________________
4 વિનયધર્મ
Pe Cen છે. માટે અનંતકાળના પરિભ્રમણમાંથી બહાર કાઢીને અનંતસુખનો માર્ગ બતાવનાર શ્રી સદ્ગુરુદેવ મારા માટે ભગવાન જ છે એમ જીવને થયા વગર રહેતું નથી. તેને જ પરમ વિનય કહ્યો છે અને તેના જીવને હવે દરેક જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ આવે છે. સર્વ જીવ સિદ્ધ સમ છે, એમ થતાં કોઈ પણ જીવ પ્રત્યે તેને અભિમાનનો ભાવ આવતો નથી. ત્યારે એવા જીવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની પરમ યોગ્યતા પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને તે જીવ પછી ક્રમશઃ અરિહંત-સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ્જીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ - પત્રાંક - ૧૦૫માં ‘મહાવીરના બોધને પાત્ર કોણ?’ - તેમાં દસ મુદ્દા કહ્યા છે. તેમાં દસમો મુદ્દો છે',
“ “પોતાની ગુરુતા દાબાવનાર''.
આવો પરમ વિનયપ્રાપ્ત જીવ ક્યાંય પણ પોતાની મોટાઈ બતાવતો નથી. તે એટલો નાનો બનીને રહે છે કે સામાન્ય માણસો તો તેને ઓળખી પણ શકતા નથી. કોઈક જ વિશિષ્ટ દૃષ્ટિવાન વ્યક્તિ તેને પારખી શકે છે. વળી, શ્રીમદ્જીએ પત્રાંક-૩૦૧માં કહ્યું છે, ‘પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે.”
ગમે તેટલા ગુણો પ્રગટે અને તે ગુણોની ગમે તેટલી ઉચ્ચતાના પ્રગટ થાય તોપણ તે છલકાઈ જતો નથી. ગુણોને પણ અંદરમાં શમાવી દેવાની એટલી બધી શક્તિ તેનામાં આવી ગઈ હોય છે.
પરમાત્માને ધાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
એક વખત વૃક્ષ પર રહેલા એક ફળને તરસ લાગી, એટલે પાણી પીવા માટે તે વૃક્ષથી છૂટું પડીને નીચે આવી ગયું, પરંતુ તેની તરસ છિપાઈ નહીં, કારણકે પાણી તો તેને વૃક્ષમાંથી જ મળતું હતું. તેવી જ રીતે કોઈ જીવ ગુરુને મૂકીને સીધું ભગવાનનું ધ્યાન કરવા જાય છે, તે એમ માનીને કે હું ભગવાનનું ધ્યાન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઉં, પણ એમ ભગવાન મળતા નથી, પરંતુ તેના ગર્ભાવાસ જ વધે છે.
| વિનયગુણની ચરમસીમા
‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ની ગાથા - ૧૯માં શ્રીમજી વિનયગુણની પરાકાષ્ઠા દર્શાવતાં કહે છે,
- ૧૦૭ -
© C C4 વિનયધર્મ
ccess જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છપસ્થ પણ, વિનય કરે ભગવાન'.
જે સદગુરુના ઉપદેશથી પોતે કેવળજ્ઞાનને પામ્યા તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ છે, છતાં તે સદગુરુની તે કેવળી ભગવાન વૈયાવચ્ચ કરે છે.
વિનયગુણનું કેટલું માહાત્મ છે, તે આ ગાથામાં જોઈ શકાય છે. અહીં આ ગાથામાં શ્રીમદ્જીએ વિનયગુણનું ઉત્કૃષ્ટપણું બતાવ્યું છે. શ્વેતાંબર આમ્નાયના ગ્રંથોમાં પુષ્પચૂલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય તથા મૃગાવતી સાધ્વીજીનાં પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે, તે વાચકોએ ત્યાંથી વાંચી લેવા.
આગળ ગાથા- ૨૦માં શ્રીમજી કહે છે, “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' વિનયગુણના દુરુપયોગનું ફળ
ભગવાને વિનયનો આવો અલૌકિક માર્ગ બતાવ્યો છે, તેનો આશય કોઈક સમીપ-મુક્તગામી કે આસનભવ્ય જીવને જ સમજાય.
શ્રીમદ્જીએ ‘વચનસપ્તશતીમાં લખ્યું છે, “૧૫૫-માયાવિનયનો ત્યાગ
કરું.”
કોઈ જીવ ગુરુને ફક્ત સારું લગાડવા માટે સ્વપ્રશંસા માટે વિનય કરે, ઉપરઉપરથી મીઠુંમીઠું બોલે કે હાથ જોડીને ઊભો રહે, પરંતુ અંતરમાં તેવો ભાવ ન હોય, બલકે, સાંસારિક ઈચ્છા હોય તો તેવો જીવ પોતે જ છેતરાય છે, ગુરુને તો છેતરાવાપણું કાંઈ હોતું નથી, પરંતુ પોતાનું જ અનિષ્ટ થાય છે.
તેવી જ રીતે સદ્ગુરુ પણ શિષ્યાદિ પાસે પોતાનો વિનય કરાવવા ઈચ્છે તો પોતે મહાન મોહનીય કર્મ બાંધીને ભવસમુદ્રમાં ડૂબે છે, એમ શ્રીમદ્રજી ગાથા ૨૧-માં કહે છે.
અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.”
અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદેવ શ્રી દર્શનપાહુડ’ ગાથા ૧૨માં કહે છે, જે પોતે સમ્યકત્વથી ભ્રષ્ટ છે, તે અન્ય સદૃષ્ટિને પોતાના પગે પડાવવા ઈચ્છે છે, તે બીજા ભવમાં લૂલા ને મૂંગા થઈ જાય છે'. | શ્રી કુંદકુંદાચાર્યદેવ ‘શ્રી રયણસાર*-ગાથા- ૧૦૩માં, શ્રી યશોવિજયજી
- ૧૦૮ -