ધાતુ ઉપર ચડાવેલો સોનાનો વરખ હોય છે. કેળવણીનો ઉદ્દેશ સ્થૂળ વ્યવહારો સુધી અટકવાનો નથી, પરંતુ વ્યક્તિત્વનો એવો વિકાસ થાય કે સદાચરણ, શાલીનતા, સૌજન્ય વગેરે વ્યક્તિત્વનો અવિનાશીભાવી ભાગ બની જાય. એવો વ્યવહાર અનાયાસ થાય, કારણકે આ તત્ત્વો વ્યક્તિમાં પચીને મોં પરની લાલશની જેમ પ્રગટ થાય છે. સચ્ચરિત્ર સહજપણે જીવાવું જો એ. ‘વિનય’નો આ અત્યંત વિકસિત અર્થ છે.
(૫) શ્રદ્ધા :- પહેલી નજરે આપણને પ્રશ્ન થાય કે વિનયનો આવો અર્થ કેમ થયો હશે? એનો ઉત્તર ગીતા આપે છે શ્ર દ્વવાન મતે જ્ઞાન શ્રદ્ધાવાન જ્ઞાન પામી શકે છે. વિનયનો એક અર્થ શ્રદ્ધા પણ છે. જ્ઞાનના પ્રદેશમાં શ્રદ્ધા પરનો ભાર સકારણ છે. જેમ ડૉક્ટર નિપુણ છે તો તેનાં નિદાન અને ઉપચારમાં વિશ્વાસ રાખીને આપણે ચાલીએ છીએ. તેમ માર્ગદર્શક અનુભવી અને આત્માર્થી હોય તો તેનામાં રાખેલી શ્રદ્ધા ફળે છે. અહીં અંધશ્રદ્ધા કે આંધળી ગુરુભક્તિને તો સ્થાન જ નથી, પરંતુ અનુભવ અને જીવનનો વ્યાપક અર્થ પામેલા માર્ગદર્શકમાં શ્રદ્ધા આવશ્યક હોય છે. એવી જ શ્રદ્ધા આપણને જ્ઞાનમાં હોવી જોઈએ, કે જ્ઞાનથી વધારે પવિત્ર અને ઉચ્ચ બીજું કશું નથી. જ્ઞાન
- ૧૮૦ ૨