________________
4 વિનયધર્મ P
on આ ગુણો પાસે એ દોષોની તો કોઈ જ કિંમત નથી. એમેય કહે; એ દોષો ભલે દોષો તરીકે દેખાતા હોય, પણ વસ્તુતઃ એને માટે આ દોષરૂપ છે કે નહીં, એ વિચારસરણી છે એમ પણ કહે અને દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એવો ખસી જાય કે તે દોષોની વાત કાને પડે નહીં, જેના પ્રત્યે બહુમાન હોય, તેના માટે હૈયામાં આવો ભાવ પણ જાગ્યા વિના રહે નહીં.
બહુમાનનું ત્રીજું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય, તેના અભ્યદયનું અહર્નિશ ચિંતન રહ્યા કરે. એના દોષોનું જેમ આચ્છાદાન કરે તેમ એના દોષો કેમ નાશ પામે અને એના ગુણોમાં કેમ અભિવૃદ્ધિ થયા કરે, એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના આભ્યન્તર અભ્યદયની ભાવના રહ્યા કરે તેમ તેના બાહ્ય અભ્યદયની ભાવના પણ રહ્યા કરે. કોઈ જો તેની પ્રશંસા કરે તો તે બહુ ગમી જાય.
એની થતી નિન્દા પ્રત્યે જેવો તિરસ્કાર હોય, તેવો જ એની થતી પ્રશંસા પ્રત્યે સદ્ભાવ હોય. પોતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
બહુમાનનું ચોથું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય તેની જો કોઈ પણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય, તો એ દુર્દશાને જોઈને તેનું અત્તર બળીને ખાખ થઈ જાય. એનું જો ચાલે તેમ હોય તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહીં.
જેના પ્રત્યે બહુમાન, તેની દુર્દશાને ઠંડે કલેજે જોઈ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી નથી; ત્યાં વળી એની દુર્દશામાં રાજીપો થાય, એની દુર્દશામાં અજાણતા પણ નિમિત્તરૂપ બની જવાય, એવું તો બને જ શાનું ? જો સંયોગવશ, ખયાલફેરથી, અજાણતા પણ એવી ભૂલ એને સદાને માટે સાલ્યા વિના રહે નહીં.
હવે બહુમાનનું પાંચમું લક્ષણ એ છે કે, જેના પ્રત્યે બહુમાન હોય, તેની દર્દશામાં જેમ અત્યંત દુઃખિત થઈ જાય, તેમ તેના અભ્યદયમાં અત્યંત હર્ષિત થઈ જાય. અભ્યદય પેલાનો થાય અને હૈયું આનું નાચી ઊઠે.
અભ્યદય એની મેળે થાય, તોપણ જે અત્યંત રાજી થાય, તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
- ૧૬૧ -
© C C4 વિનયધર્મ
cres આ પાંચ લક્ષણો દ્વારા બહુમાન છે કે નથી, તે ઘણે ભાગે જાણી શકાય છે. વિશિષ્ટ શાની તો જ્ઞાનના બળે જાણી શકે, પણ આપણે તો લક્ષણો જ જોવાં પડે.
જેના હૈયામાં બહુમાન હોય તેના હૈયામાં જેના પ્રત્યે બહુમાન હોય તેને માટે પણ આવા પાંચેય પ્રકારના ભાવો પાદુર્ભત થયા વિના રહે નહીં અને એ ભાવો, શક્તિ-સામગ્રીના યોગને અનુસાર, અમલી બન્યા વિના પણ રહે નહીં. બહુમાન એ એક પ્રકારની આત્યંતર પ્રીતિ જ છે; પણ બહુમાનની પ્રીતિમાં વિશેષતા એ હોય છે કે, એ પ્રીતિ ભક્તિભાવથી ભરેલી હોય છે.
જેના પર તમને ખરેખર પ્રીતિ હોય છે, ગાઢ સ્નેહ હોય છે તેના માટે તમારા હૈયામાં કેવા કેવા ભાવો જાગે છે એ જો તમે વિચાર કરો તો તમને બહુમાનના યોગે હૈયામાં કેવાકેવા ભાવો પેદા થવા પામે છે, તેનો ખયાલ આવ્યા વિના રહે નહીં. તમારી આજની પ્રીતિ મોટે ભાગે સ્વાર્થી છે, એટલે કદાચ તમને આ ચીજનો ખરો ખ્યાલ ઝટ નહીં આવી શકે, પરંતુ તમે જો કોઈ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રીતિવાળા અથવા તો પૂર્વભાવના ઋણાનુબંધી સ્નેહવાળા હશો તો એનો વિચાર કરતાં તમને આ વસ્તુનો ઘણી જ સહેલાઈથી ખ્યાલ આવી શકશે.
સારાંશમાં એની ઇચ્છાઓ ફળે, એના દોષો ઢંકાય અને એનો અભ્યદય કેમ થાય, એવું મનમાં થયા જ કરે તેમ જ એની દુર્દશાથી અત્યંત દુઃખી થવાય અને એના અભ્યદયથી અત્યંત રાજી થવાય એમ પણ બને જ. આ બધું કરવું પડે નહીં, પણ થઈ જ જાય. એટલે, ગુર્નાદિકની પ્રત્યે ભક્તિ-પ્રીતિને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ.
અહીં માત્ર બહુમાન જ્ઞાનાચારની વાતમાં જો ધ્યાન આપવામાં આવે તો અભ્યાસુઓના જ્ઞાનનો જબરજસ્ત ક્ષયોપશમ થાય છે અને સફળતામાં આગળ રહે છે. બાકીના સાત આચારો જૈન દર્શનના સિદ્ધાંતના અભ્યાસસંબંધી હોવાથી ચર્ચા કરી નથી.
વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે, બહુમાન હોય ત્યાં વિનય તો દેખાય જ. બહુમાન એકલું પણ લાભ કરે છે અને જો બહુમાનપૂર્વકનો અલ્પ પણ વિનય હોય તો એ અલ્પ વિનય પણ ઘણા લાભને માટે થાય છે.
+ ૧૬૨ -